Home /News /ahmedabad /દાદા ફરી સીએમ બનશે: બેઠકમાં ભૂપેન્દ્ર પટેલના નામ પર લાગી મહોર

દાદા ફરી સીએમ બનશે: બેઠકમાં ભૂપેન્દ્ર પટેલના નામ પર લાગી મહોર

ફરી ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનશે

Meeting of the BJP legislative party: આજે ભાજપની ધારાસભ્ય દળની મહત્વની બેઠક મળી છે. નવા મંત્રીમંડળ તેમજ મુખ્યમંત્રીના નામ પર મંથન કરાઇ રહ્યું છે. 12મી ડિસેમ્બરે ગાંધીનગરમાં નવી સરકારની શપથવિધિ યોજાશે.

  ગાંધીનગર: આજે ભાજપની મળેલી વિધાનસભા દળની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. કનુભાઇ દેસાઇએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. બેઠકમાં આ પ્રસ્તાવ પાસ થયો છે. આમ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની સત્તાવાર જાહેર થઇ છે. ફરી ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનશે.

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ ભારતીય જનતા પાર્ટી એક્શનમાં આવી છે. હવે મંત્રીમંડળની રચના માટે ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરાઈ છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ, અર્જુનસિંહ મુંડાની તેમજ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાને નિરીક્ષકની જવાબદારી સોંપાઈ છે. આ નરીક્ષકોની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ છે. જેમાં મુખ્યમંત્રીના નામ પર મહોર મારવામાં આવી છે. 12મી ડિસેમ્બરે ગાંધીનગરમાં નવી સરકારની શપથવિધિ યોજાશે.

  સાંજે 4 કલાકે દિલ્લી રવાના થશે બંને નેતા

  સી. આર. પાટીલ અને ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે. ચૂંટણીમાં શાનદાર જીત બાદ હવે ભાજપે નવી સરકાર બનાવવાની કવાયત તેજ કરી છે. આજે કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક પૂર્ણ થયા બાદ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ દિલ્હી જવા રવાના થશે. જ્યાં કેન્દ્રિય ગૃહમંત્રી અને PM મોદી સાથે મુલાકાત કરશે. જ્યારે નવા મંત્રીમંડળની યાદી અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે.


  આજે ભાજપની ધારાસભ્ય દળની બેઠક

  આજે ભાજપની ધારાસભ્ય દળની મહત્વની બેઠક મળી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે. ભાજપના વિજેતા થયેલા ધારાસભ્ય દળની બેઠક મળી છે. કમલમ ખાતે ભાજપના 156 MLA હાજર રહ્યા છે. આ બેઠકમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં આ પ્રસ્તાવ પાસ થયો છે. જ્યારે ભાજપે નિમણૂક કરેલા 3 નિરીક્ષકો પણ ગુજરાતમાં છે. રાજનાથ સિંહ, અર્જુનસિંહ મુંડા, યેદિયુરપ્પાને નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપાવામાં આવી છે.

  આ પણ વાંચો: ભાજપના ચૂંટાયેલા 129 MLA કરોડપતિ, 27નો ગુનાહિત ઇતિહાસ, 29 વર્ષીય હાર્દિક સૌથી નાના

  નિરીક્ષકોની હાજરીમાં નવા મંત્રીમંડળ તેમજ મુખ્યમંત્રીના નામનું મંથન થશે

  નિરીક્ષકોની હાજરીમાં નવા મંત્રીમંડળ તેમજ મુખ્યમંત્રીના નામનું મંથન  હાથ ધરાયું છે.  આજે ભાજપની મળેલી વિધાનસભા દળની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. કનુભાઇ દેસાઇએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. બેઠકમાં આ પ્રસ્તાવ પાસ થયો છે. આમ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની સત્તાવાર જાહેર થઇ છે. જે બાદ 12 ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ યોજાશે. નવા સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ યોજાશે. શપથવિધિ સમારોહમાં પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ અને ગુજરાતના સાંસદો પણ જોડાશે.

  ગઇકાલે ભૂપેન્દ્ર પટેલે CM પદેથી રાજીનામું આપ્યું હતું

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો સાથે ભવ્ય જીત મેળવી છે, ત્યારે 12 ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ યોજાશે. તે પહેલાં નવી સરકાર બનાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. ગઇકાલે ભૂપેન્દ્ર પટેલે CM પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે પોતાના કેબિનેટ મંત્રીમંડળ સહિત રાજીનામું આપ્યું હતું. નવા મંત્રીમંડળની નિમણૂંકને લઈને રાજીનામું સોંપવામાં આવ્યું હતું. ગુજરાતની નવી સરકારની શપથવિધિને લઇને ગાંધીનગરમાં તૈયારીઓ કરાઇ રહી છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Bjp gujarat, Gujarat Assembly Election 2022, Gujarat News

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन