Home /News /ahmedabad /Amit Shah: અમદાવાદ કો.ઓપરેટિવ બેંકને બેંકિંગ સેકટર સાથે જોડવાની તૈયારી: અમિત શાહ
Amit Shah: અમદાવાદ કો.ઓપરેટિવ બેંકને બેંકિંગ સેકટર સાથે જોડવાની તૈયારી: અમિત શાહ
(અમિત શાહ)
હાલ કો. ઓપરેટિંગ બેંકમાં તમામ બેંકને લાગતાં કામ થતા નથી, પરંતુ ભવિષ્યમાં તમામ બેંકિંગ સાથે લાગતાં કામ કરી શકે તેવી સુવિધા ઊભી કરાશે. આગામી સમયમાં સહકારી બેંકોને બેકિંગ સેક્ટર સાથે જોડવામાં આવશે તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેતી બેંકની સામાન્ય સભામા જણાવ્યુ હતુ.
અમદાવાદ ખેતી બેંક (Ahmedabad Cooperative Bank)ની 70મી વાર્ષિક સાધરણ સભાના કાર્યક્રમમા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ (Amit Shah)એ વર્ચ્યુઅલ સંબોધન કરતા મહત્ત્વનું નિવેદન આપ્યું છે. ભારત સરકાર કો.ઓપરેટિવ બેંકને આગામી સમયમાં બેંકિં સેકટર સાથે જોડવાની તૈયારીમાં છે.
હાલ કો. ઓપરેટિંગ બેંકમાં તમામ બેંકને લાગતાં કામ થતા નથી, પરંતુ ભવિષ્યમાં તમામ બેન્કિંગ સાથે લાગતાં કામ કરી શકે તેવી સુવિધા ઊભી કરાશે. આગામી સમયમાં સહકારી બેંકોને બેકિંગ સેક્ટર સાથે જોડવામાં આવશે તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેતી બેંકની સામાન્ય સભામા જણાવ્યુ હતુ.
રાજ્યમાં ખેતી બેંકની સ્થાપનાને 70 વર્ષ પુર્ણ થયા છે ત્યારે તેની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓનલાઇન જોડાયા હતા. જ્યારે ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, જગદીશ વિશ્વકર્મા સહીતના નેતાઓ સામાન્ય સભામા ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યુ હતુ કે, ખેડુતો પૈસાના અભાવે જમીન પોતાને નામ કરી શકતા ન હતા પરંતુ ખેતી બેંકે ધિરાણ આપીને તમામને પગભર કર્યા છે. નાનાથી મોટા ખેડુતોને સાહુકારોથી છુટકારો અપાવવાનુ કામ ખેતી બેંકે કર્યુ છે. આજે બેંક લોંગ ટર્મ ધિરાણ કરી રહી છે. આઠ લાખ 42 હજાર ખેડુતોને 4543 કરોડનુ રૂણ ખેતી બેંકે આપ્યુ છે.
પહેલા બેંક દ્વારા 2 ટકા પણ રાહત આપવામા આવતી નહતી. પરંતુ હાલમાં 2 ટકા રાહત પણ આપવામા આવી રહી છે. સાથેસાથે તેઓએ જણાવ્યુ હતુ કે, ભારત સકરા કો ઓપરેટિવ બેંકને આગામી સમયમા બેન્કીંગ સેક્ટર સાથે જોડવાની તૈયારી કરી રહી છે. હાલ કો ઓપરેટીવ બેંકમાં તમામ બેંકને લગતા કામ થતા નથી. પરંતુ ભવિષ્યમાં બેંકિંગ સાથે લગતા કામ કરી શકે તેવી સુવીધાઓ ઉભી કરવામા આવશે.
ખેતીબેન્કના ચેરમેન ડોલર કોટેચાએ જણાવ્યું કે, 70 મી સાધારણ સભા ચાર વર્ષ બાદ બોલાવવામાં આવી હતી. ખેતી બેન્કમાં સૌપ્રથમવાર 20 ટકા ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સારી એવી ભેટ પણ આપવામાં આવી છે. ખેડૂતોને અપાતી વિવિધ યોજનાઓમાં વધારો કરાયો છે. વન ટાઈમ સેટલમેન્ટ ખૂબ મોટી રાહત સભાસદો ખેડૂતોને આપવામાં આવી છે. નિયમિત ખાતેદાર જે લોન લેતા હોય તેમને 2 ટકાનું રિબેટ પણ જાહેર કરાયુ છે. અત્યારે ખેતીબેન્કના 3 લાખ સભાસદો અને બેન્ક સાથે જોડાયેલા 5 લાખ ખેડૂતો છે.
અમિત શાહના કો. ઓપરેટિવ બેંકને બેન્કિંગ સેકટર સાથે જોડવાના નિવેદન અંગે જણાવ્યું કે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ અમને બેન્કનો દરજ્જો તો આપ્યો છે પણ વાસ્તવમાં સંપૂર્ણ બેન્કિંગ કામગીરી નથી કરી શકતી એટલા માટે કે લાયસન્સ નથી. અમે લાયસન્સની દિશામાં પણ આગળ વધી રહ્યા છીએ. ખેતી બેન્ક દ્વારા સભાસદો માટે ખાસ યોજના અમલમાં મુકશે. સભાસદોને ઘરે 10 વર્ષથી નીચેની દીકરી હશે તો તેની જાણ સભાસદ બેન્કને લેખિતમાં કરશે તો 250 રૂપિયાનું ખાતું પોસ્ટમાં ખોલાવી આપવામાં આવશે.