વર્ષ 2022 ની 10મી વાઇબ્રન્ટ સમિતિ માટે સરકાર તૈયાર થઈ ચૂકી છે અને આ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ને સફળ બનાવવા ગુજરાત સરકારે કવાયત શરૂ કરી છે. જેમાં આજે વાઈબ્રન્ટ ગુજરાતને લગતા MOU કરાયા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં MOU કરાયા છે.
Vibrant Gujarat : વર્ષ 2022 ની 10મી વાઇબ્રન્ટ સમિતિ (Gujarat Vibrant Summit) માટે સરકાર તૈયાર થઈ ચૂકી છે અને આ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ને સફળ બનાવવા ગુજરાત સરકારે કવાયત શરૂ કરી છે. જેમાં આજે વાઈબ્રન્ટ ગુજરાતને લગતા MOU કરાયા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) હાજરીમાં MOU કરાયા છે. તો બીજી તરફ આ સપ્તાહથી જ વાઈબ્રન્ટ ગુજરાતનાં રોડ શો શરૂ થશે. દિલ્હી (Delhi) અને મુંબઈમાં (Mumbai) થનારા રોડ શોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાગ લેશે તેમજ મંત્રીઓ અને અધિકારીઓના વિવિધ ડેલિગેશન 26 નવેમ્બરથી અલગ અલગ દેશોના પ્રવાસે જશે.
આ ડેલિગેશનમાં જાણીતા ઉદ્યોગકારો અને બ્યુરો ક્રેટ્સ પણ હશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સિનિયર ઉપપ્રમુખ પથિક પટવારી તથા પ્રમુખ હેમંત શાહ પણ આ ડેલિગેશન માં જોડાવાના છે. આ અંગે વાતચીત કરતા પથીક પટવારી જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ સમિટ પહેલા વિવિધ દેશોમાં પહોંચશે ગુજરાતનું ડેલિગેશન.
જ્યાં યુએસ, નેધરલેન્ડ ફ્રાન્સ અને જર્મની અને રશિયા અને UAE નો સમાવેશ કરવામાં આવશે. એકક્લુઝિવ વાતચીત કરતા તેમને વધુ માં જણાવ્યું કે આગામી સમય માં મુખ્યમંત્રી પોતે UAE જશે અને લગભગ 30 થી 35 જેટલા ઉદ્યોગકારો નું આ ડેલિગેશન બનશે.કુલ 7 જેટલા ડેલિગેશન માં ગુજરાત ના મંત્રી અધિકારી અને ઉદ્યોગકાર ની ટીમ લીડ કરશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 માં 15 દેશ એ વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લીધો હતો જ્યારે આ વર્ષે 25 દેશ આ સમિટ માં ભાગ લે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે..
9 મી જાન્યુઆરી એ પ્રિ સમિટ ની તૈયારીઓ માટે ટીમ બનાવાઈ
ત્રણ દિવસ ગાંધીનગરમાં યોજાનાર આ વાઇબ્રન્ટ સમિટ ની તારીખ લગભગ 11થી 13 જાન્યુઆરી સુધી હશે. પરંતુ એ પહેલા 9મી જાન્યુઆરી એ ગુજરાત સરકાર દ્વારા પ્રિ વાયબ્રન્ટ સમીટ યોજાશે. જેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.આ સમિટની થીમ startup હશે એટલે કે startup summit યોજાશે. નવમી જાન્યુઆરી એ પણ startup કંપનીઓ સમિટમાં જોડાય તેવા પ્રયત્નો થઇ રહ્યા છે અને તેની માટે ની પણ ટીમ બનાવી દેવામાં આવી છે. આ સિવાય આ વર્ષે વાઇબ્રન્ટ સમિટ નિતીન આત્મનિર્ભર ગુજરાત થી આત્મનિર્ભર ભારત કોન્સેપ્ટ ઉપર હશે