Home /News /ahmedabad /

Ahemdabad: અમદાવાદના સોલામાં મંદિરના આંગણે પ્રેમ સખી ભજન સંધ્યાનું આયોજન

Ahemdabad: અમદાવાદના સોલામાં મંદિરના આંગણે પ્રેમ સખી ભજન સંધ્યાનું આયોજન

અલગ

અલગ અલગ ધામોથી અન્ય સંતો – મહંતો રહેશે ઉપસ્થિત

સ્વામિનારાયણને (Swaminarayan) રાજી કરવા સોલા, સતાધાર સ્વામિનારાયણ મંદિરના આંગણે પ્રેમ સખી ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગને શોભાવવા પ્રાત: સ્મરણીય સંતો પધારશે

    અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad) આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણને (Swaminarayan) રાજી કરવા સોલા, સતાધાર સ્વામિનારાયણ મંદિરના આંગણે પ્રેમ સખી ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગને શોભાવવા પ્રાત: સ્મરણીય સંતો પધારશે. આ પ્રેમ સખી ભજન સંધ્યાના (Prem Sakhi Bhajan Sandhya) પ્રેરણા મૂર્તિ પ. પૂ. સદગુરૂવર્ય શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા તેમના શિષ્ય પ. પૂ. ગવૈયા શાસ્ત્રી શ્રી વંદનપ્રકાશદાસજી સ્વામીના મુખેથી ભજનોની અમૃત સરવાણી વહેવડાવી વાતવરણને દિવ્ય ભક્તિમય બનાવશે.

    અલગ અલગ ધામોથી અન્ય સંતો – મહંતો રહેશે ઉપસ્થિત

    આ સાથે અલગ અલગ ધામોથી અન્ય સંતો – મહંતો (Saints-Mahanto) ઉપસ્થિત રહેશે. જેમાં પ. પૂ. સદગુરૂ શ્રી સત્સંગજીવનદાસજી સ્વામી (વસ્તડી), પ. પૂ. સદગુરૂ શાસ્ત્રી શ્રી નારાયણસ્વરૂપદાસજી સ્વામી (ધાંગધ્રા), પ. પૂ. સદગુરૂ શાસ્ત્રી શ્રી સત્યપ્રકાશદાસજી સ્વામી (હૈદરાબાદ), પ. પૂ. સદગુરૂ શાસ્ત્રી શ્રી સત્યસંકલ્પદાસજી સ્વામી (શ્રીજીધામ), પ. પૂ. સદગુરૂ શ્રી શ્રીજીચરણદાસજી સ્વામી (ધાંગધ્રા), પ. પૂ. શાસ્ત્રી શ્રી જગતપ્રકાશદાસજી સ્વામી (મોરબી), પ. પૂ. શાસ્ત્રી શ્રી પૂર્ણપ્રકાશદાસજી સ્વામી (ઘુંટુ મોરબી), પ. પૂ. શ્રી વિશ્વપ્રકાશદાસજી સ્વામી (વિરમગામ) ઉપસ્થિત રહી ભક્તિમય વાતાવરણની શોભા વધારશે. તથા આ પ્રેમ સખી ભજન સંધ્યાના આયોજનની સંપૂર્ણ દોરવણી (Leading) પ. પૂ. સદગુરૂ શ્રી ચૈતન્યપ્રિયદાસજી સ્વામી દ્વારા કરવામાં આવશે.

    ડોક્ટરો અને રાજકારણીઓ પણ રહેશે ઉપસ્થિત

    આ ઉપરાંત પધારનાર અન્ય મહેમાનોમાં (Guests) ઓલ ઈન્ડિયા ટ્રોમા સેન્ટરના હેડ ડો. સંજય શાહ, ડો. શ્રી મનીષ ખેતાન, ડો. શ્રી પ્રિતેશ પટેલ, ડો. શ્રી વરુણ પટેલ, જે. જે. રાણા સાહેબ (PI), કોર્પોરેટર જતીનભાઈ પટેલ અને સમીરભાઈ તથા અન્ય રાજકીય (Political) મહાનુભાવો તેમજ વિશાળ સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ તા. 29/05/22 ને રવિવારે સાંજે 6 વાગ્યાથી શરૂ થશે. જેમાં સ્વામીનારાયણ મહામંત્ર જપયજ્ઞ (Japayagna) અને પ્રેમ સખી ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે.

    આ પ્રેમ સખી ભજન સંધ્યામાં હજારો હરિભક્તો (Haribhaktas) ભજનોનો લાભ લેશે. તથા દરેક હરિભક્તો માટે મહાપ્રસાદનું (Mahaprasad) આયોજન પણ કરવામાં આવેલ છે.
    First published:

    Tags: Ahmedabad news, Gujarati news

    આગામી સમાચાર