Home /News /ahmedabad /અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઇ પ્રાથમિક રિપોર્ટમાં વચ્ચેના 45 મિટરના ગાળાને ઉતારી લેવાની ભલામણ!

અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઇ પ્રાથમિક રિપોર્ટમાં વચ્ચેના 45 મિટરના ગાળાને ઉતારી લેવાની ભલામણ!

હાટકેશ્વર બ્રિજ મામલે ગુણવતા કરતા હલકી ગુણવતાના કોક્રિટ ઉપયોગ થયો હોવાનો રીપોર્ટ આવ્યો છે.

હાટકેશ્વર બ્રિજના વચ્ચેનો ભાગ ઉતારી લેવાની ભલામણ કરાઇ છે. અત્યાર સુધીમાં એએમસી દ્વારા કરાયેલ અલગ-અલગ સંસ્થામાં રીપોર્ટના આધારે આ બ્રિજ ક્રોકિટ ગુણવતા પર સવાલ ઉઠ્યા છે.

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ પર ગાબડા પડવાના મામલે વધુ એક ઘટસ્ફોટ થયો છે. એએમસી દ્વારા કરાયેલા અલગ-અલગ એજન્સીઓ રીપોર્ટમાં બ્રિજ વચ્ચેનો ભાગ ઉતારી લેવાની ભલામણ કરાઇ છે. હાટકેશ્વર બ્રિજ એટલે છત્રપતિ શિવાજી બ્રિજ ઉતારી લેવા ભલામણો કરવામાં આવી છે. એએસમી રાજ્ય સરકારના આખરી આદેશની રાહ જોઇ રહી છે.

હાટકેશ્વર બ્રિજના વચ્ચેનો ભાગ ઉતારી લેવાની ભલામણ કરાઇ છે. અત્યાર સુધીમાં એએમસી દ્વારા કરાયેલ અલગ-અલગ સંસ્થામાં રીપોર્ટના આધારે આ બ્રિજ ક્રોકિટ ગુણવતા પર સવાલ ઉઠ્યા છે. ગુણવતા કરતા હલકી ગુણવતાના કોક્રિટ ઉપયોગ થયો હોવાનો રીપોર્ટ આવ્યો છે. જેના આધારે એએમસી બ્રિજના વચ્ચેનો ભાગ ઉતારી લેવા હિલચાલ શરૂ કરી છે. પરંતુ હજૂ અન્ય એક સરકાર માન્ય રુડકી એજન્સી તરફથી રિપોર્ટ રાહ જોવાઇ રહી છે. રૂડકીના રિપોર્ટર બાદ આખરી નિર્ણય લેવાશે કે બ્રિજનો એક ભાગ ઉતારવો કે પછી આંખો બ્રિજ ઉતારી લેવો. રૂડકીના રીપોર્ટ પર હવે રાજ્ય સરકારનું રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ નિર્ણય કરશે.



હાલ પ્રથામિક રિપોર્ટના આધારે બ્રિજ વચ્ચે 45 મીટરના બન્ને વચ્ચેના ગાળા ઉતારી લેવા ભલામણ કરાઇ છે. આ સાથે ત્યા 45 મીટરના તૈયાર સ્ટીલ ગર્ડર (ઈન્કમટેક્ષ બ્રીજની માફક) કરી શકાય અથવા તૈયાર કોંક્રીટ ગર્ડર થઈ શકે તેવી ભલામણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ખતરામાં, ટીમ ઇન્ડિયાનું ગણિત બગાડવાના મૂડમાં ઓસ્ટ્રેલિયા

હાટકેશ્વરમાં હાલના જ વર્ષોમાં બનેલા બ્રિજની હાલત જોઈને લોકોમાં ભારે ડર પેસી ગયો છે, આ બ્રિજની જે હાલત થઈ છે તેના કારણે તેની નીચેથી પસાર થનારા અને બ્રિજની નીચે વેપાર ધંધો કરનારામાં ડર પેસી ગયો છે. આ અંગે ન્યૂઝ 18માં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ તેના પડઘાં છેક ગાંધીનગરમાં પડ્યા છે. બ્રિજને બનાવવામાં કરાયેલી બેદરકારીના અહેવાલ બાદ ગાંધીનગરથી બ્રિજના રિપોર્ટ્સ સહિતની વિગતો મંગાવવામાં આવી છે.

હાટકેશ્વરમાં બનેલા છત્રિપતિ શિવાજી મહારાજ બ્રિજની નબળી ગુણવત્તા અંગે સવાલ ઉભા થયા બાદ તે અંગે અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતી પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલની અસગ ગાંધીનગરમાં થઈ છે. અહેવાલ પ્રસારિત થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેની ગંભીરતાથી નોંધ લીધી છે.
Published by:Rakesh Parmar
First published:

Tags: Ahmedabad Muncipal corporation, Ahmedabad news, AMC News