Home /News /ahmedabad /અમદાવાદમાં સોના-ચાંદીના પ્રિ-બુકિંગ માટે જ્વેલરી શો-રૂમમાં લોકોની પડાપડી, ભાવવધારાની શક્યતાને લઈને ભીડ ઉમટી
અમદાવાદમાં સોના-ચાંદીના પ્રિ-બુકિંગ માટે જ્વેલરી શો-રૂમમાં લોકોની પડાપડી, ભાવવધારાની શક્યતાને લઈને ભીડ ઉમટી
ફાઇલ તસવીર
એકબાજુ દિવાળી નજીક આવી રહી છે ત્યારે ધનતેરસ અને પુષ્ય નક્ષત્રમાં લોકો મોટેભાગે સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે. તો આ વખતે માર્કેટમાં સોના-ચાંદીના પ્રિ-બુકિંગ કરાવવાનો ક્રેઝ ચાલી રહ્યો છે. તેને લઈને જ્વેલરી શોરૂમમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી છે.
અમદાવાદઃ એકબાજુ દિવાળી નજીક આવી રહી છે અને લોકો ખરીદી માટે બજારોમાં ઉમટી પડ્યાં છે. ધનતેરસ અને પુષ્ય નક્ષત્રમાં લોકો મોટેભાગે સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે. તો આ વખતે માર્કેટમાં કંઈક અલગ જ ક્રેઝ ચાલી રહ્યો છે. આ વખતે લોકોએ સોના-ચાંદીના પ્રિ-બુકિંગ કરાવવાનું ચાલુ કર્યું છે.
ભાવવધારાની શક્યતાને લઈને ભીડ
અમદાવાદમાં લોકોએ 25થી 30 ટકા સોનાનું પ્રિ-બુકિંગ કરાવી લીધું છે. તો ચાંદીમાં પણ 40 ટકાનું પ્રિ-બુકિંગ નોંધાયું છે. ધનતેરસ અને પુષ્ય નક્ષત્રમાં આંતરારાષ્ટ્રીય સ્તરે સોના-ચાંદીના ભાવમાં વધારો થવાની શક્યતાને ધ્યાને લઈને લોકોએ પ્રિ-બુકિંગ કરાવવાનું શરૂ કરી દીધું છે.
અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના સેક્રેટરી નિશાંત ધોળકિયાના જણાવ્યા પ્રમાણે, દશેરાના દિવસે ગુજરાતમાં 400 કિલો સોનાનું વેચાણ થયું હતું. જ્યારે ધનતેરસ અને પુષ્ય નક્ષત્ર સમયે લગભગ 900 કિલો સોનું વેચાય તેવો અંદાજ છે. આ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે જે પ્રકારે સોનાના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. તેની અસર ભારતને પણ થશે અને આ જ કારણે સોનું મોંઘુ થવાની શક્યતા છે.
શો-રૂમમાં આકર્ષક ઓફર
અમદાવાદના દરેક શો-રૂમમાં મોટી સંખ્યામાં લોકો સોના-ચાંદીની ખરીદી માટે ઉમટી પડ્યા છે. તો શો-રૂમવાળા અને જ્વેલર્સ પણ લોકો સુવિધા સહિત આકર્ષક ઓફરો આપી રહ્યા છે. ત્યારે ધનતેરસ અને પુષ્ય નક્ષત્રના દિવસે ભાવવધારો થતો હોવાથી લોકોએ પહેલેથી જ સોના-ચાંદીનું બુકિંગ કરાવી દીધું છે.
શું છે ડિજિટલ ગોલ્ડ?
ડિજિટલ સોનું ઓનલાઇન ખરીદી શકાય છે અને ગ્રાહક વતી વેચનાર ઇન્શ્યોર્ડ તિજોરીમાં સંગ્રહિત થાય છે. તમારે બસ ઇન્ટરનેટ, મોબાઇલ બેંકિગની જરૂર પડે છે અને તમે ગમે ત્યારે ડિજિટલ રૂપે સોનામાં રોકાણ કરી શકો છે. જેમાં કોઈ ઓછામાં ઓછી ખરીદ સીમા નથી, તેથી તમે ઓછામાં ઓછા 100 રૂપિયા પણ રોકી શકો છો.
જાણો, ક્યાંથી ખરીદવું ડિજિટલ ગોલ્ડ?
તમે ઘણા મોબાઇલ ઇ-વોલેટ જેમ કે પેટીએમ, ગૂગલ પે અને ફોન પેથી ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી શકો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અને મોતીલાલ ઓસવાલ જેવા બ્રોકરોની પાસે પણ ડિજિટલ ગોલ્ડના રોકાણનો વિકલ્પ છે.
આ કંપનીઓ આપે છે ડિજિટલ ગોલ્ડ
વર્તમાનમાં ભારતમાં ડિજિટલ ગોલ્ડ ઉપલબ્ધ કરનારી ત્રણ કંપનીઓ છે- ઓગ્મોન્ટ ગોલ્ડ લિમિટેડ, એમએમટીસી-પીએએમપી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સુરક્ષિત બ્રાન્ડની સાથે રાજ્ય દ્વારા સંચાલિત એમએમટીસી લિમિટેડ અને સ્વિસ ફર્મ એમકેએસ પીએએમપી અને ડિજિટલ ગોલ્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સંયુક્ત સેફગોલ્ડ બ્રાન્ડ છે.