દેશમાં દીકરીઓ સુરક્ષિત નથી ત્યારે PM વિદેશ પ્રવાસે નીકળ્યા છે: તોગડિયાના મોદી પર પ્રહાર
News18 Gujarati
Updated: April 16, 2018, 12:53 PM IST
News18 Gujarati
Updated: April 16, 2018, 12:53 PM IST
વીએચપીમાંથી હકાલપટ્ટી બાદ સોમવારે તોગડિયાએ મીડિયા સાથે વાતચીત કરતા મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાજ્ય તેમજ દેશમાં બાળકીઓ પર થયેલી બળાત્કારની ઘટનાની આકરી નિંદા કરી હતી. મોદી પર પ્રહાર કરતા તોગડિયાએ કહ્યું હતું કે દેશમાં દીકરીઓ સુરક્ષિત નથી ત્યારે મોદી વિદેશ પ્રવાસે નીકળ્યા છે.
તોગડિયાએ શું કહ્યું?
તોગડિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સંસદમાં રામ મંદિર અને ગૌ હત્યા મુદ્દે કાયદો બને તેવો મારો સંકલ્પ છે. સૈનિકો અને ખેડૂતોની આત્મહત્યા પર તોગડિયાએ કહ્યું હતું કે દેશની સરહદ પર સૈનિકો સુરક્ષિત નથી. દેશના ખેડૂતો ખેતરમાં આત્મહત્યા કરી રહ્યા છે. સરકાર એવી વ્યવસ્થા ઉભી કરે જેનાથી દેશમાં બહેન-દીકરીઓ પર અત્યાચાર ન થાય. સૈનિકો તેમજ ખેડૂતો સુરક્ષિત રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે. સંસદમાં કાયદો બનાવવા માટે લાખો લોકોએ પોતાના પરસેવાની કમાણી આપી છે.
ઉપવાસ અંગે શું કહ્યું?આરએસએસના નેતાઓ સાથે મુલાકાત અંગે તોગડિયાએ કહ્યું હતું કે આજે સંઘના બે પ્રાંત અધિકારીઓ મારી સાથે મુલાકાત કરવા માટે આવ્યા હતા. હું સંઘના જ વિચારોથી સંઘર્ષ કરવા નીકળ્યો હતો. એના કહેવાથી જ મેં ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ છોડી દીધી હતી. મારા વિચાર અને વચનનું પાલન ન થતા હું ઉપવાસ કરવા જઈ રહ્યો છું.
સંઘના નેતાઓએ કરી તોગડિયા સાથે બેઠક
વીએચપીની ચૂંટણીમાં હાર મળ્યા બાદ નારાજ ચાલી રહેલા પ્રવીણ તોગડીયાને મનાવવા માટે મુલાકાતનો દૌર શરૂ થયો છે. આ સંદર્ભે આજે આરએસએસના નેતાઓએ પ્રવીણ તોગડિયાની મુલાકાત લીધી હતી. આરએસએસના નેતાઓ અને તોગડિયા વચ્ચે આશરે એક કલાક સુધી મુલાકાત ચાલી હતી. બેઠક બાદ સંઘના વરિષ્ઠ નેતા હરેશ ઠક્કરે કહ્યું હતું કે આ ફક્ત શુભેચ્છા મુલાકાત હતી. સંઘ પણ તોગડિયાના ઉપવાસ કરવાની વાત સાથે સહમત છે. તોગડિયા સાથે મુલાકાત કરનાર લોકોમાં પ્રાંત પ્રચારક ચિંતનભાઇ ઉપાધ્યાય, યશવંત ચૌધરી સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.
રાજીનામાનો દૌર
વીએચપીમાંથી પ્રવીણ તોગડિયાની હકાલપટ્ટી બાદ દેશભરમાંથી વીએચપીના કાર્યકરો અને હોદેદારો રાજીનામાં આપી રહ્યા છે. સોમવારે આ મુદ્દે વીએચપીના કેન્દ્રીય મંત્રી મહાવીરજીએ રાજીનામું આપી દીધું હતું. મહાવીરજી છેલ્લા 40 વર્ષથી વીએચપીના પ્રચારક હતા. તેમણે વીએચપીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.