Home /News /ahmedabad /Pramukh Swami Shatabdi Mahotsav: જાણો સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવતા લોકો કેવી રીતે પ્રમુખ સ્વામીનગર પહોંચી શકશે
Pramukh Swami Shatabdi Mahotsav: જાણો સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવતા લોકો કેવી રીતે પ્રમુખ સ્વામીનગર પહોંચી શકશે
બહારગામથી આવતા લોકો કેવી રીતે ‘પ્રમુખ સ્વામીનગર’ પહોંચશો, જાણો અહીં
Pramukh Swami Shatabdi Mahotsav: અમદાવાદમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્યારે સમગ્ર ગુજરાતમાંથી આવતા હરિભક્તો કેવી રીતે ‘પ્રમુખ સ્વામીનગર’ પહોંચી શકશે. આવો જોઈએ...
અમદાવાદઃ 14મી ડિસેમ્બર 2022થી 15મી જાન્યુઆરી 2023 સુધી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્યારે સમગ્ર ગુજરાતમાંથી આવતા હરિભક્તો પ્રમુખ સ્વામીનગર કેવી રીતે પહોંચશે. તે વિશે માહિતી મેળવીએ...
વડોદરાથી અમદાવાદ આવતા લોકો આ રૂટનો ઉપયોગ કરી શકશે
મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લોકો કેવી રીતે પહોંચશે?
સૌથી પહેલાં વાત કરીએ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લોકો વિશે. તો વડોદરા, સુરત, આણંદ અને નડિયાદ તરફથી આવતા લોકો સીધા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેથી સરદાર પટેલ રિંગ રોડથી ઓગણજ સર્કલ તરફ જઈ શકશે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો, રાજકોટ તરફથી આવતા લોકોએ ચોટીલા, લીંબડી થઈને સનાથલ સર્કલથી ડાબી બાજુએ સરદાર પટેલ રિંગ રોડ પર વળીને શાંતિપુરા સર્કલ, શીલજ સર્કલ થઈને સીધેસીધા પ્રમુખ સ્વામી નગર સુધી પહોંચી શકાશે.
મહેસાણા તરફથી આવતા લોકો અમદાવાદ આ રૂટથી આવી શકે તો સરળતા રહે.
ઉત્તર ગુજરાત તરફથી આવતા લોકો કેવી રીતે પહોંચશે?
મહેસાણા તરફથી આવતા લોકોની વાત કરીએ તો, અમદાવાદ-પાલનપુર હાઇવે પરથી બાલિયાસણ, નંદાસણ, છત્રાલ થઈનો બોરીસણા રોડ પર આગળ વધવાનું રહેશે. ત્યાંથી ખાત્રજ-કાલોલ રોડ પર આગળ વધતા ગોકુળપુરા થઈને લપકામણ થઈને ઓગણજ સર્કલ રિંગ રોડ પર આવવાનું રહેશે. ત્યાંથી થોડા જ અંતરે પ્રમુખ સ્વામી નગર આવેલું છે.
ટ્રેનથી અમદાવાદ આવતા મુસાફરો કાલુપુર રેલવે સ્ટેશન અથવા મણિનગર રેલવે સ્ટેશન ઉતરી શકશે. ત્યાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત AMTS બસમાં બેસીને ઓગણજ સર્કલ પહોંચી શકાશે. ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સ પર પ્રમુખ સ્વામી નગર જઈ શકાશે.
બસમાં આવતા લોકો કેવી રીતે પહોંચશે?
બસમાં આવતા લોકો અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ એટલે કે ગીતામંદિર ઉતરશે અને ત્યાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસ સેવાનો લાભ લઈને ઓગણજ સર્કલ પહોંચી શકશે. ત્યાંથી ચાલીને પ્રમુખ સ્વામી નગર જઈ શકાશે.
એક મહિના સુધી મહોત્સવ ચાલશે
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ 14મી ડિસેમ્બર, 2022થી 15મી જાન્યુઆરી, 2023 સુધી ચાલુ રહેશે. સતત એક મહિના સુધી અહીં વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. ત્યારે તેમાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના છે. સામાન્ય દિવસોમાં બપોરે 2 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી મહોત્સવની મુલાકાત લઈ શકાશે અને રવિવારના દિવસે સવારે 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી મહોત્સવની મુલાકાત લઈ શકાશે.