Home /News /ahmedabad /PSM: શતાબ્દી મહોત્સવમાં 'તૂટે હૃદય તૂટે ઘર': એકસાથે 1800 લોકો જોઇ શકે છે આ શો
PSM: શતાબ્દી મહોત્સવમાં 'તૂટે હૃદય તૂટે ઘર': એકસાથે 1800 લોકો જોઇ શકે છે આ શો
Pramukh Swami Mahotsav: 'તૂટે હૃદય તૂટે ધર શો' 1800 લોકો એક સાથે આ શો જોઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. 20 મિનિટ્સનો શો છે. સવારે આઠથી રાતે નવ વાગ્યા સુધીમાં 30 જેટલા શો ચાલે છે.
Pramukh Swami Mahotsav: 'તૂટે હૃદય તૂટે ધર શો' 1800 લોકો એક સાથે આ શો જોઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. 20 મિનિટ્સનો શો છે. સવારે આઠથી રાતે નવ વાગ્યા સુધીમાં 30 જેટલા શો ચાલે છે.
અમદાવાદ: શહેરના આંગણે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે અને અનેક લોકો શતાબ્દી મહોત્સવની મુલાકાત લઈ રહ્યા છે. મહોત્સવમાં સામાજિક સંદેશા માટે અલગ અલગ પ્રદર્શન અને શો રાખવામાં આવ્યા છે. જેના દ્વારા પારિવારિક મતભેદ દૂર થાય અને દરેક પરિવારજનો વચ્ચે પ્રેમ વધે તેવું સામાજિક સંદેશો આપતો શો તૂટે હૃદય તૂટે ઘર તૈયાર કરવામાં આવ્યો છે. જે ખૂબ હીટ જોવા મળી રહ્યો છે. તૂટે હૃદય તૂટે ઘર શો શતાબ્દી મહોત્સવમાં હીટ જોવા મળી રહ્યો છે.
આમ તો અહીં પ્રદર્શન માટે તૈયાર કરવામાં આવેલા દરેક શો નિહાળનારા લોકો માટે પ્રેરણા આપે તેવા જ છે. તેમાં તૂટે હૃદય તૂટે ઘર લોકોના દિલને સ્પર્શી રહ્યો છે. આ શો વિશે વાત કરવામાં આવે તો, તૂટે હૃદય તૂટે ધર શો 1800 લોકો એક સાથે આ શો જોઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. 20 મિનિટ્સનો શો છે. સવારે આઠથી રાતે નવ વાગ્યા સુધીમાં 30 જેટલા શો ચાલે છે. શોનો મુખ્ય હેતુ પરિવારમાં સંપ રહે તેવો છે. બાપાએ પરિવારમાં સંપ સુરતભાવ અને એકતા રહે તેના માટે ઘરસભા કરવાની આજ્ઞા કરી છે.
હાલના સમયમાં દરેક વ્યક્તિ મોબાઈલ પાછળ એટલો પરોવાઈ ગયો છે કે, તે ઘર અને પરિવારથી દૂર થઇ રહ્યો છે. આજના યુગમાં લોકોએ સહનશીલતા ગુમાવી છે અને મોબાઈલના લીધે બાળકો પરિવાર સાથે જોડાયેલા રહેતા નથી. નાની નાની વાત પણ કકળાટ ક્યારેક મોટું સ્વરૂપ લઈ લે છે. અને પરિણામે પરિવાર વિખેરાઈ જાય છે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આ તૂટતા પરિવારનો ઉપાય એટલે તૂટે હૃદય તૂટે ઘર શો. આ શો સુપરહિટ જઈ રહ્યો છે.
શો નિહાળીને આવનારા લોકો જણાવે છે કે, આજની પેઢીને કૌટુંબની એકતા અને બાળકોનું પરિવારજનો સાથે ફેમિલી એટેચમેટ કઇ રીતે જાળવી રાખવું તે શો દ્વારા બતાવવામાં આવ્યુ છે. શો તો હૃદય સ્પર્શી છે જ પણ તેનું નામ તૂટે હૃદય તૂટે ઘર પણ હૃદય સ્પર્શી છે. શોનું નામ વાંચીને જ લોકો આ શો જોવાનું ચૂકતા નથી.
પ્રમુખ સ્વામી મહારાજે એટલે જ ઘર સભા કરવાની આજ્ઞા કરી હતી. જેથી પરિવાર સાથે બેસીને ઘરસભા કરે અને સાથે બેસીને પરિવારના નાના મોટા પ્રશ્નોનો નિકાલ કરે બાળકોને માતા પિતાની અને દાદા દાદીની સેવા કરવાની સલાહ અને સૂચનો આપવામાં આપે.
આ સંસ્કાર બાળકોને બાળપણથી જ આપવામાં આવે તેવું આચરણ બાળકો મોટા થઈને કરે. યુવાન દીકરો વડીલોનું માન અને તેમની કાળજી કેવી રીતે લેવી તેની શિખામણ બાળપણ માંથી જ અપાવી પડે. એટલે જ નગરમાં આ શો દ્વારા નવી પેઢીને એક શીખ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.