Home /News /ahmedabad /Pramukh Swami Maharaj Shatabdi Mahotsav નૈરોબીના વેપારી સહિત ઓસ્ટ્રેલિયાની આઇટી કંપનીમાં મેનેજર સેવા આપવા આવ્યાં

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav નૈરોબીના વેપારી સહિત ઓસ્ટ્રેલિયાની આઇટી કંપનીમાં મેનેજર સેવા આપવા આવ્યાં

બે હરિભક્તો વિદેશથી સેવા કરવા માટે આવ્યાં

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે અંદાજે 80 હજાર જેટલા સ્વયંસેવકો આ મહોત્સવમાં સેવા આપી રહ્યાં છે. જેમાંથી ઘણા વિદેશી ગુજરાતીઓ પણ સેવા આપવા માટે કામ-ધંધા છોડીને અહીં આવ્યા છે.

વધુ જુઓ ...
અમદાવાદઃ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે અંદાજે 80 હજાર જેટલા સ્વયંસેવકો આ મહોત્સવમાં સેવા આપી રહ્યાં છે. જેમાંથી ઘણા વિદેશી ગુજરાતીઓ પણ સેવા આપવા માટે કામ-ધંધા છોડીને અહીં આવ્યા છે. આવા જ એક, નૈરોબી કેન્યામાં વસતા એક ઇન્ટિરિયર બિઝનેસમેન અને ઓસ્ટ્રેલિયામાં આઇટી કંપનીમાં પ્રોગ્રામ મેનેજર તરીકે નોકરી કરતા સત્સંગી મહોત્સવમાં સેવા આપવા પહોંચ્યા છે.

આગામી 15 જાન્યુઆરી 2023 સુધી ઓગણજમાં ‘પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામીએ આ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યુ હતુ. જેમાં દેશના ખૂણેખૂણેથી હરિભક્તો સેવા આપવા માટે આવ્યા છે.

આ પણ વાંચોઃ જાણો ગુજરાતમાંથી આવતા લોકો કેવી રીતે પ્રમુખ સ્વામીનગર પહોંચી શકશે

નૈરોબીના વેપારી સેવા કરવા આવ્યાં


નૈરોબીના કેન્યામાં રહેતા નિમેશ વાઢિયા કે જે ઇન્ટિરિયર કિચનનો બિઝનેસ કરે છે. તેમનો આખો પરિવાર યુકેમાં છે. તેઓ હાલ અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી મહોત્સવમાં સેવા આપવા માટે આવ્યા છે. તેઓ અહીં પ્રેસ-મીડિયા સેલમાં સ્વયંસેવકની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમનો જન્મ નૈરોબીમાં થયો છે અને આખો પરિવાર યુકેમાં રહે છે. તેઓ વર્ષોથી બીએપીએસ સંસ્થા સાથે જોડાયેલા છે. તેમને શતાબ્દી મહોત્સવની જાણ થતા 35 દિવસ સેવા કરવા માટે આવ્યા છે.

આ પણ વાંચોઃ  પ્રમુખ સ્વામીનગરમાં 65 વર્ષે સેવા આપતા સ્વયંસેવક

ઓસ્ટ્રેલિયાથી આઇટી મેનેજર સેવા આપવા આવ્યાં


ઓસ્ટ્રેલિયાના સિડનીમાંથી પણ એક આઇટી કંપનીમાં કામ કરતા મેનેજર નિર્ગુણ બ્રહ્મભટ્ટ પણ નોકરીમાં રજા મૂકીને અમદાવાદ આવ્યા છે. તેઓ 15 વર્ષથી ત્યાં જ રહે છે અને કંપનીમાં વાર્ષિક રજા લઈ શકે તે એડજસ્ટ કરીને તેઓ ભારત આવ્યાં છે. તેઓ જણાવે છે કે, ‘હું મારા પરિવાર સાથે આવ્યો છું, પરંતુ હું એકલો જ સેવામાં જોડાયો છું. મારા બે નાના બાળકો હોવાથી પત્ની અહીં આવી શકે તેમ નથી. તે સત્સંગનો લાભ લેશે. પ્રમુખ સ્વામી મહારાજ આપણા માટે જીવી ગયા છે. તેમણે આખુંય જીવન સમાજ માટે સમર્પિત કરી દીધું છે. ત્યારે તેમનો ભાવ જોઈને હું અહીં સેવામાં જોડાયો છું.’
Published by:Vivek Chudasma
First published:

Tags: Ahmedabad news, BAPS, BAPS Article, BAPS Swaminarayan, BAPS Swaminarayan Sanstha, Pramukh Swami Maharaj, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો