Home /News /ahmedabad /PSM100: કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે વ્યવસ્થા, કોઈ ખોવાઈ જાય તો પણ ચિંતા નહીં, વોલિન્ટિયર્સ સેવામાં ઊભા જ હશે

PSM100: કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે વ્યવસ્થા, કોઈ ખોવાઈ જાય તો પણ ચિંતા નહીં, વોલિન્ટિયર્સ સેવામાં ઊભા જ હશે

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં વ્યવસ્થા

PSM100: અમદાવાદમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ત્યાં કોઈ મુલાકાતીને અગવડ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આવો જોઈએ તમામ માહિતી...

અમદાવાદઃ શહેરમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે 15મી જાન્યુઆરી સુધી અહીં લોકો મુલાકાત લઈ શકશે. ત્યારે ચોક્કસ એક પ્રશ્ન થાય કે, 600 એકરમાં ઊભા કરેલા નગરમાં ક્યાં જવું અને શરૂઆત ક્યાંથી કરવી. વળી, ક્યાંક કોઈ ભૂલું પડી જાય તો! બિલકુલ ચિંતા નહીં, કારણ કે આ માટે પ્રમુખ નગરમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

એક મહિના સુધી મહોત્સવ ચાલશે


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે લાખો લોકો આ મહોત્સવની મુલાકાત લેશે. અહીં મુલાકાતે આવનારા લોકોને કોઈ તકલીફ ના પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ નગરમાં ફરતા સમયે કોઈ પણ તકલીફ પડે તો પણ સંસ્થા દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ પ્રમુખ સ્વામીનગરમાં 65 વર્ષે સેવા આપતા સ્વયંસેવક, લંડનમાં ડેપ્યૂટી ચીફ એક્ઝિક્યુટિવ હતા

વોલિન્ટિયર્સ ખડેપગે સેવામાં હશે


નગરમાં પ્રવેશવાના દરેક દરવાજે ઇન્કવાયરી કાઉન્ટર મૂકવામાં આવ્યું છે. આ કાઉન્ટર પર 100 જેટલાં વોલિન્ટિયર્સ સેવા આપશે. આ ઉપરાંત 150 જેટલા વોલિન્ટિયર્સ ‘હું આપની શું મદદ કરી શકું?’નો બેલ્ટ પહેરીને ખડેપગે સેવામાં ઊભા હશે. જેથી નગરમાં આવતા મુલાકાતીઓ તેમને કોઈપણ તકલીફ હશે તો જણાવી શકશે.

વડીલો માટે આરામ કરવાની જગ્યા બનાવાઈ


આ ઉપરાંત મુલાકાત દરમિયાન કોઈ બાળક પરિવારથી વિખૂટું પડી જાય તો ઇન્કવાયરી કાઉન્ટર પર તેની જાણ કરવાની રહેશે. આ ઉપરાંત ત્યાં ટોય સેક્શન પણ બનાવાવમાં આવ્યું છે. જો કોઈ વડીલને આરામ કરવો હોય તો પણ ઇન્કવાયરી કાઉન્ટર પાસે આરામ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ PM  મોદી સહિત મહંત સ્વામીએ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યુ

ઇન્કવાયરી કાઉન્ટર પર તમામ માહિતી મળશે


ઈન્કવાયરી ડીપાર્ટમેન્ટની સેવા સંભાળી રહેલા જ્ઞાન વિજયદાસ સ્વામી આ અંગે જણાવે છે કે, ‘આ ઉપરાંત ઈન્કવાયરી કાઉન્ટર પર પ્રદર્શન કયા સ્થળે છે, કેટલા વાગે નિહાળી શકાશે તેની વિગતો આપવામાં આવશે. આ ઉપરાંત જો કોઈની ચીજવસ્તુ ખોવાઈ ગઈ અને તે જો કોઈ વિઝિટર દ્વારા ઈન્કવાયરી કાઉન્ટર પર પ્રોવાઈડ કરવામાં આવશે તો તે પણ ત્યાંથી મળી જશે. લોકોને અપીલ છે કે જે કોઈ વસ્તું કે છૂટું પડી ગયેલું વ્યક્તિ અમારા કાઉન્ટર સુધી પહોંચાડશો તો અમે મૂળ વ્યક્તિ સુધી તે પહોંચાડીશું.’
Published by:Vivek Chudasma
First published:

Tags: BAPS, BAPS Article, Baps pramukh swamis maharaj, BAPS Swaminarayan Sanstha, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav