Home /News /ahmedabad /અમદાવાદ: પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ બનશે મીનીકુંભ, 600 એકરમાં પથરાશે મહારાજનગર, જાણો વિશેષતાઓ

અમદાવાદ: પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ બનશે મીનીકુંભ, 600 એકરમાં પથરાશે મહારાજનગર, જાણો વિશેષતાઓ

પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહી છે.

પેટા - આગામી  15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી દરમિયાન દેશ વિદેશથી લાખોની જનમેદની ઉમટશે

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આગામી  15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી દરમિયાન પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહી છે. જેની તડામાર તૈયારીઓ  અમદાવાદના પશ્ચિમ છેડે એસ.પી. રિંગ રોડ પાસે ચાલી રહી છે. જે માટે 600 એકર જગ્યામાં પ્રમુખ સ્વામી મહારાજ  નગર બનાવવામાં આવી રહ્યું છે. એક મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં દેશવિદેશથી આવનારા લાખો હરિભક્તો જોડાશે. આ મહોત્સવ એક આંદોનલ બનશે ગુજરાતનો મીની કુંભ બનશે તેવું સ્વામીનારાયણના સંતોએ જણાવ્યું છે.
અમદાવાદના એસ.પી. રિંગ રોડ પાસે 600 એકરમાં બની રહેલ પ્રમુખ સ્વામી મહારાજનગર એ મીની કુંભ સમાન બની રહેશે. આ મહોત્સવમાં વિવિધ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ વિવિધ પ્રસ્તુતિઓથી વાતાવરણ ગુંજી ઉઠશે. સમાજના દરેક સ્તરમાંથી દેશ વિદેશના લાખો લોકો પ્રમુખ સ્વામી મહારાજને ભાવાંજલી આપશે.

પ્રમુખ સ્વામી મહારાજની 30 ફુટ ઉંચી પ્રતિમા


મહોત્સવ માટે કુલ 7 કલાત્મક સંસ્કૃતિક પ્રવેશદ્વાર બનાવવામાં આવશે.
મુખ્ય પ્રવેશદ્વાર 280 ફૂટ પહોળું અને 51 ફૂટ ઊંચું હશે
અન્ય પ્રવેશ દ્વાર 116 ફૂટ પહોળા અને 38 ફૂટ ઉંચા હશે
નગરમાં પ્રવેશતા જ પ્રમુખ સ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી પ્રતિમાના દર્શન થશે.

તડામાર તૈયારીઓ  અમદાવાદના પશ્ચિમ છેડે એસ.પી. રિંગ રોડ પાસે ચાલી રહી છે

દિલ્હિના અક્ષરધામ મંદિરની પ્રતિકૃતિ


નગરના મધ્યમા દિલ્હી અક્ષરધામ મંદિર જેવી 67 ફૂટ ઊંચી પ્રતિકૃતિ ઉભી કરાઇ
નગરના મધ્યમાર્ગમાં બંને બાજુ 5 પ્રદર્શન ખંડ જ્યાં અનોખી પ્રસ્તુતિઓ કરાશે
અભ્યાસ, નૃત્ય, સંગીત, ટેલેન્ટ શો, સફળ થવાની પ્રેરણા, આંતરિક શક્તિ વિકસે તેવા 2 મંચ રચવામાં આવ્યા.

તડામાર તૈયારીઓ  અમદાવાદના પશ્ચિમ છેડે એસ.પી. રિંગ રોડ પાસે ચાલી રહી છે

જાણો બાળકો માટે શું હશે આકર્ષણનું કેન્દ્ર


લાખો બાળકોપર નિ:સ્વાર્થ સ્નેહ વરસાવનારા પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવને લઈ  નગરમાં બાળકો માટે 17 એકરમાં વિશિષ્ટ બાલનગરી રચવામાં આવશે. જ્યાં બાળકો સંસ્કાર, શિક્ષણ, સેવા અને આરોગ્યની પ્રેરણા લઈ શકશે. બાળનગરની ત્રણ ખંડો દ્વારા બાળકો માતા પિતાના અનંત ઉપકાર અને સૌને આદર આપવાની પ્રેરણા મેળવશે. અહીં બાળકો માટે નૃત્ય અને સંગીતથી  ભરપુર પ્રેરક કાર્યક્રમો યોજાશે.  આ બાળનગરી બાળ સ્વયંસેવકો દ્વારા સંચાલિત હશે.

આ પણ વાંચો : પીએમ મોદી ગુજરાતની મુલાકાતે

મહિલાઓના ઉત્કર્ષ માટે આ છે વ્યવસ્થા


મહોત્સવ સ્થળે મહિલા ઉત્કર્ષની અનેક વિધ ગતિવિધિઓ માટે મહિલા ઉત્કર્ષ મંડપ રચવામાં આવ્યો છે. જ્યાં સતત એક મહિના સુધી મહિલા ઉત્કર્ષના ભાતિગળ કાર્યક્રમો પરિષદો તેમજ રજુઆતો થશે. મહિલાઓ, યુવતીઓ, બાલિકાઓ દ્વારા રજુ થનારા આ કાર્યક્રમમાં દેશ વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

તડામાર તૈયારીઓ  અમદાવાદના પશ્ચિમ છેડે એસ.પી. રિંગ રોડ પાસે ચાલી રહી છે

લાઈટ એન્ડ સાઉન્ડ શો મહત્વનું આકર્ષણ


મહોત્સવ સ્થળે વિવિધ આકર્ષણમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો મુખ્ય આકર્ષણ બની રહેશે. 300 કરતા વધારે બાળકો યુવાનોની રંગારંગ પ્રસ્તુતિ દ્વારા અહીં પારિવારિક એકતા, સેવા અને પરોપકારનો સંદેશો પાઠવવામાં આવશે. આ ઉપરાંત વેદીક યજ્ઞકુટીર, ભજન કુટીર, રક્તદાન યજ્ઞ વગેરે પણ અનોખો રંગ જમાવશે.

આ પણ વાંચો: ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર મોહમ્મદ માંકડનું નિધન

ગ્લો ગાર્ડન અને લેન્ડ સ્કેપનો અદભૂત નજારો


3 એકર લેન્ડસ્કેપમાં નર્સરી તૈયાર કરાઈ જ્યાં અસમ, મહારાષ્ટ્ર અને ગુજરાતના ખૂણે ખૂણે થી ફૂલ છોડ મંગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અક્ષરધામ મંદિરની ચારેતરફ સુશોભિત એક અનુપમ થીમેટિક પાર્ક દરેકની આંખોને રંગબેરંગી રચનાઓથી ઠારશે. જ્યોતિ ઉદ્યાન કે જ્યાં દિવસ કરતા રાત વધુ સોહામણી લાગશે.
" isDesktop="true" id="1279520" >

મહત્વનું છે કે છેલ્લા એક વર્ષથી આ મહોત્સવને લઈને તૈયારીઓ ચાલી રહી હતી. આ મહોત્સવમાં 1100થી વધુ સુશિક્ષિત સંતો, 70 હજાર સ્વયંસેવકો રાત દિવસ સેવા આપશે. આ મહોત્સવ માટે 45 જેટલા વિભાગ દ્વારા આ મહોત્સવને સફળ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, પ્રમુખ સ્વામી

विज्ञापन
विज्ञापन