Home /News /ahmedabad /ગુજરાતનું ગૌરવ: પ્રજ્ઞા મોહને 36મી નેશનલ ગેમ્સમાં મહિલા ટ્રાયથલોનમાં જીત્યો ગોલ્ડ મેડલ

ગુજરાતનું ગૌરવ: પ્રજ્ઞા મોહને 36મી નેશનલ ગેમ્સમાં મહિલા ટ્રાયથલોનમાં જીત્યો ગોલ્ડ મેડલ

પ્રજ્ઞા મોહને મહિલા ટ્રાયથલોનમાં જીત્યો ગોલ્ડ મેડલ

36th National Game: નેશનલ લેવલે ગોલ્ડ જીતવામાં ગુજરાતનું ગૌરવ વધી રહ્યું છે, નેશનલ ગેમ્સમાં ગુજરાતને વધુ એક મેડલ મળ્યો. ગુજરાતની પ્રજ્ઞા મોહને મહિલા ટ્રાયથલોનમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું.

36th National Game: એક તરફ ગુજરાતનાં યુવાનોને રમતગમત ક્ષેત્રે ગુજરાત અને દેશનું ગૌરવ વધારે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વધુને વધુ યુવાઓ નેશનલ ઇન્ટરનેશનલ ગેમ્સમાં ભાગ લે તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ નેશનલ લેવલે ગોલ્ડ જીતીને ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે. આ પ્રથાને યથાવત રાખતા નેશનલ ગેમ્સમાં ગુજરાતને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો છે. ગુજરાતની પ્રજ્ઞા મોહને ગુજરાતને ગોલ્ડ મેડલ આપાવ્યો છે.

ગુજરાતની પ્રજ્ઞા મોહને વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો


નેશનલ ગેમ્સમાં ગુજરાતને વધુ એક મેડલ મળતા ગુજરાત માટે ખુબ જ આનંદની વાત છે. મહિલા ટ્રાયથલોનમાં પ્રજ્ઞા મોહને ગોલ્ડ મેડલ જીત્યો છે.
ગુજરાતની પ્રજ્ઞા મોહને ગુજરાતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ ઉમેર્યો છે. આ સાથે જ 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતી ખેલાડીએ જીત્યો મેડલ જીત્યો છે. ગુજરાત માટે હવે ખેલાડીયો ખુબ મહેનત કરી રહ્યા છે. ગુજરાત દિન-પ્રતિદિન ખુબ આગળ આવી રહ્યું છે. ખેલાડીઓ હવે ખેલનું મહત્વ પણ સમજવા લાગ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત અને દેશનું ગૌરવ વધારનાર નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેળવનાર ખેલાડીઓ આંદોલનના માર્ગે

2010માં ગુજરાતના ખેલ જગતમાં આવી ક્રાંતિ


2010 આ એવું વર્ષ છે જેણે ગુજરાતના ઈતિહાસમાં પોતાનું અસ્તિત્વ કાયમ માટે અંકિત કરી નાખ્યું. આ એ જ વર્ષ છે, જ્યારે હાલના દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં પ્રથમ વખત કોઈ રાજ્યકક્ષાના રમતોત્સવની શરૂઆત કરાવી હતી. રાજ્યના ખેલાડીઓની આંતરિક સુષુપ્ત શક્તિ ખીલે તેમજ છેક ગ્રામીણ સ્તરેથી પણ પ્રતિભાશાળી ખેલાડીઓ વિવિધ રમતોમાં ભાગ લેતા થાય તેવા શુભ આશયથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ-2010માં ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. સપનાના આ બીજ આજે વિશાળ વટવૃક્ષ તરીકે આકાર પામી રહ્યા છે.


રાજ્યના ખેલાડીની પ્રતિભા વધવા લાગી છે


રમતગમત ક્ષેત્રે પારદર્શક, અસરકારક, સમાવેશી તથા દરેકને સમાન તકો મળે તેમ પ્રોત્સાહક સ્પોર્ટ્સ ઇકો સીસ્ટમ સ્થાપવા પર ગુજરાત રાજ્યની રમતગમત નીતિ ભાર આપી રહી છે. જેના દ્વારા એકંદરે રાજ્યના માનવ પ્રદર્શન સૂચકઆંકને ખૂબ જ પ્રોત્સાહન મળે છે. વિકાસ અને શાંતિ માટે રમતગમત એવા ટકાઉ વિકાસના લક્ષ્યાંક (2030) દ્વારા વૈશ્વિક ધ્યેયને સિદ્ધ કરવામાં રાજ્ય પણ પોતાનું અનોખું યોગદાન આપવામા સફ્ળતા મેળવશે.
First published:

Tags: Game, Gold Medal, National Games 2022

विज्ञापन