Home /News /ahmedabad /Power Corridor: ભુપેન્દ્ર સરકારનો 100 દિવસનો પ્લાન, અધિકારીઓની બદલી અને IPS ફાસાયા હનીટ્રેપમાં

Power Corridor: ભુપેન્દ્ર સરકારનો 100 દિવસનો પ્લાન, અધિકારીઓની બદલી અને IPS ફાસાયા હનીટ્રેપમાં

હની ટ્રેપમાં ફસાયેલા IPSનો મુદ્દો

IAS અને IPS લોબીમા ભાગ્યે જ કોઇ અધિકારીઓ એવા હશે જે એક બીજાના શુભેચ્છક હશે. બાકી બંન્ને લોબીમાં અધિકારીઓ વચ્ચે તીવ્ર ગળાકાપ સ્પર્ધા જોવા મળતી હોય છે. આથી જ, બન્ને લોબીને સ્પર્શતા કોઇ મુદ્દા ખરેખર ચગ્યા છે કે, પછી તેને ખોટી હવા આપવામાં આવી રહી છે, તે નક્કી કરવું ખૂબ મુશ્કેલ થઇ જાય છે.

વધુ જુઓ ...
હજુ ત્રણ મહિના નહી આવે બદલીઓ…

ગુજરાત વિધાનસભામાં જીત બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારે ફરી એક વખત શપથ લઇ લીધા છે. સરકાર બનતા જ પ્રથમ 100 દિવસનો પ્લાન બનાવીને કામે લાગી જવાની સૂચના CM દ્વારા આપી દેવામાં આવીછે. સ્વાભાવિક રીતે જ્યારે પણ નવી સરકાર આવે ત્યારબાદ તરત IAS, IPS અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાતો હોય છે.

સરકાર પોતાની જરુરિયાત, અધિકારીની છબી અને ક્ષમતા અનુસાર બદલીઓ કરતી જોવા મળે છે.આ સાથે જ, અધિકારીઓ પણ એ અનુસાર પોત પોતાનુ લોબિંગ કરતા જોવા મળે છે. પરંતુ, ભૂપેન્દ્ર સરકાર સત્તાના સુકાન સંભાળીને તુરંત જ કોઇ બદલીઓ કરવાના મુડમાં જોવા મળી નથી. સુત્રોના જણાવ્યા અનુસાર, આગામી બજેટ સત્ર પૂરુ થયા સુધી કોઈ પણ IAS કે APS અધિકારીઓની બદલી કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો: CM એક્શન મોડમાં, મંત્રીઓને 100 દિવસની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવા આદેશ

આ સાથે જ, બજેટ સત્ર પૂરુ થયા પછી પણ તુરંત કોઇ બદલી થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા નથી. જણાવી દઈએ કે, સરકાર દ્વારા આગામી સમયમાં જરૂરિયાત અનુસાર બદલીઓ કરવામાં આવશે, પરંતુ એકસાથે બહુ મોટો બદલાવ થવાની શક્યતાઓ જણાતી નથી. આ સાથે જ, સુત્રોની માહિતીના આધારે સચિવાલય આગામી જાન્યુઆરી માસના અંત સુધીમાં તમામ મંત્રીઓના PA-PSની નિમણૂકો કરવામાં આવી શકે છે.
CS-DGPનુ એક્સટેન્શન પૂરુ થવાને એક મહિનો બાકી… હવે આગળ શું

આગામી 31 જાન્યુઆરીએ ચીફ સેક્રેટેરી પંકજ કુમાર અને DGP અશોક ભાટીયા બંન્નેને અપાયેલું 8 મહિનાનું એકસ્ટેન્શન પૂરુ થઇ રહ્યું છે. ત્યારે , હવે તેઓને વધુ એક એકસ્ટેન્શન મળી શકે કે કેમ, કે પછી તેમના સ્થાને નવા કોઇ ઓફિસર આવશે, તે મુદ્દે IAS, IPS લોબીમાં ચર્ચાનું મોજુ જોવા મળી રહ્યું છે. પરંતુ, સૂત્રો આધારે મળતી માહિતી પ્રમાણે રાજ્યનું ટોચનું નેતૃત્વ CS કે DGP બે માંથી કોઇને પણ હવે વધુ એક એક્સટેન્શન આપવાની તરફેણમાં જોવા મળતું નથી. એટલે જો હવે કેન્દ્રીય નેતૃત્વ ઇચ્છશે તો જ આ બન્ને સિનિયર મોસ્ટ અધિકારીઓને એક્સટેન્શન મળશે, બાકી બે માંથી કોઈને પણ એક્સટેન્શન મળવાની સંભાવના નથી.

આ પણ વાંચો: આઝાદી બાદ આ છે કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન, વિપક્ષનાં પણ ફાંફા

CS પંકજકુમાર હાલ, તેઓ એક્સટેન્શન માટે પ્રયત્નો કરી પણ રહ્યા છે અને આગામી G-20 સમિટને લઇને તેઓ એક્સટેન્શન મેળવશે તેમ ચર્ચાઇ રહ્યું છે. પરંતુ , DGP આશિષ ભાટીયાના અનુગામીઓના નામ ચર્ચાવાના શરુ થઇ ચૂક્યા છે. જણાવી દઈએ કે, અતુલ કરવાલ, વિવેક શ્રીવાસ્તવ, વિકાસ સહાય, અનિલ પ્રથમ અને અજય તોમર જેવા નામો આગામી DGP તરીકે જોવાઇ રહ્યા છે. જોકે, આશિષ ભાટીયા બાદ સિનિયોરિટી અનુસાર સંજય શ્રીવાસ્તવ સૌથી આગળ છે. પરંતુ , તેમની પાસે કાર્યકાળ ઓછો હોવાથી તેમનુ નામ ચર્ચામાં નથી.
વિપક્ષના નેતાનો મુગટ પહેરવા મોઢવાડીયાએ કેમ કર્યો ઇન્કાર?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગેસ 17 બેઠકોમાં સમેટાઇ ગઈ છે, છતાંય તેમના ધારાસભ્યો વચ્ચે વિપક્ષના નેતા બનવાની હરીફાઇ ઓછી થઈ રહી નથી. હાલ અર્જુન મોઢવાડીયા, સી.જે.ચાવડા , શૈલેષ પરમાર , અનંત પટેલ જેવા નામો વિપક્ષના નેતા તરીકે ચર્ચામાં છે. પણ આ બધા વચ્ચે મોઢવાડીયાએ સામે ચાલીને વિપક્ષના નેતા તરીકેનો મુગટ પહેરવા ઇન્કાર કરી દીધો છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે, મોઢવાડીયાની ના પાછળનું કારણ એ છે કે, તેઓ જાહેર હિસાબ સમિતીના ચેરમેન બનવા માંગે છે. આથી જ, તેઓએ વિપક્ષના નેતા પદ માટે પીછેહઠ કરી છે. આમ જુઓ તો રાજ્ય સરકાર કોંગ્રેસના વિપક્ષના નેતાનો સ્વીકાર કરશે નહીં. એટલે જે પણ વિપક્ષ નો નેતા બનશે એને સરકારી પ્રોટોકોલ અનુસાર મળતા ગાડી, બંગલો, વિશેષ પગાર-ભથ્થું વગેરે મળશે નહીં.

આ પણ વાંચો: ચાર IPS અધિકારીના પગ કુંડાળામાં પડ્યાં, સ્વરૂપવાન યુવતીએ હનીટ્રેપમાં ફસાવ્યાની ચર્ચા

આથી, મોઢવાડીયા જો જાહેર હિસાબ સમિતીમાં રહે તો તમામ વિભાગોની ચોટલી આડકતરી રીતે પોતાના હાથમાં રાખી શકશે. જ્યારે વિપક્ષના નેતાને ભાગ્યે ગૃહમાં પક્ષ વતી પ્રથમ બોલવાનું તેમજ પાર્ટીના બાકીના 16 ધારાસભ્યોનું નેતૃત્વ કરવા સિવાયનું કંઇ હાથમાં આવશે નહીં.
હની ટ્રેપમાં ફસાયેલા IPSનો મુદ્દો ખરેખર ચગ્યો કે ચગાવવામા આવી રહ્યો છે?

IAS અને IPS લોબીમા ભાગ્યે જ કોઇ અધિકારીઓ એવા હશે જે એક બીજાના શુભેચ્છક હશે. બાકી બંન્ને લોબીમાં અધિકારીઓ વચ્ચે તીવ્ર ગળાકાપ સ્પર્ધા જોવા મળતી હોય છે. આથી જ, બન્ને લોબીને સ્પર્શતા કોઇ મુદ્દા ખરેખર ચગ્યા છે કે, પછી તેને ખોટી હવા આપવામાં આવી રહી છે, તે નક્કી કરવું ખૂબ મુશ્કેલ થઇ જાય છે.

હાલમાં જ કરાઇ એકેડમીમાં ઘોડેસવારી શીખવા આવેલી ઇન્દોરની માનુનીની મોહજાળમાં 6 જેટલા IPS ફસાયા હોવાનો મુદ્દો છેલ્લા એક અઠવાડિયાથી ચર્ચાની એરણે છે. પોલીસ બેડામાં એક વોટ્સએપ મેસેજ હજારો વખત ફોરવર્ડ થયેલો બતાવે છે. એ વોટ્સએપ ચેટમાં ઓફિસરોની ઓળખાણ થઇ જાય એ પ્રકારે તેમની પર્સનાલિટીનુ વર્ણન કરવામા આવ્યું છે. જે ઓફિસરો પર ક્યાંકને ક્યાંક અંગુલી નિર્દેશ થયો છે, તેઓ ડીફેન્સિવ મોડમાં આવી ગયા છે.

જણાવી દઈએ કે, તેમાંના કેટલાક કહી રહ્યા છે કે, કોઈ તેમની ઇમેજને જાણી જોઇને બગાડવા માટેના સુનિયોજિત પ્રયાસો થઇ રહ્યા છે. આમા જે નામો ફરતા થયા છે, તેની ક્રેડિબિલીટી વિશે ચોક્કસ પ્રશ્નાર્થ છે. જો કે પોલીસ વિભાગે ગુપ્તરાહે તપાસ કરી છે અને આ પ્રકરણમાં ક શું ઠોસ નથી મળ્યું તેવી ચર્ચા પણ હવે થવા લાગી છે, એટલે માનુની પ્રકરણમાં હાલ તો ઠંડુ પાણી રેડાઇ ગયું હોય તેવું જાણવા મળી રહ્યું છે.
First published:

Tags: Bhupendra Patel, Gandhinagar News, Honey trap, Power Corridor

विज्ञापन