ઓડિસા પર મોદીની નજર, રોડ શો પછી કાર્યકારિણી બેઠકમાં પહોચ્યા

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 15, 2017, 6:17 PM IST
ઓડિસા પર મોદીની નજર, રોડ શો પછી કાર્યકારિણી બેઠકમાં પહોચ્યા
પીએમ નરેન્દ્ર મોદી આજે બપોર બાદ ભુવનેશ્વર પહોંચ્યા છે.પીએમ મોદીએ ભુવનેશ્વરમાં રોડ શો યોજ્યો હતો અને રોડ શો બાદ પીએમ મોદી રાજભવન પહોંચ્યા છે.ભાજપની મહિલા મોર્ચાના કાર્યકર્તાઓથી મુલાકાત કરશે.ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં હાજરી આપશે. યૂપી-ઉત્તરાખંડ જીત્યા પછી હવે ભાજપની ઓડિસા પર નજર છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 15, 2017, 6:17 PM IST
પીએમ નરેન્દ્ર મોદી આજે બપોર બાદ ભુવનેશ્વર પહોંચ્યા છે.પીએમ મોદીએ ભુવનેશ્વરમાં રોડ શો યોજ્યો હતો અને રોડ શો બાદ પીએમ મોદી રાજભવન પહોંચ્યા છે.ભાજપની મહિલા મોર્ચાના કાર્યકર્તાઓથી મુલાકાત કરશે.ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં હાજરી આપશે. યૂપી-ઉત્તરાખંડ જીત્યા પછી હવે ભાજપની ઓડિસા પર નજર છે.

bjp karya karini bjp

બીજેપીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠકમાં ભાગ લેવા માટે શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિસા પહોચ્યા છે. રોડ શો દરમિયાન રોડની બંને બાજુ પ્રસંશકો અને ભાજપ કાર્યકરોની ભીડ જામી હતી. ભુવનેશ્વર પહોચતા બીજેપીના મોટા નેતાઓએ પીએમનું સ્વાગત કર્યું હતું. પીએમનો કાફલો નીકળ્યો ત્યારે કાળા રંગની એસયુવીમાંથી મોદીએ લોકોનું અભિવાદન કર્યું હતું. બેઠકમાં 13 રાજ્યના મુખ્યમંત્રી,કેબિનેટ મંત્રી અને વરિષ્ટ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત 300થી વધુ નેતાઓ સામેલ થયાનું મનાય છે.
હવો ઓડિસા જીતવા કવાયત

આ પહેલા શુક્રવારે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ ભુવનેશ્વર પહોચ્યા હતા. તેમનું સ્વાગત 74 કમળના ફુલોથી કરાયું હતું.મનાય છે કે બીજેપીની નજર ઓડિસામાં 2019ની થનારી વિધાનસભા ચુંટણી પર છે એટલે જ કાર્યકારીણી બેઠક માટે ભુવનેશ્વરની પસંદગી કરાઇ છે.
First published: April 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर