"આપ"ધારાસભ્ય વેદ પ્રકાશ ભાજપમાં જોડાયા, કહ્યુ-35 એમએલએ કેજરીવાલથી છે નારાજ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
દિલ્હીમાં આગામી એમસીડી ચુંટણીના ઠીક પહેલા આમ આદમી પાર્ટી(આપ)ને એક મોટો ફટકો પડ્યો છે. આપના બવાનાના ધારાસભ્ય વેદ પ્રકાસ સોમવારે બીજેપીમાં જોડાયા છે.બીજેપીમાં જોડાયા બાદ વેદ પ્રકાશે એક મોટો ખુલાસો કરતા કહ્યુ કે આપના 35 ધારાસભ્ય કેજરીવાલથી અસંતૃષ્ટ છે અને જલ્દી કોઇ મોટો નિર્ણય કરી શકે છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
દિલ્હીમાં આગામી એમસીડી ચુંટણીના ઠીક પહેલા આમ આદમી પાર્ટી(આપ)ને એક મોટો ફટકો પડ્યો છે. આપના બવાનાના ધારાસભ્ય વેદ પ્રકાસ સોમવારે બીજેપીમાં જોડાયા છે.બીજેપીમાં જોડાયા બાદ વેદ પ્રકાશે એક મોટો ખુલાસો કરતા કહ્યુ કે આપના 35 ધારાસભ્ય કેજરીવાલથી અસંતૃષ્ટ છે અને જલ્દી કોઇ મોટો નિર્ણય કરી શકે છે. વેદ પ્રકાશે છોડ્યો આપનો સાથ આપમાંથી રાજીનામું ધરી બીજેપીમાં જોડાયેલા વેદ પ્રકાશે આરોપ લગાવ્યો કે દિલ્હીમાં દરેક જગ્યાએ ભ્રષ્ચ્રાચાર ચાલે છે. આપ સરકારમાં લોકતંત્ર રહ્યુ નથી અને સીએમ અરવિંદ કેજરીવાલે 2015માં વિધાનસભા ચુંટણી જીતવા પહેલા જે વાયદા કર્યા તે પુરા કર્યા નથી. તેમણે આરોપ લગાવ્યો કે કેજરીવાલને કેટલાક લોકોએ ઘેરેલા છે અને ફક્ત તેમની સલાહ માનેછે. કેજરીવાલની જિંદગીમાં માત્ર એક લક્ષ્ય રહી ગયુ છે પીએમ મોદી અને ઉપ રાજ્યપાલને કેવી રીતે બદનામ કરવા. દિલ્હીનો દરેક વ્યક્તિ ઠગાયો હોય તેવું મહેસુસ કરી રહ્યો છે. વેદ પ્રકાશે બીજેપી જોઇન કરતા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે હું કામ કરવા માગુ છે જેથી પોતે ચહેરો દરેક મતદારોને બતાવી શકે. હું બીજેપીમાં કોઇ પદ નહી લવું અને પીએમ મોદીની નીતિથી જોડાઇ કામ કરીશ અને ચાહુછુ કે પીએમ મોદીના આર્શીવાદ મળતા રહેશે.    
First published: March 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर