આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને દર મહિને 300 યુનિટ મફત વીજળીની ગેરંટી આપી છે. આ પછી અરવિંદ કેજરીવાલે યુવાનોને રોજગારની ગેરંટી આપી છે.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી (Gujarat Assembly Elections) નજીક આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષોએ તૈયારીઓ કરી લીધી છે. રાજકીય પક્ષો મતદારો સુધી પહોંચવા માટે કોઈને કોઈ કાર્યક્રમ કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી (Gujarat AAP) પણ વિધાનસભા ચૂંટણી મેદાને ઉતર્યું છે. અને આમ આદમી પાર્ટીનું મિશન 2022ને લઈ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી (Delhi) ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejrival) વારંવાર ગુજરાતના પ્રવાશે આવી રહ્યા છે અને તેઓ એક પછી એક ગેરેન્ટી આપી રહ્યા છે ત્યારે ફરી આવતીકાલે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાશે આવશે. અને ટાઉનહોલ કાર્યક્રમ કરશે જ્યાં તેઓ વધુ એક ગેરેન્ટી આપશે.
આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 10 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે. અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની જનતાને વધુ એક ગેરંટી આપશે. અમદાવાદમાં ટાઉનહોલ કાર્યક્રમ દરમિયાન અરવિંદ કેજરીવાલ ગેરંટી આપશે. આ ટાઉન હોલ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ ગુજરાતના 2.5 કરોડ લોકોને લાભ આપવાની ગેરંટી જાહેર કરશે.
અરવિંદ કેજરીવાલ 10 ઓગસ્ટે બપોરે 2 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે ત્યાર બાદ બપોરે 3 વાગ્યે અરવિંદ કેજરીવાલ વૈષ્ણોદેવી સર્કલ પાસે સ્થિત શક્તિ કન્વેન્શન સેન્ટર હોલમાં ટાઉન હોલ કાર્યક્રમમાં ગેરંટી જાહેર કરશે. આ ટાઉનહોલ કાર્યક્રમ પછી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરશે. 2022ની ચૂંટણીને લઈ રણનીતિ તૈયાર કરશે ત્યારબાદ તેઓ રાત્રે 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને દર મહિને 300 યુનિટ મફત વીજળીની ગેરંટી આપી છે. આ પછી અરવિંદ કેજરીવાલે યુવાનોને રોજગારની ગેરંટી આપી છે. ત્યારબાદ વેપારીઓને વાયદાઓ આપીને મહત્ત્વની ઘોષણા જાહેર કરી હતી. અને હવે અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતાને વધુ એક મહત્વની ગેરંટી આપશે.