LIVE NOW

ત્રણ રાજ્યોની જીત બદલ રુપાણીએ કહ્યું - વર્ષો પછી કોંગ્રેસના ઘરે પારણું બંધાયું

અન્ય રાજ્યોમાં પણ પેપર ફોડવાની ગેંગ સક્રીય - વિજય રુપાણી

gujarati.news18.com | December 16, 2018, 8:45 PM IST
facebook Twitter Linkedin
Last Updated December 16, 2018
auto-refresh

Highlights

7:42 pm (IST)
Load More
અમદાવાદ:  ન્યૂઝ18 ગુજરાતીની પહેલ ‘રાઇઝિંગ ગુજરાત-2018’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ઘણા મહાનુભાવો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓને લઇને (વન ટૂ વન) ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું હતું કે ગુજરાતનો વિકાસ વાઇબ્રન્ટના કારણે થયો છે. આપણે ડાયમંડમાં અને ફાર્મામાં નંબર વન છીએ. લોકો ભૂકંપ પછી કહેતા હતા કે કચ્છ ખતમ થઈ જશે પણ આજે કચ્છનો વિકાસ જોરદાર છે. બહુચરાજી, સાણંદની કાયાકલ્પ થઈ છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ગ્રામ પંચાયતથી લઈને લોકસભાની ચૂંટણીને ગંભીરતાથી લેશે. ગત વખતે અમારી સીટો ભલે ઓછી આવી પણ મતની ટકાવારી વધી છે. જનતાએ ભાજપ પર વિશ્વાસ મુક્યો છે.

કોળી સમાજના ભારતના પ્રમુખ છે. કુંવરજી જમીન સાથે જોડાયેલ છે. કુંવરજી ભાઈ કોંગ્રેસમાં રહીને કામ ન કરી શકતા હોવાથી ભાજપમાં આવ્યા છે. ભાજપ માસ પાર્ટી છે કોંગ્રેસની જેમ પરિવારની પાર્ટી નથી.

ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની જીત બદલ વિજય રુપાણીએ કહ્યું હતું કે કોઈને ત્યાં ઘણા વર્ષ પછી પુત્રનો જન્મ થાય ત્યારે તેમને આનંદ થાય છે.

ભાજપના 20 ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે તેવા સવાલના જવાબમાં વિજય રુપાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ જુઠ ફેલાવે છે. અમારો નાનો કાર્યકર્તા પણ કોંગ્રેસના સંપર્કમાં ન હોય, તે કોંગ્રેસનું પગથિયું ચડે નહીં.

પેપર લીક વિશે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ કહ્યું હતું કે અન્ય રાજ્યોમાં પણ પેપર ફોડવાની ગેંગ સક્રીય છે. પેપર ફોડવા પાછળ આંતરરાષ્ટ્રીય ગેંગ સક્રીય છે. આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કરવામાં આવશે. પ્રામાણિક વિદ્યાર્થીઓને નુકસાન ન થાય તે માટે પેપર રદ કરવાનો નિર્ણય કર્યો હતો.

કાર્યક્રમમાં સૌ પ્રથમ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ખેડાના ભાજપના સાંસદ દેવુ સિંહ ચૌહાણ મંચ પર આવ્યા હતા.

બીજી પેનલ ચર્ચામાં ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી હાજર રહ્યા હતા.

ગુજરાત ભાજપનાં પ્રમુખ જીતુ વાઘાણી અને શંકર ચૌધરીએ પણ પેનલમાંં ચર્ચા કરી હતી.