અમદાવાદ : લોકડાઉનમાં જો સૌથી વધુ તકલીફ થઈ રહી હોય તો તે પાન મસાલા અને સિગારેટના બંધાણીઓને થઈ રહી છે. પાન મસાલા મેળવવા માટે તેઓ નતનવી યુક્તિ પ્રયુક્તિ અપનાવી રહ્યા છે તેમ છતાં કેટલાક લોકો પોલીસ ના હાથે ઝડપાઈ જાય છે. તો બીજી તરફ કેટલાક વેપારી ઓ છે કે જે ગરજ નો લાભ ઉઠાવી ને બમણા ભાવ વસૂલી રહ્યા છે. ગઇકાલે જીવરાજ પાર્ક માં એક વ્યક્તિ પ્રોહિજન સ્ટોર ની આડ માં પણ મસાલા નું વેચાણ કરી રહ્યો હોવાની જાણ થતાં જ વેજલપુર પોલીસ એ ત્રણ આરોપી ઓને પકડી 1 લાખ 26 હાજર નો મુદ્દામાલ ઝડપી પાડયો છે.
પોલીસ કંટ્રોલ રૂમ માં એક જાગૃત નાગરિકે ફોન કરી ને જાણ કરી હતી કે તેમની સોસાયટી માં કોરોના પોઝિટિવ કેસ હોવા છતાં પાન મસાલા નું વેચાણ થઈ રહ્યું છે. જેથી પોલીસ એ મોરારજી પાર્ક નજીક આવેલ આશિષ પ્રોવિઝન સ્ટોર માં તપાસ કરી હતી.
જેમાં પોલીસ ને પાન મસાલા અને સિગારેટ નો 1 લાખ 26 હાજર નો મુદ્દામાલ મળી આવ્યો હતો. અનિલ પટેલ નામનો વ્યક્તિ પ્રોવિઝન સ્ટોર ની આગળ પાન મસાલા નું વેચાણ કરતો હતો. જોકે પોલીસે આ સાથે અન્ય બે વ્યક્તિ ઓને પણ ઝડપી લીધા છે. પોલીસ એ આરોપી ઓ વિરુદ્ધ માં જાહેરનામા નો ભંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઍક્ટ મુજબ કાર્યવાહી કરી છે.