Home /News /ahmedabad /

અમદાવાદ: આજથી રોંગ સાઇડમાં વાહન ચલાવનારોઓની ખેર નથી, પોલીસે શરૂ કરી ખાસ ડ્રાઇવ

અમદાવાદ: આજથી રોંગ સાઇડમાં વાહન ચલાવનારોઓની ખેર નથી, પોલીસે શરૂ કરી ખાસ ડ્રાઇવ

પોલીસની ખાસ ડ્રાઇવ (Shutterstock તસવીર)

Ahmedabad police drive: ટ્રાફિક પોલીસની આ ખાસ ડ્રાઇવર પાંચમી જૂનથી 11મી જૂન એટલે કે એક અઠવાડિયા સુધી આવશે. આ દરમિયાન રોંગ સાઇડમાં વાહન હંકારતા વાહન ચાલકોને પકડીને તેમને દંડ ફટકારવામાં આવશે.

    અમદાવાદ: શહેરમાં સતત વધી રહેલા અકસ્માતમાં એક તારણ સામે આવ્યું છે. વિવિધ બનાવ પરથી એ વાત માલુમ પડે છે કે રોંગ સાઇડ (Wrong side driving)માં વાહન હંકારવાને કારણે અનેક અકસ્માત થાય છે. બીજું કે આવા ગુનાઓ બન્યા બાદ પોલીસ જ્યારે અકસ્માત (Accidents) સર્જનારા વાહન ચાલકો સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે ત્યારે વાહનની નંબર પ્લેટ એચ.એસ.આર.પી. (HSRP) ન હોવાને કારણે તે લોકોની વિગતો મળતી નથી, અથવા આરોપીઓ સુધી પહોંચવામાં વાર લાગે છે. આને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસે (Ahmedabad traffic police) પાંચમી જૂનથી 11 જૂન સુધી રોંગ સાઇડમાં વાહન હંકારતા લોકો અને એચ.એસ.આર.પી. વગરના વાહનો સામે ખાસ ડ્રાઇવ શરૂ કરી છે.

    એક અઠવાડિયા સુધી ચાલશે ડ્રાઇવ


    ટ્રાફિક પોલીસની આ ખાસ ડ્રાઇવર પાંચમી જૂનથી 11મી જૂન એટલે કે એક અઠવાડિયા સુધી આવશે. આ દરમિયાન રોંગ સાઇડમાં વાહન હંકારતા વાહન ચાલકોને પકડીને તેમને દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત HSRP નંબર પ્લેટ વગરના વાહનોને પકડવામાં આવશે અને તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે. એક અઠવાડિયા સુધી આ બંને ગુનાઓના વધુમાં વધુ કેસ કરવાની સૂચના પોલીસને આપવામાં આવી છે.

    આ પણ વાંચો: કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાંથી બાળક ગુમ થતા હાહાકાર

    કેટલો દંડ વસૂલ કરાશે?


    જો કોઈ વાહન ચાલક HSRP નંબર પ્લેટ વગર પકડાશે તો તેની પાસેથી 1,000 રૂપિયાનો દંડ વસૂલ કરાશે. આ ઉપરાંત રોંગ સાઇડમાં વાહન ચલાવવા પર 1500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. કાર ચાલક અને મોટા વાહનોના કેસમાં દંડની રકમ 3000 રૂપિયા અને 5000 રૂપિયા હશે. એક અંદાજ પ્રમાણે અમદાવાદમાં મોટાભાગના અકસ્માતમાં એટલે કે દર બેમાંથી એક અકસ્માતમાં ચાલક રોંગ સાઇડમાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આ કેસમાં અકસ્માત સર્જનાર વાહનોમાં HSRP નંબર પ્લેટ પણ ન હોવાનું સામે આવ્યું છે.

    HSRP ન હોવાથી મુશ્કેલી


    HSRP નંબર પ્લેટ ન હોવાને કારણે તેમજ વાહન જૂનું હોવાથી અનેક વખત અકસ્માત સર્જનાર વાહન અને તેના ચાલકની વિગત શોધવી મુશ્કેલ બની જતી હોય છે. આથી હવે અકસ્માતોની સંખ્યા અને અકસ્માતને પગલે થતા મૃત્યુની સંખ્યા ઘટાડવા માટે અમદાવાદ પોલીસ કમિશનર તરફથી ખાસ ડ્રાઇવ યોજવાનો આદેશ કરાયો છે. જે પ્રમાણે દરેક પોલીસ સ્ટેશને તેમણે દિવસ દરમિયાન આ બંને કેસને લઈને શું કામગીરી કરી તેનો રિપોર્ટ દરરોજ મોકલવાનો રહેશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: અમદાવાદ, ટ્રાફિક પોલીસ, પોલીસ

    આગામી સમાચાર