Home /News /ahmedabad /સુરત : પોલીસે બુટલેગરના ઘરે રેડ પાડી પણ દારૂનો જથ્થો શોધતા પરસેવો પડી ગયો, જુઓ કેવી જગ્યાએ છુપાવ્યો હતો દારૂ
સુરત : પોલીસે બુટલેગરના ઘરે રેડ પાડી પણ દારૂનો જથ્થો શોધતા પરસેવો પડી ગયો, જુઓ કેવી જગ્યાએ છુપાવ્યો હતો દારૂ
સુરત દારૂનો જથ્થો ઝડપાયો
સુરત પોલીસ (Surat Police) ના જણાવ્યા અનુસાર, અલગ અલગ કંપની બનાવટની વિદેશી દારૂ (liquor) ની વ્હીસ્કી, વોડકા, કુલ્લે કિ. રૂ. 2,49, 390 ની માત્તાના મુદ્દામાલ કબ્જે કર્યો છે
સુરત : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Assembly elections in Gujarat) માં તમામ રાજકીય પાર્ટીઓ પોતાનું ગ્રાઉન્ડ તૈયારી કરી રહ્યા છે ત્યારે ગુજરાત પોલિસ પણ અત્યારથી કામે લાગી છે, ગુજરાતના બોર્ડર પરથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો સાથે સુરત પોલીસ પણ સ્થાનિક લેવલે કામે લાગી છે. સુરતના ઉધના રોડ નં .૯ , મોરારજી વસાહત રામદેવનગર ખાતે આવેલ ઘર નં. ૭૩૯મા દારૂનો મોટો જથ્થો પકડી પાડવમાં સફળતા મળી છે.
સુરત શહેર પીસીબીના પીઆઇ સંજય ભાટિયાની ટીમને બાતમી મળતા, તેના આધારે રેડ કરાઈ હતી અને ઘરમાં તપાસ કર્યા બાદ સૌ પ્રથમ કઇ જ મળ્યું ન હતું, જેથી થોડા સમય માટે પોલીસને એક બાજુ ગરમી પરસેવો પડ્યો પરંતુ આખરે ઝીણવટ ભરી તપાસ કરતા બુટલેગરનું રાજ સામે આવ્યું હતું અને ફ્લોરમાં બનાવેલ ભોયરામાં તપાસ કરતા મોટી માત્રામાં છુપાવી રાખેલ દારૂ જથ્થો મળી આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, અલગ અલગ કંપની બનાવટની વિદેશી દારૂની વ્હીસ્કી / વોડકા / કુલ્લે કિ.રૂ .૨,૪૯,૩૯૦ / - ની માત્તાના મુદ્દામાલ કબ્જે કર્યો છે અને લીસ્ટેડ બુટલેગર આબીદ શા સલીમ શાની ધરપકડ કરી છે. પોલીસે જમાવ્યું કે, બુટલેગરે મકાનના રસોડાના ભાગે ફ્લોરમા બનાવેલ ભોયરામા દારૂ છુપાવી રાખેલ હતો, હાલ તો પોલીસ અન્ય સહ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત પોલીસ દ્વારા શહેરમાં ચાલતા દુષણોને દૂર કરવા માટે ડ્રગ્સ માફિયા તેમજ દારૂનો વ્યાપાર કરનાર તેમજ અન્ય ગાંજો સાથે સંકળાયેલ સપ્લાયરો એમ એક પછી એકનો પર્દાફાશ કરીને સુરત પોલીસ પોતાની છબી સુધારી રહી છે. હાલમાં પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.