Home /News /ahmedabad /Ahmedabad: વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી, પોલીસ કર્મચારી નીકળ્યો માસ્ટર માઈન્ડ

Ahmedabad: વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી, પોલીસ કર્મચારી નીકળ્યો માસ્ટર માઈન્ડ

આરોપીએ વિદેશ અભ્યાસ કરવા જતા લોકોને ટાર્ગેટ કરવાનુ શરુ કર્યુ હતું.

જોકે આ કેસમાં ન માત્ર એક પરંતુ સંખ્યાબદ્ધ લોકો છેતરાયા હોવાનુ પોલીસ માની રહી છે. ત્યારે પકડાયેલ આરોપી વીરેન્દ્રકુમાર વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આ રીતે છેતરપિંડીના 2 ગુના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ચુક્યા છે

અમદાવાદ: વિદેશમાં અભ્યાસ (Study abroad) કરતા વિદ્યાર્થીઓની ઓનલાઈન ભરવામાં આવતી ફી વિદેશી ક્રેડીટકાર્ડની મદદથી ડેટા હેક કરી છેતરપિંડી (Study abroad Fraud) કેસમાં સસ્પેન્ડ પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમે (Cyber Crime) ગુનો નોંધી અગાઉ 3 આરોપીની ધરપકડ કરી ચુક્યા છે. ચાર લોકોની આ ગેંગ એ અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ સાયબર ક્રાઈમની ગિરફતમાં આવેલ આરોપીનું નામ વિરેન્દ્ર કુમાર પ્રજાપતિ છે. આરોપી વિરેન્દ્રકુમાર પોલીસ કોન્સ્ટેબલ તરીકે કે. કંપની હેડક્વાર્ટરમાં ફરજા બજવતો હતો પરંતુ પોલીસ ડ્યુટીની આડમાં છેતરપિંડી કરવાનનું શરૂ કરતાં એક પછી એક ગુના નોંધાયા હતા. જે બાદ વર્ષ 2021 માં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. જોકે અગાઉ પકડાયેલ આરોપી અશરફ ગુલામ, રવિ ઉર્ફે રવિન્દ્ર વાણી અને ચિરાગ ભટ્ટ અને પોલીસકર્મી વિરેન્દ્રકુમાર દ્વારા છેતરપિેંડી માટે એક નવી જ મોડસ ઓપરેન્ડી શોધી લીધી હતી. જેમાં ભોગ બનનારને પણ લાંબા સમય બાદ જાણ થતી હતી કે તે તેઓ છેતરાઈ ગયા છે.

આરોપીએ વિદેશ અભ્યાસ કરવા જતા લોકોને ટાર્ગેટ કરવાનુ શરુ કર્યુ હતું. જેમાં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરવા માટે વિદેશ જતા વિદ્યાર્થીઓની ઓનલાઈન ફી વિદેશી ક્રેડીટકાર્ડ દ્વારા કરવામાં આવતી હતી. જે રકમ પોતાની પાસે ફી રાખતા હતા. જે બાદ ક્રેડીટ કાર્ડનો ડેટા હેક કરેલ ડેટા થકી ફીના પૈસા ડોલરમાં ભરતા પરતું પછી ઓનલાઇન ફી ડિકલાઈન થયા બાદ પૈસા પરત ન કરતા હતા. પકડાયેલ આરોપીઓ ઈન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઇન unicc રશિયન વેબસાઈટ દ્વારા ક્રેડિટ કાર્ડનો ડેટા બીટકોઈન દ્વારા મેળવી લઈ વિદેશમાં અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીની યુનિવર્સિટી ખાતે ભરવાની થતી ફી આ હેક કરેલ ક્રેડિટ કાર્ડના ડેટા આધારે યુનિવર્સિટીની પેમેન્ટ લિંક દ્વારા પાઉન્ડ-ડોલરમાં ફી ભરાવડાવી અહિયાથી ભારતીય નાણાં મેળવી લઈ આ યુનિવર્સિટી ખાતે ફી ડિકલાઈન થતા નાણાં પરત નહિ આપી છેતરપીંડી આચરતા હતા.

આ પણ વાંચો- પોલીસ ચોકી બાદ હવે AMCની મુખ્ય ઓફિસમાંથી દારુની બોટલ મળી

જોકે અગાઉ પકડાયેલ આરોપી ચિરાગ વિઝાનુ કામ કરે છે. અને તેની પાસે સંખ્યાબદ્ધ આવા વિદ્યાર્થીઓ છે. જેથી ચિરાગ કોલેજમાં પેમેન્ટ કરવાની જબાવદારી સ્વિકારે છે. અને આરોપી રવિ, અશરફ તથા પોલીસકર્મી વીરેન્દ્ર કુમાર કે જે કાર્ડીંગ કરે છે, જેની મદદથી ઓનલાઈન વેચાતા કાર્ડનો ડેટા મેળવી છેતરપિંડીના કાર્ડથી ફી ભરતા હોવાનુ સામે આવ્યુ છે. જોકે છેતરપિડીનું કાર્ડ હોવાથી કેટલીક યુનિવર્સિટી તે પેમેન્ટ ડીક્લાઈન કરી દે છે. જેથી આ મામલો સામે આવ્યો જેમાં અમદાવાદના પોલીસ કર્મીના દિકરાની ફી પણ આવી જ રીતે આરોપીએ ભરી હતી. જેથી તેની ફરિયાદ નોંધતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. આ કેસનો માસ્ટર માઈન્ડ સસ્પેન્ડ થયેલો પોલીસકર્મી વીરેન્દ્રકુમાર છે.

આ પણ વાંચો- પીએમ મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ કમિટીમાં ગુજરાતના ધોલેરા એરપોર્ટ માટે લેવાયો મહત્ત્વનો નિર્ણય

જોકે આ કેસમાં ન માત્ર એક પરંતુ સંખ્યાબદ્ધ લોકો છેતરાયા હોવાનુ પોલીસ માની રહી છે. ત્યારે પકડાયેલ આરોપી વીરેન્દ્રકુમાર વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આ રીતે છેતરપિંડીના 2 ગુના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ચુક્યા છે.
Published by:rakesh parmar
First published:

Tags: Abroad, Abroad Education, Ahmedabad news, Gujarati news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો