Home /News /ahmedabad /

Ahmedabad Crime: અમદાવાદમાં ટ્યુશન જતી 16 વર્ષની કિશોરીની છેડતી કરનાર આરોપીને પોલીસે દબોચી લીધો

Ahmedabad Crime: અમદાવાદમાં ટ્યુશન જતી 16 વર્ષની કિશોરીની છેડતી કરનાર આરોપીને પોલીસે દબોચી લીધો

આરોપી મોહમદ સોહેબ શેખ હોવાનુ સામે આવ્યું છે અને જે મૂળ સરખેજનો છે.

આ ઘટના બાદ કિશોરીએ પરિવારને જાણ કરી અને પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.

અમદાવાદ (Ahmedabad) માં આવેલ આનંદ નગર પોલીસ (Anandnagar Police) સ્ટેશન વિસ્તારમાં એક છેડતી (molestation)નો બનાવ ગત 19 જુલાઈના રોજ બનેલ. જે ઘટના બાદ પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી અને ગણતરીના દિવસોમાં સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે ગત 19 જુલાઈના રોજ કિશોરી પોતાની સાયકલ લઇ ટ્યુશન માટે જઈ રહી હતી તે દરમિયાનમાં આરોપી કિશોરીની છેડતી કરી ફરાર થઈ ગયો હતો.

આ ઘટના બાદ કિશોરીએ પરિવારને જાણ કરી અને પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, કિશોરી જોધપુર ગામ એમજી ફાર્મની આગળથી પસાર થઈ રહેલી હતી અને પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવી હતી અને જેમાં છેડતી કરનાર આરોપી બાઈક લઈને જઈ રહેલ અને ને બાઈકના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો- અમદાવાદ: જંગલી ઘોડાને કાબુમાં લેનાર પુત્ર નશામાં બેકાબુ બનતા પિતાએ હત્યા કરી

આરોપી મોહમદ સોહેબ શેખ હોવાનુ સામે આવ્યું છે અને જે મૂળ સરખેજનો છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની તપાસ શરૂ કરવામાં આવી છે કે આરોપીએ આ સિવાય અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ? અને આવી ઘટના પાછળ કરવાનુ કારણ શું છે.

આ પણ વાંચો- બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ

મહત્વની વાત એ છે કે મહિલાઓની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો પણ બનાવવા માં આવી છે અને ખાસ કરીને શી ટીમ આવા લોકોને પકડવા શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફરતી હોય છે. ત્યારે આવી ઘટનાને રોકવા અને ના બને તે માટે વધુ સક્રિય થવાની જરૂર છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad news, Ahmedabad police, Gujarati news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन