Ahmedabad: પોલીસકર્મીએ પ્રેમિકાના અશ્લીલ ફોટો દુકાન બહાર નાખી દીધા ને પછી કરેલી કરતૂત જાણી તમે પણ ચોંકી જશો
Ahmedabad: પોલીસકર્મીએ પ્રેમિકાના અશ્લીલ ફોટો દુકાન બહાર નાખી દીધા ને પછી કરેલી કરતૂત જાણી તમે પણ ચોંકી જશો
આરોપી પોલીસ કર્મી
Ahmedabad Crime News: પોલીસ કર્મચારીએ પ્રેમિકાની (Girlfriend) દીકરી પર નજર બગાડતા મહિલાએ સંબંધ ખતમ કર્યો હતો. પરંતુ આરોપી અશ્લીલ હરકતથી પરેશાન કરતો હતો.
અમદાવાદ: અમદાવાદ શહેરના (Ahmedabad city) નિકોલમાં (Nikol) પ્રેમિકાની પોલીસ કર્મચારીએ (police) છેડતી કરી શારીરિક અડપલાં (Molestation) કરીને મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે. પોલીસ કર્મચારીએ પ્રેમિકાની (Girlfriend) દીકરી પર નજર બગાડતા મહિલાએ સંબંધ ખતમ કર્યો હતો. પરંતુ આરોપી અશ્લીલ હરકતથી પરેશાન કરતો હતો. જે મામલે નિકોલ પોલીસે (Nikol Police) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નિકોલમાં પ્રેમિકાને મેળવવા પોલીસ કર્મચારીની વિકૃતાઈ સામે આવી છે.. દીકરી ની સામે માતા સાથે શારીરિક અડપલાં કર્યા હતા. ઘટના એવી છે કે નિકોલમાં એક મહિલા પોતાની 17 વર્ષની દીકરી સાથે એક્ટિવા લઈને પસાર થઈ રહી હતી ત્યારે પોલીસ કર્મચારી મહેશ પરમારે તેની એક્ટિવા અટકાવીને તેની સાથે અશ્લીલ વર્તન કરીને જાહેરમાં શારીરીક અડપલાં કર્યા હતા.
આ ઘટનાથી મહિલા અને તેની દીકરી ગભરાઈ ગયા ચીસાચીસ કરવા લાગ્યા હતા. લોકો એકઠા થઇ જતા આરોપી પોલીસ કર્મચારી ફરાર થઇ ગયો હતો.. મહિલાએ છેડતીને લઈને નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આરોપી પોલીસ કર્મચારી મહેશ પરમાર હેડક્વાર્ટર માં કે કંપનીમાં ફરજ બજાવે છે.. 2006માં મહિલા અને મહેશ એકબીજાના પરિચયમાં આવ્યા અને પ્રેમ સંબંધ શરૂ થયો હતો.આ મહિલાએ પ્રેમી મહેશ પરમાર માટે પોતાના પતિને છોડી દીધો હતો. પરંતુ મહેશ પરમારે તેની 17 વર્ષની દીકરી પર નજર ખરાબ કરતા 3 વર્ષ પહેલાં મહિલાએ સબંધ તોડીને અલગ રહેવા જતી રહી હતી.. મહેશ પરમાર પણ પરણિત હતો.
3 વર્ષ પહેલાં પત્ની ના મોત બાદ પ્રેમિકાને મેળવવા તેને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. આરોપીએ મહિલાના અશ્લીલ ફોટો તેની દુકાનની બહાર ફેંકી જતો હતો.. રસ્તામાં અટકાવી ને અશ્લીલ હરકતો કરતો હતો. જેથી મહિલાએ કંટાળીને પોલીસ જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાનું એસીપી એન એલ દેસાઈએ જણાવ્યું છે.
દરજીકામ કરીને દીકરીનું ભવિષ્ય બનાવતી મહિલા આ પોલીસ જવાનથી રક્ષણ માંગે છે.. આરોપીને મહિલા અને તેની દીકરી સાથે સંબંધ રાખવા હોવાથી પરેશાન કરતો હોવાના આક્ષેપો મહિલા કરી રહી છે.. હાલમાં નિકોલ પોલીસે છેડતીનો ગુનો નોંધી આરોપીની ધરપકડને લઈને તપાસ શરૂ કરી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર