Home /News /ahmedabad /Ahmedabad News: અમદાવાદવાસીઓ આનંદો! ટ્રાફિકમાં અગવડતા ન પડે તે માટે પોલીસે એપ્લિકેશન લોન્ચ કરી
Ahmedabad News: અમદાવાદવાસીઓ આનંદો! ટ્રાફિકમાં અગવડતા ન પડે તે માટે પોલીસે એપ્લિકેશન લોન્ચ કરી
આ રીતે એપ્લિકેશન વાપરી શકાશે
Ahmedabad News: અમદાવાદમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે અને વાહનચાલકોએ ટ્રાફિકમાં ફસાવવું ન પડે તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગે એપ્લિકેશન લોન્ચ કરી છે. જાણો કેવી રીતે કામ કરશે અને તમને કેવી રીતે ઉપયોગી થશે...
અમદાવાદઃ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા ક્યારેક પોલીસ માટે માથાનો દુઃખાવો બની જાય છે. જો કે, ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને વાહનચાલકોએ ટ્રાફિકમાં ફસાવવું ન પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા આજે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જ્યાં પણ ટ્રાફિકને લગતી સમસ્યા હશે ત્યાંથી ટ્રાફિક પોલીસ જવાન તેને લગતી વિગત આ એપ્લિકેશનમાં અપડેટ કરશે અને માત્ર 10થી 15 મિનિટમાં જ google મેપ પર તે અપડેટ જોવા મળશે. જેથી ગુગલ મેપનો ઉપયોગ કરતા વાહનચાલકે ટ્રાફિકમાંથી પસાર થવાની ફરજ ના પડે.
તાત્કાલિક એપમાં અપડેટ કરવામાં આવશે
શહેરના મહત્તમ ટ્રાફિક ગતિવિધિવાળા વિસ્તારોમાં થતી ટ્રાફિકની સમસ્યાના ઉકેલ લાવવા માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ‘રોડ ઇસ’ (Road ease) નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક પોલીસ રિયલ ટાઇમ અપડેટ google મેપ પર બતાવશે. જેમ કે, કોઈ સ્થળ પર અકસ્માત થયેલો હોય, ખોદકામ ચાલુ હોય, વન-વે હોય કોઈ બ્રિજનું કામકાજ ચાલી રહ્યું હોય અથવા તો અન્ય કોઈ કારણોસર ટ્રાફિકજામ થયેલ હોય તો ટ્રાફિક પોલીસ જે તે સ્થળ પર પહોંચીને તે જગ્યાના લેટ લોંગ ફોટા અથવા તો વોઇસ મેસેજ ‘રોડ ઇસ’ નામની આ એપ્લિકેશન પર અપલોડ કરશે.
એપ સૌપ્રથમવાર અમદાવાદમાં લોન્ચ કરી
એપ્લિકેશનમાં અપલોડ કર્યા બાદ google મેપમાં તાત્કાલિક અપડેટ રિફ્લેક્ટ થશે અને ત્યારબાદ ગુગલ મેપ દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગ બતાવવામાં આવશે. જેથી વાહનચાલકો પાસે આ અંગેની માહિતી સમયસર પહોંચી જાય. ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતમાં અમદાવાદ શહેરમાં સૌપ્રથમ વખત આ પ્રયોગ કરવામાં આવ્યો છે. જેને લઈને ટ્રાફિક પોલીસ જવાનોને તાલીમ પણ આપવામાં આવી છે. ટ્રાફિક પોલીસ જવાન આ એપ્લિકેશન મારફતે પોતાના વિસ્તારની ટ્રાફિકને લગતી અપડેટ 10થી 15 મિનિટ માં જ google મેપ પર પહોંચાડી શકશે.