અમદાવાદ શહેરની સરદાર પટેલ સ્ટેડિયમ ચોકીમાં દારૂની મહેફીલની જાણકારી મળતા જ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે દારુબંધીના કાયદાનો ભંગ કરનારા પોલીસ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહીના આદેશ આપ્યા છે.
અમદાવાદ સહિત આખા ગુજરાતમાં દારૂબંધી (Alcohol Ban in Gujarat) છે અને આ દારૂબંધી (Darubandhi)નો કડક રીતે અમલ થાય તેની જવાબદારી ગુજરાત પોલીસ (Gujarat Police)ના માથે છે ત્યારે જો પોલીસ જ આ દારૂના દૂષણમાં લિપ્ત હોય તો પ્રજાનું શું થાય. જી હા આ સવાલ હાલમાં અમદાવાદના તમામ જાગૃત નાગરિકો કરી રહ્યા છે. આ સવાલ એટલા માટે પણ થઇ રહ્યો છે કારણ કે, અમદાવાદ પોલીસ (Ahmedabad Police)ના કર્મચારીઓએ એક કાંડ કરી નાંખ્યો છે. જેની હાલમાં ખુબ ચર્ચા થઇ રહી છે. અમદાવાદ પોલીસે જ રાજ્યમાં દારૂબંધીનો પરપોટો ફોડી નાંખ્યો છે. ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ખુદ અમદાવાદ પોલીસ ઉડાવી રહી છે.
આજે સાંજ થતાની સાંજે જ અમદાવાદની સરદાર પટેલ સ્ટેડિયમ ચોકીમાં પોલીસ જવાનોએ દારૂની મહેફીલ (Alcohol Party at Sardar Patel Traffic Police) યોજી હતી. શહેરની સરદાર પટેલ સ્ટેડિયમ ટ્રાફિક પોલીસ ચોકીમાં ખુલ્લેઆમ પોલીસ કર્મચારીઓ દારૂની મહેફીલ માણી રહ્યા હતા. પોલીસ ચોકીમાં દારુની બોટલ સાથે પોલીસ કર્મચારીઓ હાથમાં જામ લઇ પાર્ટી કરતા ઝડપાયા હતા. આ સાથે પોલીસ ચોકીમાંથી દારુની બોટલ ઝડપાઈ હતી. સાથે જ પોલીસ કર્મચારીઓ ચખના અને દારૂની બોટ પોલીસ ચોકીના ટેબલ પર જ સજાવાની પાર્ટી કરી રહ્યા હતા. જેમ આ પોલીસ ચોકી નહીં પણ દારૂનો કોઇ અડ્ડો હોય.
જોકે શહેરની સરદાર પટેલ સ્ટેડિયમ ચોકીમાં દારૂની મહેફીલની જાણકારી મળતા જ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે દારુબંધીના કાયદાનો ભંગ કરનારા પોલીસ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહીના આદેશ આપ્યા છે. ત્યાં જ દારૂની મહેફીલ કરનારા ટીઆરબી જવાનો સામે ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે.
જણાવી દઇએ કે, આ પહેલા પણ અમદાવાદ શહેરના ઘણા પોલીસ સ્ટેશનો અને ચોકીઓમાં આ પ્રકારની દારૂ પાર્ટીની અનેક ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચૂકી છે. ત્યારે સવાલ એ પણ થાય છે કે, રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરાવવાની વાત કરતી શહેરની પોલીસ જ આવા કાંડ કરશે તો પ્રજાનું શું થશે.