Home /News /ahmedabad /

અમદાવાદમાં પેટ્રોલપંપના માલિકનું અપહરણ, આરોપી પિતા-પુત્ર સહિત છ લોકોને પોલીસે દબોચી લીધા

અમદાવાદમાં પેટ્રોલપંપના માલિકનું અપહરણ, આરોપી પિતા-પુત્ર સહિત છ લોકોને પોલીસે દબોચી લીધા

પોલીસે આરોપીઓ પાસેથી એક પિસ્તોલ, એકટીવા અને હથિયાર માટેના 4 જીવતા કારતુસ સહિત 5.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જમીનની લેતી દેતી મામલે પેટ્રોલપંપ માલિકનું અપહરણ કરી 70 લાખની ખંડણી માંગનાર છ આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધ્રરપકડ કરી છે. પકડાયેલ આરોપીઓએ ભોગ બનનારને ડરાવવા ફાયરિંગ કર્યું હોવાનું પણ તપાસ દરમ્યાન સામે આવ્યું છે. 

અમદાવાદ (Ahmedabad Crime)ના મોટેરા (Motera Kidnapping) વિસ્તારમાં રહેતા અને પેટ્રોલ પંપના માલિક અતુલ પટેલની 8 જૂન નારોજ સવારે પોતાની કાર લઈ નીકળ્યા હતા (Kidnapping of a petrol pump owner). દરમ્યાનમાં કેટલાક અજાણ્યા ઈસમો તેમનો પીછો કરી અપહરણ કરવાના ઇરાદે આવ્યા હતા. બાદમાં માણસાથી વિસનગર રોડ (Visnagar Road) પાસે બિલોદરા ઉમિયાનગર સીમ નજીક એક ખેતરની ઓરડીમાં અતુલ પટેલને અપહરણ કરી લઈ ગયા હતા. જ્યારે આ અંગે ચાંદખેડા પોલીસને જાણ થતાં જ અલગ અલગ ટીમો બનાવી અપહ્યતને છોડાવવા ટીમો રવાના કરી હતી.

જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમને પણ અપહરણ કર્તાઓ અંગે માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચી આરોપી પિતા-પુત્ર મહેન્દ્રસિંહ ગોલ અને ફૂલદીપસિંહ ગોળ સહિત મોહમદ તોફિકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. જોકે જગ્યા પરથી પોલીસે 3 મોબાઈલ ફોન, હથિયારના ફૂટેલા કારતુસ અને અપહરણ માટે વપરાયેલ કાર કબ્જે કરી હતી.

પોલીસને પ્રાથમિક તબક્કે 3 આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ અપહરણ કરવા પાછળ ખંડણી માંગવાનું હતું. એટલુંજ નહીં પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં એવુ પણ સામે આવ્યું છે કે અપહ્યત અતુલ પટેલના ભાઈ પાસે ખંડણી માંગવા નરોડા દાસ્તાન સર્કલ પાસે આવવાના છે. જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે છટકું ગોઠવી રૂપિયા આપવાના બહાને આરોપી રાહુલ મોદી, મોહસીન ફકીર, મોહંમદ અબ્રાર અન્સારીને ઝડપી લીધા હતા.

આ પણ વાંચો- કમલમમાં યોજાયેલી બેઠકમાં નેતાઓને હોમવર્ક આપવામાં આવ્યું

પોલીસે આરોપીઓ પાસેથી એક પિસ્તોલ, એકટીવા અને હથિયાર માટેના 4 જીવતા કારતુસ સહિત 5.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓએ અતુલ પટેલને ડરાવવા માટે જમીન ઉપર ફાયરિંગ પણ કર્યું હતું અને તેના ભાઇને ફોન કરી 70 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. આરોપીઓએ 8 મહિના પહેલાં જ આ અપહરણના પ્લાનની તૈયારી કરી હતી. જેમાંથી જયદીપસિંહ ગોલએ હથિયાર લઇ આવ્યો હતો અને પિતા- પુત્ર સાથે ખંડણી માંગવાનું કાવતરું પણ રચ્યું હતું.

આ પણ વાંચો- જાણો અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળીના વિશેષ મહિમા વિશે

આરોપીની પૂછપરછ દરમિયાન એવું પણ જાણવા મળ્યું કે અતુલ પટેલે મહેન્દ્ર પાસેથી 2017 ના વર્ષમાં જમીન ખરીદી હતી પરંતુ આ નાણાંની લેવડદેવડ અંગે તકરાર ચાલતી હતી. આ તકરાર જમીનનો ભાવ વધતા વધુ રૂપિયાની વસુલાત કરવાના ઈરાદે ખંડણી અને અપહરણ થયું હોવાનું સામે આવ્યું હતું. અપહરણ કરવા જયદીપ સિંહ ગોલે રાહુલમોદીનો સંપર્ક કરી 10 લાખ લેવાનું નક્કી થયું હતું. જ્યારે રાહુલ મોદીએ 50 હજારમાં સહઆરોપીઓને તૈયાર કરેલા. જોકે આ કેસમાં અન્ય ફરાર બે આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે .
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad crime branch, Ahmedabad news, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

આગામી સમાચાર