Home /News /ahmedabad /પોલીસને મળી વધુ એક સફળતા, રસ્તા વચ્ચે લૂંટ ચલાવતા આરોપીઓની કરાઈ ધરપકડ

પોલીસને મળી વધુ એક સફળતા, રસ્તા વચ્ચે લૂંટ ચલાવતા આરોપીઓની કરાઈ ધરપકડ

લૂંટ ચલાવતા આરોપીઓની ધરપકડ

Ahmedabad News: શહેરના સાબરમતી વિસ્તારમાં અને ધોળકામાં થયેલ લુંટના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફલતા મળી છે. સાબરમતીના આર્યવીલા પાસે છરીના ઘા ઝીંકીને યુવક પાસેથી લુંટ ચલાવવાના ગુનામાં પોલીસએ ત્રણ આરોપીઓ ઝડપ્યા છે.

અમદાવાદ: શહેરના સાબરમતી વિસ્તારમાં અને ધોળકામાં થયેલ લુંટના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફલતા મળી છે. સાબરમતીના આર્યવીલા પાસે છરીના ઘા ઝીંકીને યુવક પાસેથી લુંટ ચલાવવાના ગુનામાં પોલીસએ ત્રણ આરોપીઓ ઝડપ્યા છે. જ્યારે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલ પંપના કર્મચારીને એરગન બતાવીને લુંટના ગુનામાં પોલીસએ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેથી આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

યુવકને રોકીને ધમકાવી છરીના ઘા માર્યા


સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આર્યવિલા પાસે મોડી રાત્રે નોકરીથી ઘરે પરત જઈ રહેલ યુવકને રોકીને ધમકાવી છરીના ઘા માર્યા હતા. યુવક પાસે રહેલા પાંચથી છ હજારની લૂંટ ચલાવી ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હતા. જોકે સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસની કરવામાં આવી હતી ત્યારે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને સફળતા મળતા ત્રણેય આરોપીઓ શૈલેષ ગૌણ, કાર્તિક રાજપુત અને સન્ની ભાટીયાની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો: વસ્ત્રાલમાં અસમાજિક તત્વોનો આતંક મચાવ્યો, વાહનોમાં કરી તોડફોડ

ગુનામાં વપરાયેલ હથિયાર પણ કબજે


પોલીસે આરોપી પાસેથી ત્રણ મોબાઇલ, એક ટુ-વ્હીલર અને ગુનામાં વપરાયેલ છરી પણ કબજે કરી છે. આરોપીઓ ગુનાહિત ઈતિહાસ પણ ધરાવતા હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે. જેમાં ત્રણેય વિરુદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો તેમજ સન્ની ભાટીયા વિરુદ્ધમાં અગાઉ સોલામાં હત્યા ગુનો દાખલ થયો હતો. જેથી પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ખાલી પડેલ ઈમારતમાંથી બળી ગયેલું હાડપિંજર મળી આવ્યું

જાનથી મારી નાંખવાની ધમકી આપી


ધોળકા બાવળા રોડ ઉપર આવેલ નાયરા કંપનીના જનતા પેટ્રોલ પંપ પર અજાણ્યા ઇસમોએ ફરિયાદી ઓફિસમાં સુઇ રહ્યો હતો તે દરમિયાન બે અજાણ્યા ઇસમો મોટર સાયકલ પર આવ્યા હતાં. જેમાંથી એક ઇસમએ એરગન બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપીને ફરિયાદીના ખીસ્સામાંથી 16 હજાર રોકડા અને મોબાઇલ ફોનની લુંટ ચલાવી હતી. જે ગુનામાં પોલીસએ સુલતાનમીયા મલેક અને અજય રાજપુત નામના આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસએ આરોપીઓ પાસેથી એરગન પણ કબ્જે કરી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad news, Crime news

विज्ञापन
विज्ञापन