Home /News /ahmedabad /

Ahmedabad Police: અમદાવાદના એક પોલીસ કોન્સ્ટેબલને વરસાદ નડી ગયો! જાણો શું ઘટના બની?

Ahmedabad Police: અમદાવાદના એક પોલીસ કોન્સ્ટેબલને વરસાદ નડી ગયો! જાણો શું ઘટના બની?

કૃષ્ણનગર પોલીસ સ્ટેશન

Ahmedabad Police constable: પોલીસ કોન્સ્ટેબલે ગાડી રિવર્સ ન લેતા કાર ચાલકે ગાડીમાંથી ઉતરીને ગાળો ભાંડી હતી. બાદમાં તેણે પોલીસ કોન્સ્ટેબલ સાથે મારામારી કરી હતી. આ દરમિયાન કાર ચાલકની સાથે એક સ્ત્રી પણ નીચે ઉતરી હતી અને ફરિયાદીને ગાળો બોલવા લાગી હતી.

વધુ જુઓ ...
અમદાવાદ: શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ (Ahmedabad Police constable) સંબંધીને મળવા માટે નરોડા વિસ્તારમાં નીકળ્યા હતા. ત્યારે ત્યાં વરસાદ પડ્યો હોવાથી ખૂબ જ પાણી ભરાઈ ગયા હતા. આ દરમિયાન ધીમે ધીમે તેઓ પોતાની કાર લઈને જતા હતા ત્યારે સામેથી એક કાર આવી હતી. જે કાર ચાલકે ઈશારાથી પોલીસ કોન્સ્ટેબલને કાર રિવર્સમાં લઈ રસ્તો આપવાનું કહ્યું હતું. જોકે, પાછળ લાઈન લાગી હોવાથી કોન્સ્ટેબલ ગાડી રિવર્સ લઈ શકે તેમ ન હતા. જેથી સામે વાળો કાર ચાલક અને તેની સાથે આવેલી સ્ત્રી અને અન્ય ગાડીમાં આવેલા કેટલાક શખ્સોએ કોન્સ્ટેબલને માર માર્યો હતો.

શહેરના નરોડા વિસ્તારમાં રહેતા હિતેશભાઈ પટેલ (Hiteshbhai Patel) હાલમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશન (Meghani Nagar police station) ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. રાત્રે 10:00 વાગ્યાની આસપાસ તેમની ગાડી લઈને સંબંધી નરોડા ખાતે રહેતા હોવાથી તેઓને ત્યાં મળવા માટે નીકળ્યા હતા. બાદમાં નરોડા સ્મશાનથી માછલી સર્કલ થઈ આદીશ્વર કેનાલ થઈને તેઓ શ્રીરામ ચોક ખાતે આવતાં હતા. અહીં વરસાદના લીધે પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે આ રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

ગાડી રિવર્સ થઈ શકે તેમ ન હતી


હિતેશભાઈ પોતાની ગાડી ધીમે ધીમે ચલાવી હોર્ન મારી આગળ નીકળતા હતા. દરમિયાન સામેથી એક ઇનોવા ગાડીના ચાલકે પોતાની કાર હિતેશભાઈની ગાડીની સામે લાવીને ઊભી કરી દીધી હતી. કાર ચાલકે હિતેશભાઈને હોર્ન મારી ઇશારાથી ગાડીને રિવર્સ લેવા માટે કહ્યું હતું. પરંતુ હિતેશભાઈની ગાડીની પાછળ બીજી ગાડીઓની લાઈન હોવાથી તેઓ રિવર્સ લઈ શકે તેમ ન હતું.

આ પણ વાંચો:  સગા પિતાના દુષ્કર્મ બાદ સગીર દીકરીએ આપ્યો બાળકને જન્મ

કાર ચાલક સાથે રહેલી મહિલાએ ગાળો ભાંડી


હિતેશભાઈએ ગાડી રિવર્સ ન લેતા કાર ચાલકે ગાડીમાંથી ઉતરીને ગાળો ભાંડી હતી. બાદમાં હિતેશભાઈની સાથે મારામારી કરવા લાગ્યો હતો. ચાલક પોતાની કારમાંથી લાકડાનો દંડો લઈ આવ્યો હતો અને હિતેશભાઈને માર મારવા લાગ્યો હતો. કાર ચાલકની સાથે એક સ્ત્રી પણ નીચે ઉતરી હતી અને ફરિયાદીને ગાળો બોલવા લાગી હતી.

આ પણ વાંચો: ભાવનગરમાં શ્વાનનો આતંક, ઘોડિયામાં ઊંઘી રહેલી બાળકીને ઊઠાવી ગયો

પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી


આ બબાલ ચાલતી હતી ત્યાં વધુ બે ગાડી આવી પહોંચી હતી. આ ગાડીઓમાંથી છ જેટલા લોકોએ ઊતર્યાં હતા અને તેમણે પણ હિતેશભાઈ સાથે મારામારી કરી હતી. હિતેશભાઈએ પોલીસ સ્ટેશન જવાનું કહેતા એક શખ્સોએ 'આને આપણી થારમાં બેસાડી દો અને ઓફિસે લઈ લો' તેમ કહ્યું હતું. આ દરમિયાન હિતેશભાઈએ જણાવ્યું કે, હું પોલીસ વાળો છું. તમારા ઉપર ફરિયાદ કરીશ. જે બાદમાં આ શખ્સોએ હિતેશભાઈને માર મારવાનું બંધ કર્યું અને ગાડી લઈને ભાગી ગયા હતા. સમગ્ર બાબતે હિતેશભાઈએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: અમદાવાદ, કાર, ગુનો, પોલીસ, વરસાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन