Home /News /ahmedabad /અમદાવાદ: લંપટ સસરાએ પુત્રવધુની છાતી પર હાથ નાંખી સાડી ખેંચી, કંટાળી વહુએ બ્લીચિંગ ગટગટાવ્યું

અમદાવાદ: લંપટ સસરાએ પુત્રવધુની છાતી પર હાથ નાંખી સાડી ખેંચી, કંટાળી વહુએ બ્લીચિંગ ગટગટાવ્યું

પ્રતિકાત્મક તસવીર (Shutterstock)

Ahmedabad Crime: યુવતીએ આ અંગે બાપુનગરમાં વર્ષ 2015માં ફરીયાદ નોંધાવી હતી. યુવતીનો પતિ ભરણપોષણના પૈસા ન આપતા યુવતીને પિયરમાં મૂકી આવ્યો હતો.

અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીને સાસરિયાઓ ત્રાસ આપતા હતા. અવારનવાર ત્રાસ આપતા સાસરિયાઓથી યુવતી કંટાળી ગઈ હતી. એક વાર ઝગડો કરી સસરાએ વહુની છાતી પર હાથ નાખી સાડી ખેંચી છેડતી કરી હતી. જેથી યુવતીએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બાપુનગરમાં રહેતી 30 વર્ષીય યુવતી તેના પતિ અને દીકરા સાથે રહે છે. વર્ષ 2010 માં આ યુવતીના લગ્ન થયા હતા. લગ્ન બાદ સાસરિયાઓ સારી રીતે રાખતા હતા પણ અમુક સમય બાદ શારીરિક અને માનસિક ત્રાસ આપતા યુવતીએ આ અંગે બાપુનગરમાં વર્ષ 2015માં ફરીયાદ નોંધાવી હતી. યુવતીનો પતિ ભરણપોષણના પૈસા ન આપતા યુવતીને પિયરમાં મૂકી આવ્યો હતો. બાદમાં સામાજીક રાહે સમાધાન થયું હતું. અને કોઈ પણ પ્રકારનો ત્રાસ નહિ આપે તેવી બાંહેધરી સાસરિયાઓએ આપી હતી.

આ પણ વાંચો- આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની સંભાવના

બાદમાં સમાધાન થયા બાદ યુવતી સાસરે રહેવા આવી ત્યારે તેની નણંદ આવીને પતિને ચઢામણી કરતી હતી. વરસાદ આવતા યુવતી કામ કરતી હતી ત્યારે બીમાર પડી જઈશ તેમ કહી તેને પતિએ પિયર મોકલી દીધી હતી. ત્યારબાદ સાસરિયાઓએ ફરી ત્રાસ આપી યુવતી સાથે ઝગડો કર્યો ત્યારે સસરાએ વહુની છાતી પર હાથ નાખી સાડી ખેંચી લીધી હતી. સમગ્ર બાબતોથી કંટાળી યુવતીએ બ્લીચિંગ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો- કોંગ્રેસની સરકારે સતત OBC સમાજ સાથે અન્યાય કર્યો છે: ડો. કે.લક્ષ્મણ

ઉલ્લેખનીય છે કે આપઘાતનો પ્રયાસ કરાયા બાદ યુવતીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. અગાઉ પણ યુવતીએ ફરિયાદ કરતા હવે આ મામલે યુવતીને ન્યાય અપાવવા પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે. યુવતી પણ ન્યાય મળે અને તેનું ઘર વસે તેવી આશા પોલીસ પાસે રાખી રહી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime latest news, Ahmedabad crime news, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन