Home /News /ahmedabad /અમદાવાદ : લ્યો બોલો હવે કુતરાને રોટલી ખવડાવી પણ ગુનો છે? એક પુરુષની કરી નાખી દુર્દશા

અમદાવાદ : લ્યો બોલો હવે કુતરાને રોટલી ખવડાવી પણ ગુનો છે? એક પુરુષની કરી નાખી દુર્દશા

(પ્રતિકાત્મક તસવીર)

Ahmedabad news- પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે

અમદાવાદ : શહેરના (Ahmedabad)બાપુનગર (Bapunagar)વિસ્તારમાં મારામારીનો અજીબ કિસ્સો સામે આવ્યો છે. શ્વાનને (Dog)રોટલી ખવડાવવા જેવી બાબતમાં બે પાડોશીઓ આમને સામને આવી ગયા અને મામલો પોલીસ સ્ટેશન (Police station)સુધી પહોંચી ગયો છે. બાપુનગરના શાસ્ત્રીનગરના છાપરા વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા રમેશભાઈ ગોહેલ ગઇકાલે રાત્રે જમીને બહાર શ્વાનને રોટલો ખવડાવવા માટે નીકળ્યા હતા. આ સમયે તેમની સામે રહેતા સવિતા બહેન ઠાકોર તેમને કહેવા લાગેલ કે અહીં કુતરાઓને રોટલા ખવડાવવાના નહીં. આમ કહીને ફરિયાદ રમેશભાઈ સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા.

મહિલાનો પક્ષ લઈને તેમના બે દીકરા પુલો, અપ્પુ અને રાજુ રિક્ષાવાળો પણ ત્યાં આવીને ફરિયાદી સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ દરમિયાન પુલો ક્યાંકથી લાકડાનો દંડો લાવીને ફરિયાદીના જડબાના ભાગે માર્યો હતો. જોકે ફરિયાદીની પત્ની અને દીકરો ત્યાં આવી જતા તેઓને વધુ મારથી છોડાવ્યા હતા. ચારેય આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો - પરપ્રાંતિયોના નામ ઉપર રાજનીતિ ગરમાઈ, ભાજપ આ નિવેદનને 2022ની ચૂંટણી સુધી પકડી રાખવાના મૂડમાં

ફરિયાદીને જડબાના ભાગે દુખાવો થતાં વધુ સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા બાપુનગર પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - રાજકોટ : 52 વર્ષનો વાસના ભૂખ્યો આધેડ સગીર પાસે હસ્તમૈથુન કરાવી રહ્યો હતો અને...

મહત્વનું છે કે આ પ્રકારનો મામલો પહેલી વાર સામે આવ્યો નથી. થોડા સમય પહેલા 2 પાલતુ કુતરાને લઈ સોલા વિસ્તારમાં પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. પોલીસની સામે પણ બબાલ શરૂ થઈ ગઈ હતી. જોકે પોલીસે છેલ્લે સમાધાન કરાવીને મામલો શાંત પાડ્યો હતો.

અમદાવાદઃ લગ્ન વાંચ્છુક યુવકનું ભારે કારસ્તાન!

અમદાવાદ શહેરમાં (Ahmedabad city) દરિયાપુર પોલીસે (Dariyapur) લગ્ન વાંચ્છૂક યુવકની કરતૂતોનો પર્દાફાશ કર્યો છે. આરોપી ઈન્સ્ટાગ્રામ (Instagram) પર બનાવટી એકાઉન્ટ બનાવીને અલગ અલગ લોકોને રિકવેસ્ટ મોકલતો હતો. અને જુદી જુદી યુવતીઓનાં ફોટો ડાઉનલોડ કરીને પોતે બનાવેલા બનાવટી એકાઉન્ટના પ્રોફાઈલ ફોટો તરીકે મૂક્યો હતો. આરોપી દર ચારથી પાંચ દિવસે ફોટો બદલી દેતો હતો. દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેના ફોટોનો ઉપયોગ કરીને કોઈ એ બનાવટી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું છે. જેના આધારે પોલીસ એ તપાસ કરીને વ્યાસ વાડી પાસે આવેલ શિવમ એપાર્ટમેન્ટમાં રહેતા હિતેષ સોની નામના આરોપીની ધરપકડ કરી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad police station, Bapunagar, અમદાવાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन