Home /News /ahmedabad /અમદાવાદમાં અમાનવીય કૃત્ય: ગલૂડિયાંને માર મારતા મોત, ત્રણ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

અમદાવાદમાં અમાનવીય કૃત્ય: ગલૂડિયાંને માર મારતા મોત, ત્રણ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

પ્રાણીઓનાં વેલ્ફેર સંસ્થા ચલાવતા દીપા બેન જોશીએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

અમરાઈવાડી વિસ્તારમાં આવેલ રામપીરની ચાલીમાંથી તેમના પર ફોન આવ્યો હતો કે ચાલીમાં રહેતા કેટલાક રહીશો દ્વારા ગલૂડિયાં (શ્વાન) ને અવારનવાર લાકડી વડે માર મારે છે.

અમદાવાદ : એક તરફ જીવદયા પ્રેમીઓ અબોલ જીવ માટે અનેક સેવા કાર્યો કરે છે. તો બીજી તરફ કેટલાક લોકો છે કે અબોલ જીવને માર મારતા સહેજ પણ અચકાતા નથી. અત્યાર સુધીમાં આવા અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે વધુ એક બનાવ શહેર (Ahmedabad)ના અમરાઈવાડી વિસ્તાર (Amraiwadi area)માં બન્યો છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ગલૂડિયાં (શ્વાનના બચ્ચા) ને માર મારતા મોત (Dog Beating to Death) થયું હોવાનો આક્ષેપ ત્રણ લોકો વિરુદ્ધ થયો છે. આ મામલે જીવદયા પ્રેમીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાણીઓનાં વેલ્ફેર સંસ્થા ચલાવતા દીપા બેન જોશીએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, અમરાઈવાડી વિસ્તારમાં આવેલ રામપીરની ચાલીમાંથી તેમના પર ફોન આવ્યો હતો કે ચાલીમાં રહેતા કેટલાક રહીશો દ્વારા ગલૂડિયાં (શ્વાન) ને અવારનવાર લાકડી વડે માર મારે છે. જેથી તેઓ ત્યાં પહોંચ્યા હતા. અને ચાલીમાં હાજર મહિલાને બનાવ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ચાલીમાં જ રહેતા દીપા પ્રજાપતિ, મંજુબેન રાઠોડ અને ચિરાગ પરમાર અવાર નવાર શ્વાનના નાના બચ્ચાઓને લાકડીથી માર મારે છે.

આ પણ વાંચો- ગુજરાતીઓ રાજસ્થાન જવાનો પ્લાન હોય તો જાણી લેજો, રાજસ્થાન સરકારે લગાવ્યો પ્રતિબંધ

ચિરાગ પરમારે નાના ગલુડિયાંને પગે લાકડી વડે માર મારીને ઇજા પહોંચાડી હતી. જે મરણ ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે અન્ય એક ગલુડિયાને પણ માર મારતા ઇજાગ્રસ્ત થયું હોવાનું જાણવા મળતાં જેના માટે હેલ્પલાઇન નંબર પર ફોન કરીને સારવાર કરાવી હતી. જ્યારે એક ગલુડિયાનું મૃત્યુ થયું હોવાથી જે સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એ હાલમાં વધુ કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો- મોજશોખ પૂરા કરવા વાહનોની ચોરી કરતા ત્રણ ચોર ઝડપાયા, કબૂલ કર્યા આટલા ગુના

જોકે અહીં એવો પણ સવાલ ઉદ્ભવે છે કે, શ્વાનના નાના બચ્ચાઓએ તે લોકોનું એવું તો શું બગાડ્યુ હશે કે ચિરાગ પરમાર નામનો શખ્સ લાકડીઓથી અબોલ જીવ પર તૂટી પડ્યો અને ગલૂડિયાંઓને માર મારી ઇજા પહોંચાડી. હાલમાં આ મામલે પ્રાણીઓનાં વેલ્ફેર સંસ્થા ચલાવતા દીપા બેન જોશીએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime latest news, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन