Exclusive: સર્વિસના નામે મનમાની, બેંકો આ રીતે પૈસા વસુલી રહી છે, સરકાર એકશનમાં

H
Updated: January 1, 1970, 5:30 AM IST
Exclusive: સર્વિસના નામે મનમાની, બેંકો આ રીતે પૈસા વસુલી રહી છે, સરકાર એકશનમાં
સર્વિસના નામે બેંકો દ્વારા ગ્રાહકો પાસેથી વધુ ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે, મિનિમન બેલેન્સ, કેશ ટ્રાન્જેકશન ચાર્જ, એટીએમ ચાર્જ સહિતના રૂપમાં આ ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે. અમારી સહયોગી ચેનલ સીએનબીસી આવાજને મળેલી એક્સક્લુસિવ જાણકારી અનુસાર સરકાર આ મામલે સત્વરે આરબીઆઇને રિપોર્ટ મોકલે એવી સંભાવના છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #સર્વિસના નામે બેંકો દ્વારા ગ્રાહકો પાસેથી વધુ ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે, મિનિમન બેલેન્સ, કેશ ટ્રાન્જેકશન ચાર્જ, એટીએમ ચાર્જ સહિતના રૂપમાં આ ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે. અમારી સહયોગી ચેનલ સીએનબીસી આવાજને મળેલી એક્સક્લુસિવ જાણકારી અનુસાર સરકાર આ મામલે સત્વરે આરબીઆઇને રિપોર્ટ મોકલે એવી સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસોમાં અંદાજે મોટા ભાગની બેંકોએ ગ્રાહકો પર અનેક પ્રકારનો બોજ નાંખ્યો છે. મિનિમમ બેલેન્સની વાત હોય કે કેશ ટ્રાન્જેકશન, એટીએમ ટ્રાન્જેકશન હોય કે નેટ બેંકિંગ વિવિધ ટ્રાન્જેકશનમાં બેંકો દ્વારા અલગ અલગ ચાર્જ વસુલવાનું શરૂ કર્યું છે. સુત્રોનું માનીએ તો ગ્રાહકો સતત આ મામલે સરકારને રજુઆત કરી રહ્યા છે. આ ફરિયાદોને આધારે મંત્રાલય એકશનમાં હોવાનું જાણવા મળી રહ્યું છે અને આરબીઆઇને આ મામલે રિપોર્ટ મોકલવામાં આવી એવી સંભાવના છે.
First published: March 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर