Home /News /ahmedabad /PM Modi In Gujarat: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં PM મોદીના હસ્તે 712 કરોડ રૂપિયાની અદ્યતન સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

PM Modi In Gujarat: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં PM મોદીના હસ્તે 712 કરોડ રૂપિયાની અદ્યતન સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવશે.

PM Modi In Gujarat: આગામી 9થી 11 ઓક્ટોબર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એકવાર ગુજરાતના મહેમાન બનશે. ત્યારે 11મી ઓક્ટોબરે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 712 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ આરોગ્ય સેવાનું લોકાર્પણ કરશે અને દર્દીના પરિવારજનોને રહેવાની સુવિધા મળે તે માટે રેનબસેરાનું ખાતમુહૂર્ત કરવાના છે.

વધુ જુઓ ...
    ગાંધીનગરઃ આગામી 9થી 11 ઓક્ટોબરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ દરમિયાન 11મી ઓક્ટોબરે તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 712 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ કરશે અને આ સાથે જ ખાતમુહૂર્ત પણ કરશે.

    શેનું લોકાર્પણ કરવામાં આવશે?


    - યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં 71 કરોડના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ
    - હૃદયની સારવાર માટે 54 કરોડ રૂપિયાના આધુનિક મશીન સહિત વિશ્વસ્તરીય સુવિધાઓ
    - અસારવાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિસ એન્ડ રિસર્ચ સેન્ટરની 408 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી નવી હોસ્પિટલ બિલ્ડિંગનું લોકાર્પણ
    - મેડિસિટીમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની 140 કરોડના ખર્ચે બનેલી નવી બિલ્ડિંગ ‘સી’નું લોકાર્પણ
    - ગરીબ દર્દીઓના પરિવારજનો માટે 39 કરોડના ખર્ચે રેનબસેરાનું ખાતમુહૂર્ત

    આ પણ વાંચોઃ નોરતામાં નવા નજરાણા, PM Modiએ કર્યા વિવિધ કાર્યોના લોકાર્પણ

    નરેન્દ્ર મોદી વિવિધ સેવાઓનું લોકાર્પણ કરશે


    યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં 71 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી નવી હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 10 માળની આ હોસ્ટેલમાં 2 બેઝમેન્ટ, 176 રૂમ અને સેન્ટ્રલ લાયબ્રેરી વિથ મ્યુઝિયમ છે. તે સિવાય હૃદયની અદ્યતન સારવાર માટે 54 કરોડ રૂપિયાના આધુનિક મશીનો અને વિશ્વસ્તરીય સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવશે. તેમાં હૃદય અને ફેફસાનાં પ્રત્યારોપણ માટેનું કેન્દ્ર, કૃત્રિમ હૃદય અને ફેફસાં તરીકે કામ કરતું મોબાઇલ ઇસીએમઓ, વીએડી, સીઆરઆરટી મશીન, હૃદયની સર્જરીની તાલીમ લેતા તબીબો માટે વર્ચ્યુઅલ સિમ્યુલેશન કાર્ડીયાક કેથ લેબ, રોબોટિક કાર્ડિયાક સર્જરી સિસ્ટમ, મિનિમલ ઇન્વેસિવ કાર્ડિયાક સર્જરી, ટેલી આઈ.સી.સી.યુ. (પેપેર લેસ આઈ.સી.યુ.) કુલ 150 ક્રિટિકલ કાર્ડિયાક બેડ, કોરોનરી ગ્રાફ્ટ –ફ્લોર મેઝરમેન્ટ મીટર, આર.એફ. એબ્લેશન મશીન, હોમોગ્રાફ વાલ્વ બેન્ક, મધર મિલ્ક બેન્ક, સ્લીપ લેબ, કાર્ડિયાક રિહેબિલિટેશન સેન્ટર, અપ ટુ ડે સોફ્ટવેર, 3 ટેસ્લા કાર્ડિયાક એમઆરઆઇ મશીન, બ્લડ સેન્ટર અને 3ડી/4ડી કાર્ડિયાક ઇકો મશીન સહિતની વિશ્વકક્ષાની સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવશે.

    આ પણ વાંચોઃ ભાડજ સર્કલે 73 કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજનું અમિત શાહના હસ્તે લોકાર્પણ

    GCRI અને IKDRCની નવી બિલ્ડિંગનું લોકાર્પણ


    અસારવામાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિસ એન્ડ રિસર્ચ સેન્ટર(IKDRC)ની નવી હોસ્પિટલ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવશે. 408 કરોડના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં 850 બેડની સુવિધા છે. આ સિવાય 22 હાઇટેક ઓપરેશન થિયેટર, 12 આઇસીયુ, આધુનિક લેબોરેટરી અને એકસાથે 62 ડાયાલિસિસ કરવાની સુવિધા હશે. ઉપરાંત મેડિસિટીમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની 140 કરોડના ખર્ચે બનેલી નવી બિલ્ડિંગ ‘સી’નું લોકાર્પણ કરવામાં આવશે. તેના લીધે જનરલ વોર્ડના બેડની સંખ્યા વધીને 187 થઇ જશે અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ 4થી વધીને 11 થઇ જશે. અહીં લેબોરેટરીમાં નેક્સ્ટ જનરેશન સિક્વેન્સિંગ મશીનની સુવિધા આપવામાં આવી છે. બિલ્ડિંગમાં લાઇબ્રેરી, 317 સિટીંગ ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ, ટેલિમેડિસિન રૂમ, બોર્ડ રૂમ તેમજ કેન્ટીન સહિતની સુવિધાઓ મળશે. ગુજરાત રાજ્યના નાગરિકોને અદ્યતન સુવિધાથી સજ્જ સ્વાસ્થ્ય સેવા મળશે.


    દર્દીઓના પરિવારજનો માટે રેનબસેરાનું ખાતમુહૂર્ત


    ગુજરાત અને રાજ્ય બહારથી આવતા ગરીબ દર્દીઓનાં પરિવારજનોને રહેવાની સુવિધા માટે રેનબસેરાનું ભૂમિપૂજન કરવામાં આવશે. 39 કરોડના ખર્ચે 5800 ચોરસમીટર વિસ્તારમાં આ રેનબસેરાનું નિર્માણ કરવામાં આવશે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Ahmedabad news, Modi in Ahmedabad, Pm modi in gujarat

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन