Home /News /ahmedabad /PM Modi Speech: મેડ ઇન ઇન્ડિયા ‘વંદે ભારત ટ્રેન’ દેશની દિશા અને દશા બદલશેઃ PM મોદી

PM Modi Speech: મેડ ઇન ઇન્ડિયા ‘વંદે ભારત ટ્રેન’ દેશની દિશા અને દશા બદલશેઃ PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદને સંબોધ્યુ હતુ.

PM Modi Speech: મોદીએ તેમના સંબોધનમાં કહ્યુ હતુ કે, ગાંધીનગર રેલવે સ્ટેશન દુનિયાના કોઈપણ એરપોર્ટ કરતાં ઓછું નથી. બે દિવસ પહેલાં ભારત સરકારને અમદાવાદ રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાની મંજૂરી આપી છે.

    અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, ‘વંદે ભારત ટ્રેન માટે હું અંદાજો લગાવી શકું છું કે, વિમાનમાં મુસાફરી કરતી વખતે જેટલો અવાજ આવે છે તે વંદે ભારતમાં ટ્રેનમાં સો ગણો ઓછો થઈ જાય છે.’ આ સાથે જ વડાપ્રધાને શહેરોને આધુનિક બનાવવાની પણ વાત કરી હતી. વડાપ્રધાને કહ્યુ હતુ કે, અમદાવાદ-ગાંધીનગર ટ્વિન સિટીનું ઉત્તમ ઉદાહરણ છે.

    ગાંધીનગર રેલવે સ્ટેશન એરપોર્ટ કરતાં ઓછું નથીઃ મોદી


    મોદીએ વધુમાં કહ્યુ હતુ કે, ગાંધીનગર રેલવે સ્ટેશન દુનિયાના કોઈપણ એરપોર્ટ કરતાં ઓછું નથી. બે દિવસ પહેલાં ભારત સરકારને અમદાવાદ રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાની મંજૂરી આપી છે. દેશના શહેરોના વિકાસ પર આટલો ફોકસ એટલા માટે કરવામાં આવે છે કે શહેર આવનારા 25 વર્ષમાં વિકસિત ભારતના નિર્માણમાં મહત્ત્વનો ભાગ ભજવવાના છે.

    આ પણ વાંચોઃ મોદીએ ગાંધીનગર-મુંબઈ વંદે ભારત-મેટ્રો ટ્રેન ફેઝ-1નું લોકાર્પણ કર્યુ

    ‘અમદાવાદ-ગાંધીનગર ટ્વિન સિટીનું ઉત્તમ ઉદાહરણ’


    ટ્વિન સિટીનો વિકાસ કેવી રીતે થાય છે તેના માટે ગાંધીનગર અને અમદાવાદ તેનું ઉત્તમ ઉદાહરણ છે. આગામી સમયમાં ગુજરાતમાં અનેક ટ્વિન સિટીનો વિકાસનો તખ્તો તૈયાર થાય છે. અત્યાર સુધીમાં ન્યૂયોર્ક અને ન્યૂજર્સી વિશે જ સાંભળતા હતા હવે અમદાવાદ અને ગાંધીનગર પણ તેમાં જોવા મળશે. આણંદ-નડિયાદ, ભરૂચ-અંકલેશ્વર, વડોદરા- હાલોલ અને કાલોલ, મહેસાણા-કલોલ, મોરબી-વાંકાનેર, સુરત-નવસારી પણ તેમાં હશે.

    વંદે ભારત સૌથી ઝડપી ટ્રેનઃ PM


    રેલવે લાઇનને મેટ્રો ટ્રેકની મુશ્કેલીઓ સાથે આ કામ ઝડપથી પૂરુ થયું. આ માટે વધારાની જરૂર પણ ના પડી. ત્યાં જ ફેઝ 2માં ગાંધીનગરને કનેક્ટ કરવામાં આવી રહ્યુ છે. અમદાવાદ-મુંબઈ વચ્ચેના સફરને આરામદાયક બનાવશે. સામાન્ય ટ્રેન 8 કલાકમાં પહોંચાડે છે. શતાબ્દિમાં પણ ક્યારેક 7 કલાક થાય છે. પરંતુ વંદે ભારત વધુમાં વધુ સાડા પાંચ કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચાડશે. તેમાં વધુ સુધારો થશે.

    અમદાવાદ મલ્ટિમોડલ કનેક્ટિવિટીનું હબ બનશે


    આજનું ભારત ગતિને જરૂરી ગણે છે. ઝડપી વિકાસની ગેરંટી માને છે. ગતિશક્તિ માસ્ટર પ્લાનમાં પણ તેનો આગ્રહ દેખાય છે. નેશનલ લોજિસ્ટિક પોલિસીમાં પણ તેનો આગ્રહ જોઈ શકાય છે. ત્યારે આજે દેશનું રેલવે નેટવર્ક પણ ‘મેડ ઇન ઇન્ડિયા’ ટ્રેનને ચલાવવા માટે તૈયાર થાય છે. આ ટ્રેન ભારતીય રેલવેની દશા અને દિશા બદલશે. આગામી વર્ષમાં ઓગસ્ટ મહિના સુધીમાં 75 વંદે ભારત ટ્રેન ચાલાવના લક્ષ્ય પર ઝડપથી કામ ચાલી રહ્યુ છે. વંદે ભારત ટ્રેન 52 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડે છે.


    વડાપ્રધાનનું વિદ્યાર્થીઓને આહ્વાન


    આ સાથે જ વડાપ્રધાન મોદીએ દેશના યુવાનો તથા ધોરણ 9-10માં ભણતા બાળકોને આહ્વાન કરતા કહ્યુ હતુ કે, તેમણે મેટ્રો સ્ટેશનની મુલાકાત લેવી જોઈએ. ત્યાં જઈને જાણવું જોઈએ કે મેટ્રો સ્ટેશન કેવી રીતે બન્યું છે. ત્યાં કેવી રીતે કામગીરી થતી હોય છે. ત્યાં કેવા પ્રકારની ટેક્નોલોજી વપરાય છે, તે કામ કેવી રીતે થયું છે, સ્ટેશન કેવી રીતે બનાવવામાં આવ્યા છે, ત્યાં ટનલ કેવી રીતે બનાવી છે. આ બઘી જ માહિતી તેમણે મેળવવી જોઈએ. મેટ્રો માત્ર સફર માટે જ નથી, સફળતા માટે પણ તે કામ આવવી જોઈએ.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: PM Modi Live, PM Modi speech, Vande Bharat Express

    विज्ञापन
    विज्ञापन