Home /News /ahmedabad /18-18 કલાક કામ કરવા માટે PM મોદીની પ્રેરણા બીજુ કોઈ નહીં પણ હીરાબા હતા
18-18 કલાક કામ કરવા માટે PM મોદીની પ્રેરણા બીજુ કોઈ નહીં પણ હીરાબા હતા
...આથી PM મોદીને 18 કલાક કામ કરવાની પ્રેરણા મળી
આજે આખી દુનિયા કહે છે કે, પીએમ મોદી દિવસમાં 18 કલાક કામ કરે છે. પરંતુ તેમને તેમની માતા હીરાબા પાસેથી પ્રેરણા મળી હતી. તેમણે કહ્યું કે, હીરાબા તેમના જીવનના 100 વર્ષ પૂરા કર્યા છે, આટલું લાંબુ જીવવાનું રહસ્ય તેમણે કરેલો સંઘર્ષ છે. હીરાબાનો જન્મ પાલનપુરમાં થયો હતો, લગ્ન પછી તે વડનગર શિફ્ટ થઈ ગઈ હતી.
અમદાવાદ: વડાપ્રધાન મોદીના માતા હીરાબાનું આજે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં 3.30 વાગ્યે અનંતની વાટે નીકળ્યા છે. મહત્વનું છે કે આ અંગે પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું. તેઓને નાદુરસ્ત તબિયતના કારણે 28 ડિસેમ્બર 2022ના રોજ આમદવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદી અમદાવાદ આવવા માટે નીકળી ગયા છે.
જણાવી દઈએ કે, તેમને યુએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં જ પીએમ મોદી તાબડતોબ દિલ્હીથી ગુજરાત પહોંચ્યા હતા અને માતાના ખબર અંતર પુછ્યા હતાં. પીએમ મોદી અને તેમના માતા વચ્ચે જે પ્રેમાનુંબધ હતો તે તો જગજાહેર છે. વડાપ્રધાન જ્યારે પણ અમદાવાદ આવતા ત્યારે માતાની ખાસ મુલાકાત કરતા હતા. હીરાબા 100માં જન્મદિવસ પર વડાપ્રધાન મોદીએ એક મોટો લેખ પણ લખ્યો હતો અને માતાની અદભૂત વાતો વાગોળી હતી.
તે સમયે વડાપ્રધાન મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ માતા હીરાબા વિશે પણ અનેક વાતો જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, આજે આખી દુનિયા કહે છે કે, પીએમ મોદી દિવસમાં 18 કલાક કામ કરે છે. પરંતુ તેમને તેમની માતા હીરાબા પાસેથી પ્રેરણા મળી હતી. તેમણે કહ્યું કે, હીરાબા તેમના જીવનના 100 વર્ષ પૂરા કર્યા છે, આટલું લાંબુ જીવવાનું રહસ્ય તેમણે કરેલો સંઘર્ષ છે. હીરાબાનો જન્મ પાલનપુરમાં થયો હતો, લગ્ન પછી તે વડનગર શિફ્ટ થઈ ગઈ હતી.
પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે, મારી માતાના લગ્ન થયા ત્યારે તેમની ઉંમર માત્ર 15-16 વર્ષની હતી. તેમની આર્થિક સ્થિતિ અને પારિવારિક સમસ્યાઓના કારણે તેમને ક્યારેય ભણવાની તક મળી ન હતી. મારી માતા અભણ હતી, પરંતુ તે ઈચ્છતી હતી કે તેના તમામ બાળકો વાંચન અને લેખન દ્વારા શિક્ષિત બને. પરિવારની આર્થિક સ્થિતિ એવી હતી કે અમારી પાસે ફી ભરવાના પૈસા પણ નહોતા, પરંતુ માતાએ ક્યારેય પૈસા ઉછીના લીધા ન હતા અને બાળકોના ભણતરની ફી કોઈને કોઈ કામ કરીને ચૂકવી દેવાની ખાતરી કરી હતી.
આ ઉપરાંત, પ્રહલાદ મોદીએ જણાવ્યું કે, માતા હીરાબા તમામ ઘરગથ્થુ ઉપચારો જાણતી હતી. વડનગરમાં તે નાના બાળકો અને મહિલાઓની સારવાર કરતી હતી. એ જમાનામાં સ્ત્રીઓ પોતાની તકલીફો બહાર કહી શકતી ન હતી, તેથી તેઓ હીરાબા પાસે તેમની સારવાર કરાવતી હતી. પ્રહલાદ મોદીએ વધુમાં કહ્યું કે, મારી માતા ઘણા ઘરગથ્થુ ઉપચારો જાણતી હતી, માતા ભલે અભણ હતી, પરંતુ અમારું ગામ તેમને ડૉક્ટરના નામથી બોલાવતું હતું.
માતાના દિવસો સખત સંઘર્ષમાં પસાર થયો
પ્રહલાદ મોદીએ કહ્યું કે, માતા દિવસમાં બે વાર કૂવામાંથી પાણી લાવતી હતી, તે કપડા ધોવા માટે દરરોજ તળાવમાં જતી હતી. તેમણે ક્યારેય બહારનું કંઈ ખાધું નથી. પરંતુ માતા હીરાબાને આઈસ્ક્રીમ ખૂબ જ ગમે છે. તે આ માટે ક્યારેય ના પાડતી નથી. તે હજુ પણ ઘણો આઈસ્ક્રીમ ખાય છે. હીરાબાના બહેનપણીએ જણાવ્યું કે, તે હંમેશા તેના કામમાં વ્યસ્ત રહેતી હતી. તેમનો નિત્યક્રમ માત્ર કામ અને તેમનો પરિવાર હતો.