Home /News /ahmedabad /PM Modi Gujarat Visit: વડાપ્રધાન મોદી આજે ગુજરાતમાં, કરશે ભવ્ય રોડ શો

PM Modi Gujarat Visit: વડાપ્રધાન મોદી આજે ગુજરાતમાં, કરશે ભવ્ય રોડ શો

પીએમ મોદીની ફાઇલ તસવીર

PM Modi in Gujarat: વડાપ્રધાન બે દિવસના ગુજરાત પ્રવાસમાં છે ત્યારે અમદાવાદના અનેક રસ્તાઓ બંધ રહેશે, તો તેના વૈકલ્પિક માર્ગ જાણી લો.

અમદાવાદ: ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણીપુર વિધાનસભા ચૂંટણી 2022માં (Assembly Election Results 2022) ભારતીય જનતા પાર્ટીએ (BharatiyaJanata Party)ભગવો લહેરાવ્યો છે. ચાર રાજ્યમાં ભવ્ય જીત મેળવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)આજે (11 માર્ચ 2022) પોતાના વતન ગુજરાતમાં આવવાના છે. તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે (PM Narendra Modi Gujarat Visit)આવી રહ્યા છે. પીએમ મોદી ઉપરાંત દેશનાં ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah in Gujarat) પણ આજે બપોરે ચાર કલાકે અમદાવાદમાં આવી રહ્યા છે. એટલે, એવું કહીએ તો ખોટું નહીં કે, તેઓ ચાર રાજ્યમાં ચૂંટણીની જીતની ઉજવણી ગુજરાતમાં (Gujarat News)કરશે. આ વર્ષના અંતમાં ગુજરાતમાં પણ ચૂંટણી યોજાવવાની છે. ત્યારે ચાર રાજ્યમાં જીત બાદની પીએમ મોદીની આ ગુજરાત મુલાકાત ભાજપના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ ભરશે.

આજનો કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની વાત કરીએ તો, 11મી માર્ચે, સવારે 10.30 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.  વડાપ્રધાનના આગમને લઈ રન વે ખુલો રહેશે. એરપોર્ટથી ગાંધીનગર સ્થિત કમલમ સુધી પીએ મોદીનો રોડ-શો યોજાશે. વડાપ્રધાનના આ રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો અભિવાદન માટે રસ્તાની બાજુએ હાજર રહેશે. કોરોના પછી PM મોદીનો આ સૌથી મોટો કાર્યક્રમ છે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પીએમ મોદીનું પાર્ટી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. કમલમ ખાતે પીએમ મોદી અંદાજે દોઢથી બે કલાક રોકાશે. કમલમથી પીએમ મોદી રાજભવન ખાતે પહોંચશે. બપોર બાદ પીએમ મોદી રાજભવનથી જીએમડીસી સેન્ટર અમદાવાદ ખાતેના સરપંચ સંમેલન (Sarpanch Sammelan at GMDC) ખાતે હાજર રહેશે.

શનિવારનો કાર્યક્રમ

બીજા દિવસે, 12મીએ પીએમ મોદી, સવારે 11 કલાકે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં હાજર રહેશે. રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહ બાદ પીએમ મોદી રાજભવન પરત ફરશે. સાંજે પીએમ મોદી અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભ 2022 ને શરૂ કરાવશે. ખેલ મહાકુંભના કાર્યક્રમ બાદ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી દિલ્હી પરત ફરશે.

આજે આ માર્ગ રહેશે બંધ

અમદાવાદમાં તા. 11 માર્ચ 2022ના રોજ GMDC ગ્રાઉન્ડ, મેમનગર ખાતે 'ગુજરાત પંચાયત મહાસંમેલન... મારૂં ગામ મારૂં ગુજરાત' કાર્યક્રમ યોજાશે. જેથી બપોરના 12:00 વાગ્યાથી કાર્યક્રમની સમાપ્તિ સુધી સંજીવની હોસ્પિટલથી વસ્ત્રાપુર તળાવથી અંધજન મંડળ ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા તથા સંજીવની હોસ્પિટલથી વસ્ત્રાપુર તળાવથી હોટલ હ્યાત થઈને કલ્યાણપુષ્ટી હવેલી સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે બંધ રહેશે.



વૈકલ્પિક માર્ગ

આ સમય દરમિયાન વૈકલ્પિક માર્ગ તરીકે સંજીવની હોસ્પિટલથી વસ્ત્રાપુર તળાવ થઈને શહીદચોક વસ્ત્રાપુર તળાવ થઈને માનસી ચાર રસ્તાથી ડાબી બાજુ વળીને કેશવબાગથી ડાબી બાજુ વળીને અંધજન મંડળ ચાર રસ્તાથી જમણી બાજુ વળીને પાંજરાપોળ ચાર રસ્તા થઈને ગુલબાઈ ટેકરાથી દાદાસાહેબ પગલા ચાર રસ્તાથી વિજય ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા સુધીના માર્ગનો અવર-જવર માટે ઉપયોગ કરી શકાશે.

આ પણ વાંચો - PM Modi Road Show: કોવિડ બાદ PM નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં સૌથી મોટો રોડ શો હશે: સી.આર. પાટીલ

12મી તારીખે આ માર્ગ રહેશે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ

અમદાવાદમાં તા. 12 માર્ચ 2022ના રોજ સરદાર પટેલ સ્ટેડીયમ, નવરંગપુરા ખાતે 'ખેલ મહાકુંભ-2022'નો કાર્યક્રમ યોજાવાનો છે. આ કારણે બપોરે 2:00 વાગ્યાથી કાર્યક્રમની સમાપ્તિ સુધી 2 માર્ગ બંધ રહેવાના છે. તેમાં સરદાર પટેલ બાવલા સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા તથા ઈન્કમટેક્સ ચાર રસ્તાથી સ્વસ્તીક ચાર રસ્તા તથા લખુડી સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા તથા કોમર્સ સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધીત રહેશે. જેના વૈકલ્પિક માર્ગ તરીકે ઉસ્માનપુરા ચાર રસ્તા થઈને ઈન્કમટેક્સ ઓવરબ્રિજ થઈને બુટ્ટાસિંગ ચાર રસ્તા થઈને મીઠાખળી સર્કલ થઈને ગીરીશ કોલ્ડડ્રીંક્સ ચાર રસ્તા થઈ સ્વસ્તીક ચાર રસ્તા સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે. તે સિવાય લખુડી સર્કલથી દર્પણ સર્કલ થઈ વિજય ચાર રસ્તાથી દાદાસાહેબના પગલાથી કોમર્સ સર્કલ સુધીના માર્ગે જઇ શકો છો.

આ પણ વાંચો - કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય - પ્રાઈવેટ મેડિકલ કોલેજની અડધી સીટો પર સરકારી કોલેજ જેટલી જ ફી લેવામાં આવશે

રીવરફ્રન્ટનો આ માર્ગ પણ રહેશે બંધ

રીવરફ્રન્ટ પશ્ચિમ માર્ગ પણ બંધ રહેવાનો છે. તેમાં વાડજ સ્મશાનગૃહ કટથી પશ્ચિમનો રીવરફ્રન્ટ રોડ આંબેડકર બ્રિજ નીચે સુધીનો રીવરફ્રન્ટ રોડ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધીત રહેશે. તેના વૈકલ્પિક માર્ગ તરીકે આશ્રમ રોડ-રીવરફ્રન્ટ પૂર્વનો માર્ગ એટલે કે, વાડજ સ્મશાનગૃહ કટથી વાડજ સર્કલ થઈને આશ્રમ રોડથી પાલડી ચાર રસ્તા થઈને અંજલિ ચાર રસ્તા પર અવર-જવર કરી શકાશે. ઉપરાંત પૂર્વના રીવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરી શકાશે.
" isDesktop="true" id="1187693" >

આ સમય દરમિયાન કાર્યક્રમ સાથે સંકળાયેલા વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથ અવર-જવર કરનારાઓને આ જાહેરનામું નહીં લાગુ પડે.
First published:

Tags: Gujarat Elections, Pm modi in gujarat, Pm narendr modi, અમદાવાદ, ગુજરાત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો