Home /News /ahmedabad /

PM Visit to Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદે ભારત સહિત મેટ્રો ટ્રેનનું ઉદ્ધાટન કરશે, અંબાજી સહિત ગબ્બરની મહાઆરતીમાં ભાગ લેશે

PM Visit to Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદે ભારત સહિત મેટ્રો ટ્રેનનું ઉદ્ધાટન કરશે, અંબાજી સહિત ગબ્બરની મહાઆરતીમાં ભાગ લેશે

નરેન્દ્ર મોદી અંબાજી જશે અને માતાજીની પૂજા કરશે - ફાઇલ તસવીર

PM Visit to Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29મી અને 30મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારે તેઓ 36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેશે. આ ઉપરાંત વંદે ભારત અને મેટ્રો ટ્રેનને લીલીઝંડી પણ આપશે.

  અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેઓ 36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપવાના છે. આ સાથે જ 30મી સપ્ટેમ્બરે વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપશે. આ ઉપરાંત મેટ્રો ફેઝ 1નું ઉદ્ઘાટન પણ કરવાના છે.

  અંબાજી સહિત ગબ્બર પણ જશે


  ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં હશે ત્યારે નવરાત્રીની ઉજવણી ચાલતી હશે. તો આ દરમિયાન નરેન્દ્ર મોદી અંબાજી અંબે માતાના દર્શન કરવા જવાના છે. આ સાથે જ માતા અંબાના દર્શન કરી પૂજા કરશે. આ ઉપરાંત તેઓ ગબ્બર પણ જશે અને ત્યાં મહાઆરતીમાં પણ ભાગ લેશે.

  29મી સપ્ટેમ્બરનો કાર્યક્રમ


  11.00 વાગ્યે - લંચ કરશે, દેશને સુરતનો ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ડેડિકેટ કરશે
  2.00 વાગ્યે - ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, ભાવનગર
  5.00 વાગ્યે - મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેશે.
  7.00 વાગ્યે - ગાંધીનગરના જીએમડીસી ગ્રાઉન્ડની નવરાત્રિમાં ભાગ લેશે

  30મી સપ્ટેમ્બરનો કાર્યક્રમ


  10.25 વાગ્યે - ગાંધીનગરથી રેલવે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી આપશે
  11.25 વાગ્યે - કાલુપુર મેટ્રો રેલ સ્ટેશનમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રદર્શનમાં ભાગ લેશે
  11.30 વાગ્યે - કાલુપુર મેટ્રો સ્ટેશનથી મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપશે અને તેમાં બેસશે
  12.00 વાગ્યે - અમદાવાદ મેટ્રો ફેઝ 1 અને વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરશે
  5.45 વાગ્યે - અંબાજીમાં વિકાસના કાર્ય માટે ખાતમૂર્હુત કરશે
  7.00 વાગ્યે - અંબાજી મંદિરમાં દર્શન સહિત પૂજા કરશે
  7.45 વાગ્યે - ગબ્બરની મહાઆરતીમાં ભાગ લેશે
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Narendra modi gujarat visit, Narendra Modi in Gujarat

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन