Home /News /ahmedabad /અનુ.જાતિની બહેનોને મહત્ત્વના સ્થાનમાં આગળ કરવામાં PM મોદીનું ખૂબ મોટું યોગદાન: સીઆર પાટીલ

અનુ.જાતિની બહેનોને મહત્ત્વના સ્થાનમાં આગળ કરવામાં PM મોદીનું ખૂબ મોટું યોગદાન: સીઆર પાટીલ

સી.આર.પાટીલ (ફાઇલ ફોટો)

Gandhinagar Nari Shakti Vandana programme: બાબાસાહેબ આંબેડકર કહેતા કે શિક્ષણનો કોઈ પર્યાય નથી દેશ જ્યારે આગળ વધી રહ્યો છે, સમાજ પ્રગતિના પંથે છે, સંગઠન મજબુત બન્યું છે. જ્યાં મુશ્કેલી હોય ત્યાં સરકારની તમને મદદ મળે છે

આજે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અનુ.જાતિ મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને અનુ.જાતિ મોરચાના અધ્યક્ષ ડૉ.પ્રદ્યુમનભાઈ વાઝાની ઉપસ્થિતિમાં “નારી શક્તિ વંદના” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 75 જેટલી અનુસૂચિત જાતિની બહેનો ઉપસ્થિત રહી હતી. જેમને વિશિષ્ટ પ્રકારની કામગીરી કરી છે એમને એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ વિશેષ હાજરી આપી હતી.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધીની સફર સુધીમાં બહેનોને સક્ષમ બનાવવાનું કાર્ય થયું છે અને વિશેષ કરીને અનુ.જાતિની બહેનો કે જેમને મહત્વના સ્થાનમાં આગળ કરવામાં મોદી સાહેબનું ખૂબ મોટું યોગદાન ગુજરાતમાં અને દેશની અંદર રહ્યું છે. સમાજમાં અગ્રીમ સ્થાન પર બહેનો પહોંચે અને ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ તેમજ ભાજપાના સંગઠન દ્વારા થયેલ કાર્યક્રમો થકી એમને આગળ ધપાવવાના પ્રયત્ન થાય છે. પીએમ મોદી અનુસૂચિત જાતિ મોરચાની બહેનોને એક અલગ મહત્વ આપે છે અને જવાબદારી સોંપે છે જેથી સોંપેલી જવાબદારીને લીધે સક્ષમ બની અને સમાજને ઉપયોગી થાય એના માટેના પ્રયત્ન કરે છે.

સીઆર પાટીલે વધુમાં જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદી તો અનેક દાખલાઓ એના માટે આપ્યા છે જ્યારે તે મુખ્યમંત્રી બન્યા હતા અને જ્યારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રહેવા ગયા ત્યારે અનુસૂચિત જાતિની દીકરી પાસે ઘડો મુકાવ્યો હતો. ત્યારબાદ ફરી એક વખત જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે પી.એમ નિવાસસ્થાને જ્યારે રહેવા ગયા ત્યારે પણ તે ઘડો અનુસૂચિત જાતિ મોરચાની દીકરી પાસે મૂકાવ્યો હતો અને એક મેસેજ આપ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ દીકરીઓનું સન્માન કરતો આવ્યો છે. જે કોઈપણ દીકરીઓની અંદર ટેલેન્ટ છુપાયેલો છે એ ટેલેન્ટ બહાર આવે એમને તક મળે અને એના દ્વારા બહેનો સમાજની સેવા કરે એના માટેનાં અનેક યોજનાઓ અને પ્રયત્ન કરવામાં આવે છે.

આ પણ વાંચો- વડોદરામાં માતા અને પુત્રીને બ્લેકમેલ કરી બે વિધર્મી ભાઇઓએ બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઇ

વધુમાં સીઆર પાટીલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓનો લાભ દરેક બહેનોને મળે તે અંતર્ગત કાર્ય કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના એક અધ્યક્ષ તરીકેની મળેલી જવાબદારીમાં મેં મારા દરેક આગેવાનો અને ચૂંટાયેલા સભ્યોને સૂચના આપી છે કે તમે અનુસૂચિત જાતિના કોઈ બહેન કે ભાઈના ઘરે જમવા જાઓ એના કરતા એને સન્માન આપવા માટે એમને તમારા ઘરે જમવા માટે બોલાવો એની સાથે રસોડામાં કે ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને એની સાથે ભોજન લો એની સાથે ભોજન લઈને એમનું કોઈ બાળક હોય એને નાની મોટી ગિફ્ટ આપો. તમે એના ઘરે જમીને ફોટા પડાવો એ મહત્વનું નથી મહત્વનું તે છે કે એમને તમારા ઘરે બોલાવો અને એ રીતે અમને સન્માન આપો કે આજીવન યાદ રહે. આજે કહેતા આનંદ થાય છે કે, ભારતીય જનતા પાર્ટીના ઘણા આગેવાનોએ અનુસૂચિત જાતિના ભાઈ બહેનોને એમના કુટુંબીજનોને ઘરે બોલાવી આમંત્રણ આપી એમને જમવા માટે બોલાવે છે અને આ પરંપરા માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ છે.

આ પણ વાંચો- બિરસા મુંડાની મૂર્તિને અજાણ્યા લોકો દ્વારા ખંડીત કરાતા લોકોમાં રોષ

સીઆર પાટીલે વધુમાં જાણાવ્યું કે, આ દેશ જ્યારે આગળ વધી રહ્યો છે, સમાજ પ્રગતિના પંથે છે, સંગઠન મજબુત બન્યું છે. જ્યાં મુશ્કેલી હોય ત્યાં સરકારની તમને મદદ મળે છે ભારતીય જનતા પાર્ટી તમારી સાથે ખડે પગે ઉભી છે તમારા કોઈ પણ વિકાસના કામમાં કોઈ પણ તમારા કાર્યની અંદર આવતી મુશ્કેલી હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને અધ્યક્ષ તરીકે જવાબદારી આપી છે તેના આધારે વચન આપું છું કે અમે તમારી સાથે છીએ જ્યાં પણ જરૂર પડે જ્યાં પણ મુશ્કેલી જણાય અડધી રાત્રે રિંગ કરજો. અમારી ભારતીય જનતા પાર્ટી તમારી સાથે ઉભેલી જોવા મળશે.
Published by:rakesh parmar
First published:

Tags: CR Patil, CR patil BJP, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन