Vijay Rupani Birthday: 'નાનપણથી જ તેઓ નેતૃત્વની ક્ષમતા ધરાવે છે'

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિન નિમિતે તેમની સાથે કોલેજના સમયથી જોડાયેલા મિત્ર જ્યોતિન્દ્ર મહેતા સાથેની ખાસ વાતચીત કરી હતી.

News18 Gujarati
Updated: August 2, 2018, 9:33 AM IST
Vijay Rupani Birthday: 'નાનપણથી જ તેઓ નેતૃત્વની ક્ષમતા ધરાવે છે'
આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો 62મો જન્મદિવસ છે
News18 Gujarati
Updated: August 2, 2018, 9:33 AM IST
આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો 62મો જન્મદિવસ છે. આજના દિવસે તે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. તેઓ અમદાવાદની હોસ્પિટલોની મુલાકત લેશે. આજે સવારે 10 વાગે સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે. તે ઉપરાંત વિવિધ હોસ્પિટલમાં દર્દીઓને ફળોનું વિતરણ પણ કરવામાં આવેશે.

સીએમના મિત્ર સાથેની વાતચીત

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિન નિમિતે તેમની સાથે કોલેજના સમયથી જોડાયેલા તેમના મિત્ર જ્યોતિન્દ્ર મહેતા સાથેની ખાસ વાતચીતમાં અમારી ટીમે કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે વિજયભાઈ કોલેજ સમયથી જ ખુબ જ એગ્રેસીવ તેમજ નેતૃત્વની ક્ષમતા ધરાવતા હતા. જ્યોતિન્દ્ર મહેતાએ કટોકટીના સમયે તેમની સાથે જેલમાં પણ ગયા હતા. તેઓ વઘુમાં કહે છે કે, 'જવાબદારી ઉપાડવાની તેમની ક્ષમતા અને પડકારોનો સામનો કરવાની તેમની સહજવૃતિ દ્વારા તેમણે તેમના પ્રભાવશાળી ગુણોને મજબૂતી આપી છે. તેમને કોઈપણ કામ સોંપવામાં આવે ત્યારે, તેમની કામગીરી હંમેશા આંજીં દેનારી રહી છે.'

આજના શુભ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સીએમ રૂપાણીએ જન્મદિનની શુભેચ્છાઓ આપતાં કહ્યું કે, 'તેમના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની નવી ક્ષિતિજો મેળવી છે. તેમને લાંબી અને સ્વસ્થ જિંદગીની શુભેચ્છાઓ.'



બાળપણથી જ આરએસએસમાં જોડાયેલા છે

બાળપણથી જ વિજયભાઇ આરએસએસના આદર્શોને વરેલા રહ્યાં છે. તેમની શૈલી, સંસ્કૃતિ અને સ્વભાવ દીવા જેવો સ્પષ્ટ છે. રાજકીય ક્ષેત્રમાં તેમની કારકિર્દી સામાજિક કાર્યકર્તાની જેમ જ ફળદાયી રહી છે. જૈન પરિવાર અને પરંપરામાં તેમનો ઉછેર થયો છે. તેમનો જન્મ બર્માના તત્કાલિન રંગૂન શહેરમાં થયો હતો, પરંતુ બાળપણમાં તેમનો ઉછેર અને તેમની કારકિર્દીનું નિર્માણ રાજકોટ ખાતે થયું છે. તેઓ સંઘના કેમ્પ કે શિબિર હોય, કે પછી વિદ્યાર્થીઓની સંઘર્ષ સમિતિ દ્વારા ચલાવાતી નવનિર્માણની ચળવળ હોય, પ્રાથમિકતા સાથે જવાબદારી નિભાવે છે.
First published: August 2, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...