Home /News /ahmedabad /PM Modi Virtual Speech: 17-18મીએ વડાપ્રધાન ગુજરાતમાં પરોક્ષ રીતે હાજર રહેશે, અનેક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજરી આપશે

PM Modi Virtual Speech: 17-18મીએ વડાપ્રધાન ગુજરાતમાં પરોક્ષ રીતે હાજર રહેશે, અનેક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજરી આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના વિવિધ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજરી આપવાના છે. - ફાઇલ તસવીર

PM Modi Virtual Speech: આજથી બે દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વિવિધ કાર્યક્રમોમાં વર્ચ્યુઅલી હાજરી આપવાના છે. ત્યારબાદ 19મીએ તેઓ ફરી ગુજરાતમાં આવશે અને રાજકોટ સહિત જૂનાગઢમાં જંગી જનસભાને સંબોધશે.

અમદાવાદઃ એકબાજુ વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. બીજીતરફ તમામ પાર્ટી સત્તા હાંસલ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી આપ સુપ્રીમો કેજરીવાલ હોય. દરેકનું એક જ મિશન છે કે ગુજરાતની વિધાસભા ચૂંટણી 2022માં જીત. ત્યારે વધુ એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે. આગામી 20મી ઓક્ટોબર સુધી વડાપ્રધાન પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ગુજરાતની જનતા વચ્ચે રહેશે.

કેન્દ્રીય મંત્રીઓની પણ ગુજરાતમાં હાજરી


વડપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં યોજાનારા અનેક કાર્યક્રમોમાં હાજર રહેશે. તેમાં 19મી અને 20મી ડિસેમ્બરે ડિફેન્સ એક્સપો, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં જનશભા અને રોડ શો વગેરેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલ આ કામને લઈન સરકાર અને સંગઠન બંને એલર્ટ મોડમાં આવી ગયા છે. બીજી તરફ હાઇપ્રોફાઇલ ડિફેન્સ એક્સ્પો તેમજ વિદેશ મંત્રાલયની વાર્ષિક કોન્ફરન્સ માટે વડાપ્રધાન મોદી કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર સાથે ગુજરાતમાં હોવાથી ચૂંટણીનું વાતાવરણ જામી રહ્યુ હોય તેવું લાગી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિને કારણે હાલ વહીવટી તંત્ર પણ હાઇએલર્ટમાં આવી ગયું છે.

આ પણ વાંચોઃ 19-20 ઓક્ટોબરનો PMનો ગુજરાત પ્રવાસ

19મીએ વડાપ્રધાન ગુજરાતમાં આવશે


આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ વર્ચ્યુઅલ માધ્યમથી વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેવાના છે. તેમાં રાજ્યની પીએમજેવાય યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડના વિતરણની શરૂઆત વીડિયો કોન્ફન્સિંગ દ્વારા સંબોધનથી કરશે. ત્યારબાદ આવતીકાલે લોથલમાં મેરિટાઇંગ બોર્ડના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ સંબોધન કરશે. 19મીએ સવારે વડાપ્રધાન ગુજરાત આવશે. ડિફેન્સ એક્સપો અને કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરી પ્રદર્શન નિહાળી, ત્રિમંદિરની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ ડિફેન્સ સમિટ તેમજ સમજૂતી કરાર કાર્યક્રમમાં પણ હાજર રહેશે.

આ પણ વાંચોઃ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજથી બે દિવસ ગુજરાતમાં

19 ઓક્ટોબરના કાર્યક્રમ


9.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે
એરપોર્ટથી મહાત્મા મંદિર જશે
ડિફેન્સ એક્સપોની શરૂઆત કરાવશે
અડાલજ મંદિરની મુલાકાત
મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગતના કાર્યક્રમમાં ભાગ લેશે
અમદાવાદ એરપોર્ટથી રાજકોટ જશે
રાજકોટથી જૂનાગઢ જશે
જૂનાગઢમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરશે
જૂનાગઢમાં જંગી જનસભાને સંબોધશે PM
જૂનાગઢથી રાજકોટ જશે PM મોદી
રાજકોટમાં રોડ શો કરશે
સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે PM
રાજકોટથી ગાંધીનગર રાજભવન આવશે
રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે

20 ઓક્ટોબરના કાર્યક્રમ


20 ઓક્ટોબરે સવારે કેવડિયા જશે
વિદેશ મંત્રાલયના વાર્ષિક કોન્ફરન્સમાં ભાગ લેશે
સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની હાજરીમાં કાર્યક્રમ
PM કેવડિયાથી વ્યારા જશે
વ્યારામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરશે
વ્યારા ખાતે જનસભા સંબોધશે
PM વ્યારાથી સુરત એરપોર્ટ જવા રવાના થશે
સુરતથી દિલ્હી રવાના થશે
Published by:Vivek Chudasma
First published:

Tags: Narendra modi gujarat visit, Pm modi in gujarat, PM Nrendra Modi