Home /News /ahmedabad /વડાપ્રધાન મોદીએ પરિવાર અને સબંધીઓ સાથે કરી મુલાકાત, દિલ્હી જવા રવાના
વડાપ્રધાન મોદીએ પરિવાર અને સબંધીઓ સાથે કરી મુલાકાત, દિલ્હી જવા રવાના
PM મોદી ઘરે રાયસણ પહોંચ્યા, પરિવાર સાથે કરશે મુલાકાત
માતાના અંતિમ સંસ્કાર બાદ વડાપ્રધાન હીરાબાના ઘરે રાયસણ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પરિલારના સભ્યો અને સબંધીઓ સાથે મુલાકાત કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, ઘરે જઈને અમદાવાદ એરપોર્ટથી દિલ્હી રવાના થયા છે.
અમદાવાદ: વડાપ્રધાન મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. આજે તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ તેમને અગ્નિદાહ આપ્યો હતો. માતાના અંતિમ સંસ્કાર બાદ વડાપ્રધાન હીરાબાના ઘરે રાયસણ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પરિલારના સભ્યો અને સબંધીઓ સાથે મુલાકાત કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, ઘરે જઈને અમદાવાદ એરપોર્ટથી દિલ્હી રવાના થયા છે.
ગાંધીનગરનાં 30 નંબરનાં સેક્ટરમાં આવેલા સ્મશાનધામમાં માતાની અંતિમવિધિ કરવામાં આવી હતી. વડાપ્રાધન મોદી સાથે તેમના તમામ ભાઇએ માતાનાં મૃતદેહને કાંઘ આપી હતી. હીરાબાની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો અને સ્વજનો જોડાયા હતા. ગાંધીનગરનાં 30 નંબરનાં સેક્ટરમાં આવેલા સ્મશાનધામમાં માતાની અંતિમવિધિ કરવામાં આવી હતી. જ્યાં પીએમ મોદી સહિત ચાર ભાઇઓએ માતાનાં પાર્થિવ દેહને અગ્નિ આપી હતી.
જણાવી દઈએ કે, યુએન મહેતા હોસ્પિટલમાં મોડી રાત્રે વડાપ્રધાન મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. તેઓ છેલ્લા બે દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. જોકે બુધવારે તેમની તબિયત નાજૂક જણાતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેની જાણ થતા વડાપ્રધાન મોદી તાત્કાલિક અમદાવાદ પહોંચ્યા હતા અને માતાના ખબર અંતર પૂછ્યા હતા. આ દરમિયાન માતાની તબિયત સારી હોવાથી તેઓ ફરીથી દિલ્હી ગયા હતા.