Home /News /ahmedabad /કમલમમાં PM મોદીની જોવાઈ રહી હતી રાહ, તો અચાનક પહોંચી ગયા માતા હીરાબાના ઘરે

કમલમમાં PM મોદીની જોવાઈ રહી હતી રાહ, તો અચાનક પહોંચી ગયા માતા હીરાબાના ઘરે

વડાપ્રધાન મોદી અને હીરાબા

ગુજરાત વિધનસભા ચૂંટણીનું આવતી કાલે 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. જેને લઈને વડાપ્રધાન મોદી અમદાવાદ ખાતે મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે. તેઓ આવતીકાલે રાણીપની સ્કૂલમાં મતદાન કરશે.

  અમદાવાદ: ગુજરાત વિધનસભા ચૂંટણીનું આવતી કાલે 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. જેને લઈને વડાપ્રધાન મોદી અમદાવાદ ખાતે મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે. અમદાવાદ આવતા જ રાયસણમાં માતા હીરાને મળવા પહોંચ્યા હતા, જ્યા તેમણે માતાના આશીર્વાદ લીધા હતા. જણાવી દઈએ કે, આવતી કાલે તેઓ રાણીપની સ્કૂલમાં મતદાન કરશે. માતાને મળીને તેઓ કમલમ જઈ શકે છે.  નોંધનીય છે કે, ગુજરાત ચૂંટણીમાં પીએમ મોદીએ અનેક વિસ્તારોનાં મતદાતાઓને આકર્ષવા માટે 30 જનસભા સંબોધી હતી પરંતુ તેઓએ માતા સાથે મુલાકાત કરી ન હતી. જેથી માનવામાં આવી રહ્યું છે કે, તેઓ માતા હીરા બાને આજે રાતે કે કાલે સવારે મળી શકે છે.

  60 દિવસમાં 61 કાર્યક્રમનું આયોજન


  પીએમ મોદીએ ગુજરાત ચૂંટણી પહેલાં જ ચર્ચાઓનું કેન્દ્ર બન્યા છે. તેનું સૌથી મોટું કારણ છે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સક્રિયતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે મહિનામાં 61 કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમાં ઓનલાઇન અને ઓફલાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સરકારી અને પાર્ટી સાથે જોડાયેલા કાર્યક્રમમાં પણ તેમણે હાજરી આપી હતી. ત્યારે સમગ્ર ગુજરાત ફરી એકવાર મોદીમય બની ગયું હતું. 30 ઓક્ટોબરે જ્યારે મોરબી બ્રિજની દુર્ઘટના બની ત્યારે વડાપ્રધાને આગામી તમામ કાર્યક્રમો રદ્દ કર્યા નહોતા.

  આ દરમિયાન અમદાવાદનો એકમાત્ર રોડ-શો જ રદ્દ કરવામાં આવ્યો હતો. બાકી બધા જ કાર્યક્રમ યથાવત્ રાખ્યા હતા અને દરેક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમો પૂરા કરીને વડાપ્રધાન મોરબી પહોંચ્યા હતા અને ત્યાંની પરિસ્થિતિ જાણી હતી. પીડિતો સાથે મુલાકાત કરી આદેશ આપ્યા હતા. આ દરમિયાન નરેન્દ્ર મોદીની ખૂબ ટીકા કરવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાથી માંડીને કોંગ્રેસ અને આપે વડાપ્રધાન પર નિશાનો સાધ્યો હતો, પરંતુ વડાપ્રધાને તેને કર્તવ્ય સાથે જોડીને વાત ટાળી દીધી હતી. તેની અસર એવી થઈ કે આ દુર્ઘટના બાદ પણ મોદી લોકોના જનમાનસમાં છવાયેલા રહ્યા.

  આ પણ વાંચો: અમદાવાદની પરિણીતાની વિડંબણા, વાંચો

  વધુ એકવાર નરેન્દ્ર મોદી સંકટમોચન બન્યાં


  27 વર્ષની એન્ટિ-ઇન્કમબન્સી પછી પ્રદેશમાં સત્તા જાળવી રાખવા માટે ભાજપને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીથી ખૂબ ફાયદો થયો છે. મીડિયામાં નેગેટિવ કવરેજની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છવાયેલા રહ્યા. તેનો સરકાર અને સંગઠન બંનેને સારો ફાયદો થયો. મોરબીની મોટી દુર્ઘટના પણ વડાપ્રધાનની સક્રિયતા અને પાર્ટીને મોટી સંકટમાંથી બહાર કાઢી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આંટાફેરાને કારણે મીડિયામાં કવરેજન ન મળી શક્યું. નરેન્દ્ર મોદીએ ગુજરાત વિકાસ અને આતંકવાદની આસપાસ જ ચૂંટણી અભિયાનને કેન્દ્રિત કર્યુ હતુ. આખરી સમયે પણ કોંગ્રેસ તરફથી આવેલા ફૂલટોસ બોલનો વડાપ્રધાને ફાયદો ઉઠાવ્યો હતો અને કહ્યુ હતુ કે, ‘કોંગ્રેસ મને નફરત કરે છે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Gujarat Assembly Election 2022

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन