Home /News /ahmedabad /

PM Modi Gujarat Visit- મહાકાળી મંદિર પર આજે ગુજરાત અને દેશના સાંસ્કૃતિક ગૌરવની ધજા લહેરાઈઃ પીએમ મોદી

PM Modi Gujarat Visit- મહાકાળી મંદિર પર આજે ગુજરાત અને દેશના સાંસ્કૃતિક ગૌરવની ધજા લહેરાઈઃ પીએમ મોદી

પીએમ મોદીના હસ્ત ધ્વજારોહણ

PM Modi Pavagadh Visit: પીએમ મોદીએ શનિવારે સવારે દિવસની શરૂઆત માતાના આશીર્વાદ સાથે કરી હતી. પીએમ મોદીના માતા હીરાબાનો 100મા વર્ષમાં પ્રવેશ (HiraBa 100th Birthday) થયો છે.

  અમદાવાદ: પીએમ મોદી (PM Modi Gujarat Visit) બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. શનિવારે તેમણે સવારે માતા હીરાબાના આશીર્વાદ (PM takes blessing of mother) લીધા હતા. જે બાદમાં તેઓ પાવાગઢ (Pavagadh) ખાતે રવાના થયા હતા. નવ વાગ્યાની આસપાસ પીએમ હેલિકોપ્ટર મારફતે પાવાગઢ ખાતે પહોંચી ગયા હતા. પાવાગઢમાં પીએમ મોદી મહાકાળી માતા (Mahakali Mata)ની ખાસ પૂજા અર્ચના કરી હતી. જે બાદમાં ધ્વજારોહણ કર્યું હતું. વર્ષો પછી અહીં મંદિર પર ધજા ચઢાવવામાં આવી છે.  સાથે જ પીએમ મોદીએ  વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, મહાકાળી મંદિર પર  આજે  લહેરાવવામાં આવેલી ધજા ગુજરાત અને દેશના સાંસ્કૃતિક ગૌરવની છે.

  પાંચ સદી પછી ધજા ફરકી: પીએમ મોદી


  "વર્ષો પછી પાવાગઢ મહાકાળીના ચરણોમાં આવીને અમુક સમય વિતાવવાનો મોકો મળ્યો છે. આ પ્રસંગ મારા માટે જીવનનો ખૂબ સારો અવસર છે. આજનો અવસર મારા અંતર મનને વિશેષ આનંદથી ભરી દે છે. પાંચ સદી પછી અને આઝાદીના 75 વર્ષ વિત્યા છતાં માહાકાળીના શીખર પર ધજા ફરકી ન હતી.  ઘજા ફરકી હોવાની ક્ષણ આપણને પ્રેરણા, ઉર્જા આપે છે."

  'આસ્થાનું શિખર શાશ્વત રહે છે'


  "મહાકાળીના શિખર પર ધજા હોવાની ક્ષણ આપણને પ્રેરણા અને ઉર્જા આપે છે. મહાકાળીના આશીર્વાદથી ગુજરાત અને ભારતની એ જ શક્તિનું પ્રાગટ્ય જોઈ રહ્યા છીએ કે, આજે સદીઓ પછી મહાકાળીનું આ મંદિર પોતાના વિશાળ સ્વરૂપમાં આપણી સામે છે. સદીઓ પછી પાવાગઢ મંદિરમાં શિખર પર ધજા લહેરાઈ છે. આ શિખરધ્વજ એ વાતનું પ્રતિક છે કે, સદીઓ અને યુગ બદલાવા છતાં આસ્થાનું શિખર શાશ્વત રહે છે."

  સબકા સાથ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ


  "પાવાગઢમાં મહાકાળીના મંદિરનું પુર્નઃનિર્માણ આપણી ગૌરવ યાત્રાનો એક ભાગ છે. આજનો આ અવસર સબકા સાથ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસનું પ્રતિક છે. મહાકાળીના દર્શન વખતે હું વિચારી રહ્યો હતો કે મહાકાળીના ચરણોમાં શું માંગું? ઇતિહાસ સાક્ષી છે કે સ્વામી વિવેકાનંદ મહાકાળીના આશીર્વાદ લઈને જનસેવાથી પ્રભુસેવામાં લીન થયા હતા. માતા મને પણ આશીર્વાદ આપે કે હું વધારે ઉર્જા અને ત્યાગ તેમજ સમર્પણ સાથે દેશના દરેક લોકોની સેવા કરી શકું."


  માતાના આશીર્વાદ સાથે દિવસની શરૂઆત


  પીએમ મોદીએ શનિવારે સવારે દિવસની શરૂઆત માતાના આશીર્વાદ સાથે કરી હતી. પીએમ મોદીના માતા હીરાબાનો 100મા વર્ષમાં પ્રવેશ (HiraBa 100th Birthday) થયો છે. આ પ્રસંગે પીએમ મોદી સવારે 6:30 વાગ્યે તેમના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ ખાસ પૂજા કરી હતી. આ ઉપરાંત માતાના ચરણો ધોઈને પાણી માથે ચઢાવ્યું હતું. પીએમ મોદી આશરે અડધો કલાક સુધી રોકાયા હતા. આ દરમિયાન તેમણે પોતાના માતા શાલ અર્પણ કરી હતી. જે બાદમાં પીએમ મોદી પાવાગઢ (PM Modi Pavagadh) જવા માટે રવાના થયા હતા.
  મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર


  પાવાગઢમાં 121 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, તેમજ મંદિરમાં શિખરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. શિખર ન હોવાના કારણે મંદિરની ઉપર ધજા પણ ચઢાવી શકાતી ન હતી. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, સદીઓ બાદ પાવાગઢના મંદિરમાં ફરીથી ધજા લહેરાશે. મંદિરની ઉપર બનાવવામાં આવેલા કોરિડોરમાં 2000 શ્રદ્ધાળુઓ આવી શકે તે રીતે નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે જ મંદિર સુધી પહોંચવા માટેની સીડીઓને પણ પહોળી કરી દેવામાં આવી છે.

  પાવાગઢ મંદિર

  આ અંગે મંદિરના ટ્રસ્ટી અશોક પંડ્યાએ શુક્રવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 15મી સદીમાં સુલતાન મોહમદ બેગડાએ પાવાગઢ પર વિજય મેળવ્યો ત્યારે મંદિરમાં તોડફોડના કારણે 'શિખર'ને ખૂબ જ નુકસાન થયું હતું. શિખરની ઉપર એક દરગાહ પણ બનાવી દીધી હતી. જેના કારણે ત્યાં ધ્વજા ફરકાવવી શકાય તેવી જગ્યા નહોતી. તેમણે વધુમાં કહ્યું કે ''દરગાહ પણ તે જ સમયે અસ્તિત્વમાં આવી હશે, જ્યારે મુસ્લિમ આક્રાંતાઓએ અહીં હુમલો કરીને પાવાગઢને જીતી લીધું હતું. તેને સદનશાહ પીરની દરગાહ કહેવાય છે. આ દરગાહ વિશે અનેક જુદી જુદી કહાની ઘડી કાઢવામાં આવી છે. જોકે, મારી પાસે તેના વિશે કોઈ નક્કર માહિતી નથી.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Pavagadh, Religion, Temple, પીએમ મોદી

  આગામી સમાચાર