Home /News /ahmedabad /Gujarat Assembly Election 2022: PM મોદીએ ચૂંટણીની તૈયારીને લઈને ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક કરીઃ સૂત્ર

Gujarat Assembly Election 2022: PM મોદીએ ચૂંટણીની તૈયારીને લઈને ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક કરીઃ સૂત્ર

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક યોજી હતી.

Gujarat Assembly Election 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, તેમણે ભાજપના પદાધિકારીઓ સાથે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને બેઠક કરી હતી અને તમામ તૈયારીની સમીક્ષા કરી હતી.

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેમણે વંદે ભારત ટ્રેન સાથે વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યુ છે. આ ઉપરાંત તેઓ પાલનપુર-અંબાજીમાં વિવિધ વિકાસના કાર્યોનું ખાતમૂર્હુત પણ કરવાના છે.

ચૂંટણીની સમીક્ષાને લઈને બેઠકઃ સૂત્ર


સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, નરેન્દ્ર મોદીએ આજે સવારે રાજભવનમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે આગામી દિવસોમાં લોકાર્પણ કરી શકાય તેવા નામની યાદી અને કામના સ્ટેટ્સની જાણકારી મેળવી હતી. આ સિવાય તેમણે ગઈકાલે મોડી રાતે ભાજપના પદાધિકારીઓ સાથે પણ રાજભવનમાં મુલાકાત કરી હતી. તેમાં આગામી ચૂંટણીને લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી.

આ પણ વાંચોઃ ચૂંટણી આયોગ દરેક પોલિંગ સ્ટેશન પર સીસીટીવી લગાવશે

1600 પોલીસ જવાનો ખડેપગે તહેનાત


વડાપ્રધાન હાલ ગુજરાતમાં છે ત્યારે તેમની સુરક્ષાને ધ્યાને લઈને 200 જેટલા ઉચ્ચ અધિકારીઓ બંદોબસ્ત પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે. આ ઉપરાંત 1600 જેટલા પોલીસ કર્મીઓ ખડેપગે તહેનાત છે. રાજભવનથી રેલવે સ્ટેશન સુધીના રૂટ પર પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડાપ્રધાન રાતે રાજભવનમાં રોકાયા હોવાથી ગઈકાલ સાંજથી જ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો.

વડાપ્રધાનનો આગામી પ્રોગામ શું છે?


વંદે ભારત ટ્રેન અને મેટ્રો ટ્રેનના લોકાર્પણ પછી વડાપ્રધાન અંબાજી, પાલનપુર અને આબુ રોડનો પ્રવાસ કરશે. આ ઉપરાંત તેઓ હિંમતનગર હાઇવે પર સભાનું આયોજન પણ કરશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વહેલી ચૂંટણી અંગે સી.આર. પાટીલનું મોટું નિવેદન

મેટ્રો ફેઝને લઈને જાહેરનામું બહાર પાડ્યું


પાટનગર અને અમદાવાદની જોડતો મેટ્રો ટ્રેનના બીજા ફેઝની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ 22.83 કિલોમીટરના રૂટ માટે ગાંધીનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આરડીસીને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે કે, પહેલી ઓક્ટોબર 2022થી જૂન 2023 સુધી અડધો કિલોમીટરના રોડ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વીઆઈપી મોમેન્ટ કારણે રસ્તો ખુલ્લો કરવાનો થાય તો પોલીસ અધિક્ષકની સૂચનાનું પાલન કરવાનું રહેશે.


મેટ્રો ફેઝ-2માં કયા સ્થળનો સમાવેશ?


મેટ્રોના ફેઝ ટુમાં કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જૂનું કોબા, કોબા ગામ, જીએનએલયુ, રાયસણ, રાંદેસણ, ધોળા કૂવા સર્કલ, ઇન્ફોસિટી, સેક્ટર 1, સેક્ટર 10એ, સચિવાલય, અક્ષરધામ જૂનું સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિરનો સમાવેશ થાય છે. જેની કામગીરી જૂન 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Gujarat Assembly Election 2022, Narendra modi government, Pm modi in gujarat

विज्ञापन
विज्ञापन