Home /News /ahmedabad /PM Modi in Gujarat Day 2: વડાપ્રધાન મોદી આજે ગાંધીનગર-મુંબઈ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપશે, મેટ્રો ફેઝ-1નું લોકાર્પણ કરશે

PM Modi in Gujarat Day 2: વડાપ્રધાન મોદી આજે ગાંધીનગર-મુંબઈ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપશે, મેટ્રો ફેઝ-1નું લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે - ફાઇલ તસવીર

PM Modi in Gujarat Day 2: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. આજે વડાપ્રધાન ગાંધીનગરથી મુંબઈ વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી આપશે અને ત્યારબાદ અમદાવાદ મેટ્રો ફેઝ 2નું લોકાર્પણ કરશે.

  1ધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની બે દિવસની મુલાકાતે છે. ત્યારે આજે વડાપ્રધાન વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. ઉલ્લેખનીય છે કે, વંદે ભારત ટ્રેન ગાંધીનગરથી મુંબઈ વચ્ચે દોડતી હાઇસ્પીડ ટ્રેન હશે. આ ઉપરાંત વંદે ભારત ટ્રેન દેશમાં જ બનાવવામાં આવેલી ‘KAVACH’ ટેક્નિકથી સજ્જ પહેલી વંદે ભારત ટ્રેન છે. આ ટ્રેન માત્ર 52 સેકન્ડમાં જ 0થી 100 કિલોમીટર સુધીની ઝડપ પ્રાપ્ત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદે ભારત ટ્રેનમાં બેસીને ગાંધીનગરથી અમદાવાદ આવશે અને ત્યારબાદ મેટ્રો ફેઝ-1નું લોકાર્પણ કરશે.

  વંદે ભારત ટ્રેનમાં પેસેન્જરને આપવામાં આવતી સુવિધા


  GSM અથવા GPRS
  ટચ-ફ્રી સ્લાઇડિંગ ડોર
  સીસીટીવી કેમેરા
  પેસેન્જર ઇન્ફોર્મેશન સેન્ટર
  વેક્યૂમ બાયોટોયલેટ્સ
  સ્મોકિંગ ડિટેક્શન એલાર્મ
  180 ડિગ્રી રિવોલ્વિંગ ચેર
  વાઇફાઈની સુવિધા
  દિવ્યાંગ માટે વિશેષ ટોયલેટ્સ

  આ પણ વાંચોઃ ભાવનગરનું પોર્ટ રોજગારીની સેંકડો તક આપશેઃ મોદી

  દિલ્હીમાં બે વંદે ભારત ટ્રેન


  દિલ્હીના બે રૂટ્સ પર મોટી સફળતા મળ્યા પછી ભારતની પહેલી સ્વદેશી સેમી હાઈસ્પીડ ટ્રેન હવે ગુજરાતના પાટા ઉપર દોડતી જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ પહેલાં જ ગુજરાતમાં વંદે ભારત ટ્રેનનું સફળ ટ્રાયલ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહેશે.

  ‘KAVACH’ ટેક્નીકથી સજ્જ પ્રથમ વંદે ભારત ટ્રેન


  ગુજરાતમાં શરૂ થનારી આ વંદે ભારત ટ્રેન પહેલી વખત ‘KAVACH’ (ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ) ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નિકની મદદથી બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકાશે. આ ટેક્નિકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.

  આ પણ વાંચોઃ જાણો વંદે ભારત એક્સપ્રેસનું સમયપત્રક

  ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ


  આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઇન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઇડ કેમેરા, તમામ કોચમાં એસ્પિરેશન આધારિત ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો કરવામાં આવ્યા છે.

  આયાતી ટ્રેનના અડધા ખર્ચમાં તૈયાર થઈ વંદે ભારત ટ્રેન


  વંદે ભારત એક્સપ્રેસે ભારતમાં મુસાફરીના એક નવા યુગની શરૂઆત કરી છે. માત્ર રૂપિયા 100 કરોડના ખર્ચે બનનારી આ ટ્રેન સમાન સુવિધાઓ ધરાવતી આયાતી ટ્રેન કરતા લગભગ અડધા ખર્ચે બનીને તૈયાર થઈ જાય છે. માનનીય વડાપ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા’દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ટ્રેનની મુખ્ય સિસ્ટમ્સને ભારતમાં ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવી છે.


  2023 સુધી દેશમાં 75 વંદે ભારત ટ્રેન ચલાવવાનો લક્ષ્યાંક


  ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચાલનારી નવી વંદે ભારત એક્સપ્રેસ દેશની ત્રીજી વંદે ભારત ટ્રેન છે. અન્ય બે ટ્રેનો દિલ્હી-વારાણસી અને નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરાની વચ્ચે ચલાવવામાં આવી રહી છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ સમારોહના ભાગરૂપે માનનીય વડાપ્રધાને ઓગસ્ટ 2023 સુધીમાં દેશભરમાં 75 વંદે ભારત ટ્રેન ચલાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Metro train, Pm modi in gujarat, Vande Bharat Express

  विज्ञापन
  विज्ञापन