Home /News /ahmedabad /PM Modi In Ahmedabad: PM મોદીએ અમદાવાદીઓને આપી ભેટ, અટલ બ્રિજનું કર્યું લોકાર્પણ

PM Modi In Ahmedabad: PM મોદીએ અમદાવાદીઓને આપી ભેટ, અટલ બ્રિજનું કર્યું લોકાર્પણ

પીએમ મોદીએ અટલ બ્રિજનું લોકાર્પણ કર્યું

PM Modi At Ahmedabad: રિવરફ્રન્ટ ખાતે આયોજીત ખાદી ઉત્સવમાં પ્રારંભ કરાવ્યા બાદ પીએમ મોદીએ અટલ બ્રિજનું લોકાર્પણ કર્યું

    અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત માટે અમદાવાદ આવી પહોંચ્યા છે, ત્યારે તેઓ રિવરફ્રન્ટ ખાતે આયોજીત ખાદી ઉત્સવમાં પ્રારંભ કરાવ્યા બાદ પીએમ મોદીએ અટલ બ્રિજનું લોકાર્પણ કર્યું છે. પીએમ મોદીએ અમદાવાદના લોકોને આ નવી ભેટ આપી છે. સાથે જ પીએમ મોદીએ કહ્યું કે, આ બ્રિજની ડિઝાઇન અદભુત છે.

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરશન લિ. દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલિસ બ્રિજ તથા સરદાર બ્રિજની વચ્ચે બનાવવામાં આવેલા 'અટલ બ્રિજ'નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈ-લોકાર્પણ કરીને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: અમદાવાદ: PM મોદીના હસ્તે ખાદી ઉત્સવનો પ્રારંભ, 94 વર્ષ જૂનો ચરખો કાંત્યો

    રૂપિયા 74 કરોડના ખર્ચે બનેલો 'એન્જિનિયરિંગ અજાયબી' સમાન આ ફુટ ઓવર બ્રીજ (પેડેસ્ટ્રીયન બ્રિજ) અમદાવાદ શહેરની નવી ઓળખ બનશે. આઇકોનિક ફૂટ ઓવર બ્રિજને લઈને શહેરીજનોમાં છેલ્લા ઘણા સમયથી અનેરું આકર્ષણ જોવા મળી રહ્યું છે. સાબરમતી નદીનાં પૂર્વ અને પશ્ચિમ કાંઠાની વચ્ચે નિર્માણ પામેલ આ આઇકોનિક ફુટ ઓવર બ્રિજ (પેડેસ્ટ્રીયન બ્રિજ) પેડેસ્ટ્રીયન અને સાયકલિસ્ટને એક છેડેથી બીજા છેડે કોઈપણ પ્રકારના ટ્રાફિક વગર સરળતાથી પહોંચવામાં મદદરૂપ થશે. તેમજ અમદાવાદના લોકો સાબરમતી નદી તથા સાબરમતી રિવરફ્રન્ટને ટ્રાફિક વગર શાંતિથી માણી શકશે. અટલ બ્રિજ સાબરમતીના પશ્ચિમ કાંઠે ફ્લાવર ગાર્ડન તથા ઈવેન્ટ ગ્રાઉન્ડ વચ્ચેના પ્લાઝામાં થઈ પૂર્વ કાંઠે બનનાર એક્ઝીબિશન, કલ્ચર, આર્ટ સેન્ટરને જોડવામાં મદદરૂપ બનશે. રિવરફ્રન્ટના લોઅર તથા અપર પ્રોમીનાડ પર થઈને આ બ્રિજ પર જઈ શકાશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, PM Narendra Modi Live, River front

    विज्ञापन
    विज्ञापन