Home /News /ahmedabad /PM Modi Gujarat Visit: પીએમ મોદી આજે આવશે ગુજરાત, અમદાવાદ અને કચ્છમાં કરોડોના કામોનું કરશે લોકાર્પણ

PM Modi Gujarat Visit: પીએમ મોદી આજે આવશે ગુજરાત, અમદાવાદ અને કચ્છમાં કરોડોના કામોનું કરશે લોકાર્પણ

વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર

Gujarat Todays update: પીએમ મોદી રિવરફ્રન્ટ પર યોજાનારા ખાદી ઉત્સવમાં હાજરી આપવાની સાથે અમદાવાદમાં ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ પણ કરશે. આવતીકાલે કચ્છ અને ભુજની મુલાકાત કરશે.

    PM Modi in Gujarat: અમદાવાદ: ગુજરાતમાં આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે દેશના દિગ્ગજ નેતાઓનો ગુજરાત પ્રવાસ વધી રહ્યો છે. આજે દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે. તેઓ બે દિવસ એટલે 27 અને 28 ઓગસ્ટના રોજ ગુજરાત પ્રવાસ પર છે. જેમાં તેઓ અમદાવાદ, કચ્છ અને ભુજમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપીને રાજ્યની જનતાને સંબોધશે.
    અમદાવાદનો કાર્યક્રમ

    પીએમ મોદીના આજના કાર્યક્રમમાં ગઇકાલે જ ફેરફાર થયો છે. તેઓ પહેલા શનિવારે સાંજે 5 વાગ્યે અમદાવાદ પહોંચવાના હતા. પરંતુ આ કાર્યક્રમમાં થોડો ફેરફાર થયો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે જ અમદાવાદ ખાતે આવી પહોંચશે. તેઓ એરપોર્ટ પર મહત્ત્વની બેઠક કરે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સાંજના 5 વાગ્યે તેઓ રિવરફ્રન્ટ (Ahmedabad River Front) ખાતેના કાર્યક્રમમાં પહોંચશે. ત્યાંથી સાંજના 7 વાગ્યે રાજભવન જવા માટે રવાના થશે. તેમજ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
    મહિલાઓ સર્જશે ઇતિહાસ

    અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 27 ઓગસ્ટે “ખાદી ઉત્સવ”નો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. ખાદીનો વ્યાપ દેશ સહિત વિદેશમાં પણ વધ્યો છે. અહીં ગુજરાતના વિવિધ જિલ્લાઓ ખાસ કરીને સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટમાંથી 7500 મહિલા ખાદી કારીગરો એક જ સમયે એકસાથે ચરખાનું જીવંત નિદર્શન કરશે. 7500 મહિલા કારીગરોનું આ પ્રકારનું આયોજન વિશ્વમાં પ્રથમ વખત થઇ રહ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મહિલાઓ સફેદ સાડી ઉપર ટ્રાઈ કલર અંગવસ્ત્ર પહેરશે. કાર્યક્રમ સ્થળ પર 75 રાવણ હથ્થા કલાકારો દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે. વડાપ્રધાન સ્થળ પર હાજર ખાદી કારીગરો સાથે વાર્તાલાપ પણ કરશે અને તેમની સાથે ચરખો કાંતશે.

    રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, દસક્રોઇના 5 ગામ ઘાટલોડિયામાં સમાવાયા
    ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ પણ કરશે

    પીએમ મોદી રિવરફ્રન્ટ પર યોજાનારા ખાદી ઉત્સવમાં હાજરી આપવાની સાથે અમદાવાદમાં ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ પણ કરશે. તો 27મીએ નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે. તેની સાથે એક જનસભાનું સંબોધન પણ કરશે.

    કેજરીવાલનું નામ લીધા વિના પાટીલે કર્યા પ્રહાર, 'આ તો ચાઇનીઝ માલ જેવું છે...'
    આવતી કાલનો કાર્યક્રમ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત દરમિયાન કચ્છ જિલ્લાને અનેક કરોડોની વિકાસ યોજનાઓની ભેટ આપશે. તેઓ 28 તારીખે કચ્છમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. જેમાં સૌથી મહત્વની પ્રકલ્પ કચ્છ-ભુજ બ્રાંચ કેનાલ છે. કચ્છ જેવા સુકા સરહદી વિસ્તારને પાણીની સમસ્યામાંથી ઉગારતી કેનાલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે. 1745 કરોડ રૂપિયાના ખર્ચે 357 કિલોમીટર લાંબી હાઈટેક અને ભૂકંપ પ્રૂફ કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Visit, Pm modi in gujarat, અમદાવાદ, ગુજરાત, વડાપ્રધાન મોદી

    विज्ञापन
    विज्ञापन