સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ પદે કેશુભાઇ પટેલની વરણી, પીએમ મોદીએ કરી દરખાસ્ત

H
Updated: January 1, 1970, 5:30 AM IST
સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ પદે કેશુભાઇ પટેલની વરણી, પીએમ મોદીએ કરી દરખાસ્ત
રાજકીય દાવપેચમાં કોઇ કળી ન શકે એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આ અંગે વધુ એક પરચો આપ્યો. એક સમયે નારાજગી વ્હોરી લેનાર કેશુભાઇ પટેલને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બનાવાયા છે. અહીં નોંધનિય બાબત છે કે, પીએમ મોદીએ ખુદ કેશુભાઇ પટેલના નામની દરખાસ્ત કરી હતી
H
Updated: January 1, 1970, 5:30 AM IST
સોમનાથ #રાજકીય દાવપેચમાં કોઇ કળી ન શકે એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આ અંગે વધુ એક પરચો આપ્યો. એક સમયે નારાજગી વ્હોરી લેનાર કેશુભાઇ પટેલને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બનાવાયા છે. અહીં નોંધનિય બાબત છે કે, પીએમ મોદીએ ખુદ કેશુભાઇ પટેલના નામની દરખાસ્ત કરી હતી. બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથ આવ્યા હતા. અહીં એમણે જનસભાને સંબોધી સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી. બાદમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપી હતી. સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, પી કે લહેરી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વર્ષ 2017 માટે કેશુભાઇ પટેલની સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે.
આ બેઠક અંગે વિગતો આપતાં ટ્રસ્ટી પી કે લહેરીએ કહ્યું હતું કે, વડાપ્રધાનની ઉપસ્થિતિમાં આજે બેઠક મળી હતી જેમાં અહીં આવતા યાત્રિકોની સુવિધાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવે એ મુદ્દે ભાર મુકાયો હતો. અહીં નોંધનિય છે કે, એક સમયે રાજ્યની સત્તા માટે કેશુભાઇ પટેલને સાઇડ લાઇન કરનારા નરેન્દ્ર મોદીએ આજે સોમનાથ ટ્રસ્ટ માટે કેશુભાઇના નામની જાતે દરખાસ્ત મુકી હતી. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે આ એક નવો સંકેત આપી રહ્યું છે.
First published: March 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर