Home /News /ahmedabad /PM Modi Gujarat Visit: આવનારા સમયમાં ન્યૂયોર્ક-ન્યૂજર્સીની જેમ ભરૂચ-અંકલેશ્વરની વાતો થશે: આમોદમાં વડાપ્રધાન મોદી

PM Modi Gujarat Visit: આવનારા સમયમાં ન્યૂયોર્ક-ન્યૂજર્સીની જેમ ભરૂચ-અંકલેશ્વરની વાતો થશે: આમોદમાં વડાપ્રધાન મોદી

ભરૂચમાં વડાપ્રધાન મોદી.

આજે પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ. તેઓ ભરૂચ, અમદાવાદ અને જામનગરમાં હજારો કરોડોના વિકાસ કાર્યોને આગળ ધપાવશે.

ભરૂચ: વડાપ્રધાન મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. આજે તેઓ ગાંધીનગરથી ભરૂચ પહોંચ્યા છે. ભરૂચનાં આમોદમાં આજે તેઓ 8000 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને ભૂમિ પૂજન કર્યુ છે. આમોદ તાલુકાના રેવા સુગરના મેદાન ખાતેથી જાહેરસભા સંબોધી રહ્યા છે. આ સાથે જ વિવિધ ઔદ્યોગિક પાર્ક અને ઈન્ફ્રાસ્ટક્ચર પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે. વડાપ્રધાન મોદીએ સંબોધનની શરૂઆતમાં મુલાયમસિંહ યાદવને યાદ કરીને કર્યું હતું.

મુલાયમસિંહ યાદવને કર્યા યાદ


વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, આજે સવારે જ્યારે હું અહીં આવી રહ્યો હતો ત્યારે દુખદ ખબર મળી કે, મુલાયમસિંહ યાદવજીનું નિધન થયું છે. મુલાયમજી સાથે મારો નાતો એક વિશેષ હતો. અમે બંને જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અમે બંને અપનત્વનો ભાવ હતો. જ્યારે હું વડાપ્રધાન બન્યો ત્યારે મુલાયમસિંહનો આશીર્વાદ તેમની સલાહના શબ્દો આજે પણ મને યાદ છે. રાજનૈતિક વિરોધી વાતો વચ્ચે પણ સંસદમાં મુલાયમસિંહ જેવા મોટા નેતાએ જે વાત કહી હતી તે આશીર્વાદ હતો. તેમણે કહ્યુ હતુ કે, મોદીજી બધાને સાથે રાખીને ચાલે છે એટલે મને વિશ્વાસ હતો કે તે ફરીથી વડાપ્રધાન બનશે.

વિકાસમાં ભરૂચની ભાગીદારી


વિકાસમાં ભરૂચની ભાગીદારી છે. પહેલા ભરૂચ ખારીસિંગ માટે ઓળખાતું હતુ. જ્યારે આજે મારું ભરૂચ ઉદ્યોગ, બંદરો અને કેટલીય વાતોમાં તેનો જયજયકાર થઇ રહ્યો છે. પહેલા ગુજરાતનું જે બજેટ હતું તેમાં એક દિવસમાં માત્ર ભરૂચમાં જ લોકાર્પણના કાર્યો કરી દીધા છે.

'બાળકોને ખબર જ નથી કે, કર્ફ્યૂ  શું છે'


આ ગુજરાતની વિકાસયાત્રાની ઉંચાઇ છે કે, ગુજરાતે આજે એટલી બધી પ્રગતિ કરી છે કે, રાજ્યના અનેક જિલ્લા કોસ્મોપોલિટન બની ગયા છે. આખા દેશને પોતાની સાથે પ્રેમથી સમાવેશ કરી સાથે રાખતા થઇ ગયા. આ સાથે તેમણે કહ્યુ કે, પહેલા ભરૂચમાં છાશવારે કરફ્યૂ લાગતા હતા પરંતુ આજના બાળકોને ખબર જ નથી કે કર્ફ્યૂ શું છે.

'અંકલેશ્વરમાં એરપોર્ટ તેજીમાં બનશે'


પીએમ મોદીએ જણાવ્યુ કે, 'એક રાજ્યમાં જેટલાં ઉદ્યોગો હોય તેના કરતા વધારે ઉદ્યોગો આપણાં ભરૂચમાં છે. ભરૂચ વડોદરા-સુરત એરપોર્ટ પર નિર્ભર રહી ન શકે, ભરૂચનું પોતાનું એરપોર્ટ હોવું જોઇએ. જેથી આજે અંકલેશ્વરમાં એરપોર્ટ બનાવવાનો શિલાન્યાસ કરવામાં આવ્યો. આ સાથે તેમણે જણાવ્યુ કે, નરેન્દ્ર-ભૂપેન્દ્રની ડબલ એન્જિન સરકારમાં એરપોર્ટનું કામ પણ તેજ ગતિમાં પૂર્ણ થશે અને વિકાસ પણ તેજ બનશે.'


'મારે ગુજરાતમાં નકસલવાદ પહોંચવા દેવો નથી'


વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે, આદિવાસી ભાઇઓ બહેનોને આજે કહેવું છે કે, દેશના અનેક વિસ્તારોમાં આદિવાસીઓેના હાથમાં બંદૂક પકડાવી દીધી. મારે ગુજરાતમાં નકસલવાદને પહોંચવા દેવો નથી. જેના માટે આદિવાસી વિસ્તાર અંબાજીથી ઉમરગામમાં વિકાસ કાર્યો કર્યા. જેના માટે હું એમનો આભાર માનું છું. ગુજરાત અર્બન નક્સલનો ખાતમો બોલાવશે. અંબાજીથી ઉમરગામમાં 10 અને 12 ધોરણમાં સાયન્સની શાળાઓ શરૂ કરી. જેથી બાળકો આગળ વધી રહ્યા છે.

સંપૂર્ણ સંબોધન અહીં સાંભળો.


બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કર્યું


8200 કરોડ રુપિયાથી વધુના વિકાસકાર્યો અને પ્રોજેક્ટ્સની ભેટ આત્મનિર્ભર ગુજરાતના વિઝનને હાંસલ કરવા માટે ગુજરાત સરકાર રાજ્યમાં ઉદ્યોગો માટે શ્રેષ્ઠ ઈકોસિસ્ટમ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. તેને અનુરૂપ રાજ્ય સરકાર ભરૂચમાં ₹8238.90 કરોડના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવાનું આયોજન કરી રહી છે. જેમાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ, 4 ટ્રાઈબલ પાર્ક,1 એગ્રો પાર્ક, 1 સી-ફૂડ પાર્ક, 1 MSME પાર્ક અને 2 બહુ-સ્તરીય ઔદ્યોગિક શેડનું ભૂમિપૂજન, ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટ, GACLના ચાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, અંકલેશ્વર એરપોર્ટ-ફેઝ-1 નું ઉદ્ઘાટન, ભરૂચ ભૂગર્ભ ગટર અને STP ના કામોનું લોકાર્પણ, ઉમલ્લા અશા પાણેથા રોડ મજબૂતીકરણ અને IOCL દહેજ કોયલી પાઈપલાઈનના ઉદ્ઘાટન જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: પત્નીએ પતિને ગર્લફ્રેન્ડ સાથે રંગેહાથ ઝડપ્યો અને...

અમદાવાદમાં આ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ


આજે આમાદ બાદ પ્રધાનમંત્રી મોદી અમદાવાદના શૈક્ષણિક સંકુલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટેના શૈક્ષણિક સંકુલ છે. આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને સર્વગ્રાહી વિકાસ માટે સુવિધાઓ પ્રદાન કરવામાં મદદ કરશે. 11મી ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી અમદાવાદની સિવિલ હોસ્પિટલ અસારવામાં લગભગ રૂ 1300 કરોડની વિવિધ આરોગ્યસંભાળ સુવિધાઓનું, આમાં કાર્ડિયાક કેર માટે નવી અને સુધારેલી સુવિધાઓનું સમર્પણ અને યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં નવી હોસ્ટેલ બિલ્ડિંગ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરની નવી હોસ્પિટલ બિલ્ડીંગ, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું નવું બિલ્ડીંગનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી ગરીબ દર્દીઓના પરિવારોને રહેવા માટે આશ્રય ગૃહનો શિલાન્યાસ પણ કરશે.
" isDesktop="true" id="1264092" >

રાજકોટમાં આ કામોનું કરશે લોકાર્પણ


અમદાવાદ બાદ વડાપ્રધાન જામનગરમાં રૂ. 1450 કરોડથી વધુના પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ સિંચાઈ, વીજળી, પાણી પુરવઠા અને શહેરી માળખાકીય સુવિધાઓ સાથે સંબંધિત છે. વડાપ્રધાન સૌરાષ્ટ્ર અવતરણ સિંચાઈ (SAUNI) યોજના લિંક 3 (અંડ ડેમથી સોનમતી ડેમ સુધી), સૌની યોજના લિંક 1 (અંડ-1 ડેમથી સાની ડેમ સુધી) નું પેકેજ 5 અને હરીપર 40 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટનું પેકેજ 7 સમર્પિત કરશે. વડાપ્રધાન દ્વારા જે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે તેમાં કાલાવડ/જામનગર તાલુકાની કાલાવડ જૂથ વર્ધન પાણી પુરવઠા યોજના, મોરબી-માળીયા-જોડિયા જૂથ વર્ધન પાણી પુરવઠા યોજના, લાલપુર બાયપાસ જંકશન ફ્લાયઓવર બ્રિજ, હાપા માર્કેટ યાર્ડ રેલ્વે ક્રોસિંગ અને નવીનીકરણનો, ગટર સંગ્રહ પાઇપલાઇન અને પમ્પિંગ સ્ટેશનનો સમાવેશ થાય છે.
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી